Only Gujarat

National TOP STORIES

લોકડાઉનમાં આ ભિખારી બન્યો ભગવાન, ભીખ માગીને 100 પરિવારને આપ્યું એક મહિનાનું રાશન

હાલ કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં શ્રમજીવી ગરીબ વર્ગની મદદ માટે કેટલાય શ્રીમંત હાથ આગળ આવ્યાં છે. ક્યાંક દાતાઓ દ્વારા શ્રમજીવીના ઘર સુધી રાશન પહોંચાડવામાં આવ્યું તો ક્યાંક તૈયાર ભોજનના ફૂડ પેકેટ કરીને ભૂખ્યા સુધી પહોંચાડાયું… આ તમામ તસવીરો આપે બહુ જોઇ હશે પરંતુ આ જે અમે આપને જેની વાત કરી રહ્યાં છે તે ન તો કઇ ઉદ્યોગપતિની છે કે ન તો કોઇ સેલિબ્રિટીની … આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અમે વાત કરી રહ્યાં છીએ એક ભિખારીની… જી હાં એક ભિખારીની, જે રસ્તા પર ભીખ માંગીને તેનું પેટીયું રડે છે… આ કહાણી છે પંજાબના પઠાનકોટના આવા જ એક રાજુ નામના ભિખીરીની અમીરીની… જેણે લોકડાઉનના સમયેમાં ગરીબ પરિવારને જે રીતે મદદ કરી છે. જે જોઇને કહેવાનું મન થાય કે, ફકીરી જો દિલની હો.ય તો દાતા કોઇપણ બની શકે. આ છે પંજાબનો કોરોના વોરિયર

દેશમાં નજર નાંખીએ તો એવા અનેક લોકો જોવા મળશે. ભીખ માંગીને તેનો ગુજારો કરતા હોય. પરંતુ પંજાબના પઠાનકોટમાં એક એવો ભિખારી છે જે કોરોના યોદ્ધા બની ગયો છે. ભીખ માંગીને ગુજારો કરનાર દિવ્યાંગ રાજુએ કંઇક એવી મિશાલ કાયમ કરી છે. જેને ભૂલી નહીં શકાય, રાજુ અત્યાર સુધીમાં 100 ગરીબ પરિવારને એક મહિનાનો રાશન અને 3000 માસ્ક વહેંચ્યાં છે.

રાજૂ ટ્રાયસિકલ પર ચાલે છે અને આખો દિવસ ભીખ માંગીને તેનું ગુજરાન ચલાવે છે. જાણીને આપને નવાઇ લાગશે પરંતુ આ પૈસાથી તે લોકોની મદદ કરે છે. રાજુએ તેના ભીખના પૈસાથી કેટલીય ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યાં છે. રાજુએ જણાવ્યું હતું કે. આખા દિવસમાં જે પણ પૈસા મળે છે, તેમાંથી જેટલા પૈસાની જરૂર હોય છે તેટલા ખર્ચ કરે છે અને બાકીના જમા કરે છે. અને જમા કરેલા પૈસાથી ગરીબ જરૂરિયાતમંદોની મદદ કરે છે.

રાજુ માત્ર ગરીબોની જ મદદ કરે છે તેવું નથી, રાજુ લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે દરેક રીતે તત્પર રહે છે. પઠાનકોટના ઢાંગુ રોડ પર એક પુલ તૂટી ગયો હતો. પ્રશાસનને બહુ વખત ફરિયાદ કર્યાં બાદ પણ પુલ ઠીક ન થયો. તૂટેલા પૂલના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડતી હતી. રાજુથી આ તકલીફ ન જોઇ શકાય. તેમણે તેમના ભીખના પૈસાથી પુલ રિપેર કરાવી આપ્યો. આ ઘટનાની ચર્ચા આખા પંજાબમાં થઇ હતી.

જો કે રાજુને એ વાતનું દુ:ખ છે કે, તેમના પોતાના જ તેમનાથી દૂર થઇ ગયા છે. તેથી તે કહે છે કે, આ કારણે જો કંઇક સારા કામ કરી લઉં તો અંત સમયે અર્થીને ઉઠાવનાર કોઇ મળી જાય. આમ તો ભીખારી જમીન પર જ જીવે છે અને જમીન પર જ મરી જાય છે.તેની લાશને કોઇ ઉઠાવનાર પણ નહીં મળતું.

રાજુ ગરીબ બાળકોની સ્કૂલની ફી પણ ભરે છે અને અત્યાર સુધી 22 ગરીબ યુવતીઓના લગ્ન પણ કરાવી ચૂક્યો છે. આટલું જ નહીં તે ભંડારો કરાવે છે. ગરમીમાં લોકો માટે પાણીની વ્યવસ્થા કરે છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે જ્યારે આજે સરકારી વ્યવસ્થા પૂરી રીતે ઠપ્પ થઇ ગઇ છે ત્યારે આ સમયે રાજુ જે કામ કરી રહ્યો છે. તેકદાચ ક્યારેય નહીં ભૂલાય.

You cannot copy content of this page