Only Gujarat

National Religion

આજે ધન રાશિના જાતકોને મળશે મનગમતી તક, જયારે બીજી રાશિએ આ બાબતનું રાખવું ધ્યાન

રાશિફળ: 24-09-2020: આજે ધન અને મીન રાશિના જાતકોને મળશે મનગમતી તક, જયારે બીજી રાશિના જાતકોએ આ બાબતનું ધ્યાન રાખવું…

મેષઃ વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય, સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, યાત્રા-પ્રવાસ માં સામાન્ય મુશ્કેલી નો સામનો કરવો પડે, સંતાનોથી નાની-મોટી ચિંતા જણાય, સ્વાસ્થ પાછળ વધારે નાણાવ્યય જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્ય પદ્ધતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળે, નવા રોકાણ સંભવ.
  • પરિવાર: પારિવારિક સ્નેહ અને તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય, માંગલિક પ્રસંગો આગળ વધે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નવીન તક જણાય, આર્થિક પ્રશ્નો નું મધુર પરિણામ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ अभीष्टदाय नमः

વૃષભઃ પ્લાનિંગ કરેલા કાર્ય અધૂરા રહી જતા જણાય, શુભ કાર્ય સંભવ, યાત્રા-પ્રવાસમાં ખર્ચ વધારે જણાય, સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, આર્થિક નવા માર્ગો મળતા જણાય, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે, પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: આજે મન પ્રફુલ્લિત જણાય જેનાથી કૌટુંબિક આનંદમાં વધારો જણાય, આવકનું પ્રમાણ વધતું જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું, નવા સાહસો વિચારી ને કરવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં સાચવવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सुराराध्याय नमः

મિથુનઃ વાદ -વિવાદ નું નિરાકરણ જણાય, પ્રોપર્ટીના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, રોજીંદા કાર્યથી લાભ જણાય આર્થિક લાભ સંભવ, સ્વાસ્થ્ય કાળજી માંગી લેતું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું હિતાવહ, ધંધાકીય પ્રવાસો મિશ્રફળદાયી રહે.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: આવક કરતા જાવક ન વધે તેનું ધ્યાન રાખવું, આર્થિક નવા માર્ગો મળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ धन्याय नमः

કર્કઃ વિચારેલા કામો પૂરા થતા જણાય, ખર્ચમાં સંયમ રાખવો હિતાવહ, મન માં ઘડેલી યોજના પર આગળ કાર્ય વધે, વિધાર્થી વર્ગ ને સારું જણાય, સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ જણાય, માનસિક શાંતિ જળવાઈ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય, કાર્યક્ષેત્રમાં નાણાકીય સફળતા જણાય.
  • પરિવાર: અંગંત સંબંધો માં મધુરતા જળવાઈ રહે, કૌટુંબિક સહકાર સારો મળી રહે.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, નવા આવકના સ્ત્રોતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ गिरीशाय नमः

સિંહઃ આજના દિવસે નાણા વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું, વડીલોની સલાહથી નિર્ણય લેવો હિતાવહ, વિરોધીથી સાવધ રહેવું, જમીન અંગેના પ્રશ્નોનું હરાકાત્મક નિરાકરણ જણાય, આધ્યાત્મિક ક્ષેત્રે વધારે સમય આપશો.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ अनघाय नमः

કન્યાઃ નવી સ્થાવર મિલકત ખરીદી શકાય, , યાત્રા-પ્રવાસ જરૂર હોય તોજ કરવો, કોઈની સલાહ લઇ મૂડી રોકાણ કરવું, એકાએક નિર્ણય નુકશાન કરાવે, પારિવારિક ખર્ચનું પ્રમાણ વિશેષ જોવા મળે, પરિવારમાં ગેરસમજ-મનદુઃખ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કોઈ નવી તકનું નિર્માણ સંભવ
  • પરિવાર: કોઈ કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ જણાય, સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બાબતોમાં મધુર પરિણામ માણવા મળે.
  • સ્વાસ્થ્ય: કોઈ જુના રોગનું નિવારણ સંભવ બને.
  • આજનો મંત્ર: ॐ देवपूजिताय नमः

તુલાઃ ભવિષ્યની યોજનાનું આયોજન થાય, સ્નેહીજનો સાથે યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ બને, ચિંતાનાં વાદળો હટતા જણાય, ખોટા વાદ-વિવાદમાં ના ઉતરવુ હિતાવહ, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો તેમજ કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક તક મળે.
  • પરિવાર: વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, આપની પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: તમારા વ્યવાહરથી આપ બીજાનું મન જીતી શકશો, નવા આર્થિક સ્તોત્રોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય ની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર:ॐ दयासाराय नमः

વૃશ્રિકઃ સ્નેહીજનોના સહયોગથી સારા સમાચારની પ્રાપ્તિ થાય, સકારાત્મક વિચારોના લીધે સમય સારો પસાર થાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ બને, વાણી-વર્તનમાં સંયમ રાખવો હિતાવહ તેમજ પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે.
  • પરિવાર: મિત્રો અને સંબંધીના સહયોગથી મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ धन्याय नमः

ધનઃ સ્નેહીજનોના સાથે યાત્રા-પ્રવાસ સંભવ બને, કોર્ટ-કચેરીનાં પ્રશ્નો દૂર થાય, વિદેશનાં કાર્ય આગળ વધે, યાત્રા-પ્રવાસમાં ખર્ચનું પ્રમાણ વધારે જણાય, કૌટુંબિક સમસ્યા દૂર થતી જણાય, પ્રવાસ પર્યટન બાબતે ખર્ચમાં વધારો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક તક આવતી જણાય તેમજ હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર: પરિવારિક ચિંતા દૂર થતી જણાય, પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ થતો જણાય, આવકના નવા દ્વાર ખુલતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ જણાય
  • આજનો મંત્ર: ॐ देवाय नमः

મકરઃ મહેનતનું મધુર પરિણામ જણાય, સામાજિક કાર્યોમાં પ્રગતિ થતી જોવા મળે, વિધાર્થી વર્ગ ને પરિક