Only Gujarat

Gujarat TOP STORIES

લો ગાર્ડનની ખાઉંગલીમાં પહેલા જ દિવસે ખાવા માટે અમદાવાદીઓની પડાપડી, જુઓ આવો હતો માહોલ

અમદાવાદ: ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર થઈ ગઈ છે. શુક્રવારે આ ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય તેવો અહેસાસ થશે. આ સ્ટ્રીટમાં ડસ્ટબીન અને અલગ ડ્રેનેજ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેથી સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહે. (Image Source – Facebook)

શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લો ગાર્ડનની ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. હેપ્પી સ્ટ્રીટ શરૂ થતાં જ પહેલા દિવસે અમદાવાદીઓના ઘસારો જોવા મળ્યો હતો. પહેલા જ દિવસે ખાવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. નવેમ્બરમાં હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી. (Image Source – Facebook)

અમદાવાદમાં ખાવાના શોખીનો માટે લો-ગાર્ડન પાસે ખાણીપીણીની માર્કેટનો પહેલાંથી જ ખૂબ ક્રેજ રહ્યો છે. જોકે અહીં ગમે તેમ લારીઓ પાર્ક થતી હોવાથી ટ્રાફિક અને ગંદકીની સમસ્યા બહુ જોવા મળતી હતી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ દૂર કરી તેને નવેસરથી ‘હેપ્પી સ્ટ્રીટ’ તરીકે ડેવલપ કરી છે. (Image Source – Facebook)

આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. તેમજ અનેક ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે મહત્વની વાત છે કે, દિવસ દરમિયાન આ જગ્યાને પાર્કિગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. (Image Source – Facebook)

આ ‘હેપ્પી સ્ટ્રીટ’ની એક સાઈડ 31 મોટી અને 11 નાની મળી કુલ 42 ફુડ વાન ઉભી રહેશે. મોટી ફૂડ વાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે. (Image Source – Facebook)

‘હેપ્પી સ્ટ્રીટ’માં દિવસના સમયગાળા દરમિયાન બંને તરફ પાર્કીગ વ્યવસ્થા રહેશે. સાંજે 6 વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે. ફુડવાન ધારકોએ ફૂડકોર્ટના સ્થળે સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવા વોશબેસીન સહિતની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. (Image Source – Facebook)

પાર્કિંગની બાજુમાં સાઈકલ રાઈડિંગ માટે અલગ પાથ બનાવવામાં આવ્યો છે. તેમજ તેની બાજુમાં ફુટપાથ પણ બનાવવામાં આવ્યો છે. મોર્નિંગ વોક માટે નીકળતાં લોકો તેનો લાભ લઈ શકશે. દરેક વાનની બાજુમાં ડ્રેનેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલે પાણી અને કચરાનો તાત્કાલિક નિકાલ થઈ જશે અને સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહેશે. (Image Source – Facebook)

કોર્પોરેશન ફુડ વાન માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં સૌથી મોટી જગ્યા માટે રૂપિયા 1.67 લાખ અને નાની જગ્યા માટે રૂપિયા 90 હજાર સુધીના ભાવ મળ્યા હતા. કોર્પોરેશનને વર્ષે અંદાજે 4 કરોડની આવક થશે. સ્ટ્રીટમાં એક જોગણી માતાનું મંદિર હતું એને એમ ને એમ રાખવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરી શકશે. (Image Source – Facebook)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page