Only Gujarat

National

ફોન વાપરતાં પહેલાં રહો સાવચેતઃ વકીલના ગાઉનમાં ફાટ્યો વન પ્લસનો ફોન

પ્રીમિયમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવતી કંપની વનપ્લસનો લેટેસ્ટ સ્માર્ટફોન વનપ્લસ નોર્ડ 2માં બેટરી ફાટી હોવાની ઘટના સામે આવી છે. દિલ્હીના એડવોકેટ ગૌરવ ગુલાટીએ સ્માર્ટફોન ફાટવાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ કોર્ટની ચેમ્બરમાં હતા. આ દરમિયાન તેમના ગાઉનની અંદર ફોનની બેટરી ફાટી હતી. આ દરમિયાન ફોન ફાટી જતાં ખરાબ રીતે ડેમેજ થઈ ગયો હતો અને તેમના ગાઉનમાં પણ આગ લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, મહિના પહેલાં અંકુર શર્મા નામના એક યૂઝરે પણ આવી જ ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની પત્નીનો વનપ્લસ ફોન ફાટી ગયો છે. જે 5 દિવસ પહેલાં જ ખરીદ્યો હતો.


ગૌરવે જણાવ્યું કે, તે 8 સપ્ટેમ્બરે પોતાની ઓફિસ (કોર્ટ ચેમ્બર)માં બેઠા હતાં. ત્યારે તેમને ગાઉનના ખિસ્સામાં ગરમીનો અનુભવ થયો. તેમણે પોતાના ખિસ્સામાંથી વનપ્લસ નોર્ડ 2 5G સ્માર્ટફોન બહાર કાઢ્યો તો તેમાંથી ધૂમાડા નીકળી રહ્યા હતા. તેમણે તરત જ ગાઉન કાઢી નાંખ્યું. આ પછી ફોનમાં બ્લાસ્ટ થયો હતો અને આખા રૂમમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો.


વનપ્લસે આ અંગે કહ્યું હતું કે, થોડાંક દિવસ પહેલાં એક વ્યક્તિએ અમને ટ્વિટર પર વનપ્સન નોર્ડ 2 5Gમાં થયેલાં કથિત બ્લાસ્ટ અંગે જણાવ્યું હતું. અમારી ટીમ તરત જ તે વ્યક્તિને પાસે દાવાની હકીકત જાણવા પહોંચી ગઈ હતી. અમે આ રીતના દાવા દરેક યૂઝર્સની સુરક્ષાના ભાગરૂપે ગંભીરતાથી લઈએ છીએ.


આ સ્માર્ટફોન ડુઅલ નૈનો સિમને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 11ની સાથે કંપનીના ઓક્સીજન ઓએસ 11.3 પર રન કરે છે. જેમાં 6.43 ઇંચ ફુલ HD+ (1080X2400 પિક્સલ) ફ્લોઇડ એમોએલઇડી ડિસ્પ્લે આપી છે. જેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેનસિટી 1200-AI પ્રોસેસરની સાથે 12GB રેમ મળે છે. ફોનમાં 256GB UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ આપ્યું છે.


જેમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 50 મેગાપિક્સલ સોની IMX766 પ્રાઇમરી સેન્સ, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ સેકેન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગા પિક્સલ સોની IMX615 કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. આ ફ્રન્ટ ફેસિંગ અને EIS (ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સપોર્ટ સાથે આવે છે.


કનેક્ટિવિટી માટે ફોનમાં 5Gની સાથે 4G LTE, Wifi 6, બ્લૂટૂથ v5.2, GPS / A-GPS / NavIC, NFC, USB Type-C પોર્ટ છે. જેમાં એક્સિલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, જાયરોસ્કોપ અને એક પ્રોક્સિમિટી સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જેમાં 45,000mAhની બેટરી આપવામાં આવી છે. જે 65 વૉટ વાર્પ ચાર્જને સપોર્ટ કરે છે. આ 30 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે.


વનપ્લસ નોર્ડ 2 5G ફાટવાનું કારણ સામે આવ્યું નથી. પણ મુંબઈના આઇટી એક્સપર્ટ મંગલેશ એલિયાએ જણાવ્યું કે, ચાર્જિંગ સમયે મોબાઇલની આસપાસ રેડિએશન હાઇ થઈ જાય છે. જેના લીધે બેટરી ગરમ થઈ જાય છે. એટલે તે ચાર્જિંગ સમયે વાત કરતી વખતે બ્લાસ્ટ થઈ શકે છે. ઘણીવાર યૂઝર્સની ભૂલને લીધે આ બેટરી ઓવરહિટ થઈને ફાટે છે. બેટરીને સેલ ડેડ થાય છે જેને લીધે ફોનની અંદરના કેમિકલમાં ચેન્જ આવે છે અને બેટરી ફાટી જાય છે.


ફોનની બેટરી ફાટતાં આ ત્રણ સંકેત મળે છે.
ફોનની સ્ક્રીનું બ્લર થવું અથવા સ્ક્રીનમાં સંપૂર્ણ રીતે ડાર્કનેસ આવી જવી. ફોન વારંવાર હેંગ થવો અને પ્રોસેસિંગ સ્લો થઈ જવી. વાત કરતી વખતે ફોન નોર્મલ કરતાં વધારે ગરમ થઈ જવો.


ફેક ચાર્જર, ફેક બેટરીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. જે બ્રાન્ડનો ફોન યૂઝ કરો છો તેનું જ ચાર્જર વાપરવું. પાણીમાં પલળેલા ફોનમાં ચાર્જિંગ કરવું નહીં. ફોન ચાર્જ કરતી વખતે તેને વાપરવો નહીં. બેટરી ડેમેજ થઈ ગઈ હોય તો તેને તરત જ બદલી નાંખવી જોઈએ. મોબાઇલને 100 ટકા ચાર્જ ના કરો. જો તમે 100 બેટરી ચાર્જ કરો છો તેમાં બેટરી ખરાબ થવાનો ખતરો વધી જાય છે. મોબાઇલની બેટરી 80થી 85 ટકા સુધી ચાર્જ કરવી યોગ્ય ગણાય છે. આખી રાત મોબાઇલ ચાર્જિંગ કરવાથી બેટરી ખરાબ થવા લાગે છએ. જેને લીધે મોબાઇલના પર્ફોમન્સમાં પણ ખરાબ અસર પડી શકે છે. મોબાઇલને ગરમ જગ્યા પર મૂકીને ચાર્જ કરવાથી બેટરી વધુ ગરમ થવા લાગે છે. એવું કરવાથી ફોનની બેટરી અને મોબાઇલ જલદી ખરાબ થવાની આશંકા વધી જાય છે.


ફોન ચાર્જિંગ પર રાખીને મ્યુઝિક સાંભળવું અથવા તેને યૂઝ કરવાથી દુર્ઘટના થઈ હોય તેવા ઘણાં મામલા સામે આવી ચૂક્યા છે. એટલે ક્યારેય પણ ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો નહીં. ક્યારેય પણ સ્માર્ટફોનને એકદમ પાસે રાખીને સૂવું નહીં. એક્સપર્ટ પણ કહી ચૂક્યા છે કે, મોબાઇલ ડિવાઇઝની નજીક હોવાને લીધે બ્રેઇન સિગ્નલમાં બાધા પહોંચે છે જેને લીધે સારી ઉંઘ આવતી નથી. જ્યાં સૂરજ ના કિરણો સીધા આવતાં હોય અથવા ગરમીવાળી જગ્યા જેવી કે કારના ડેશબોર્ડ પર મોબાઇલ રાખીને ચાર્જ ન કરવો. જેનું ટેમ્પરેચર વધવાને લીધે કારણે બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. ઘણીવાર લોકો તકિયા નિચે ફોન ચાર્જમાં મૂકી દે છે. જેને લીધે પણ હીટનો પ્રોબ્લેમ થાય છે અને આગ લાગી શકે છે. સ્માર્ટફોનને પાવર સ્ટ્રિપ એક્સટેનસ બોર્ડથી ના કરો તો સારું છે. ચાર્જ કરતી વખતે સ્માર્ટફોનને કવરથી અલગ કરી દેવો જોઈએ. જેને લીધે હીટ ફેલાતી રોકી શકાય છે.

 

You cannot copy content of this page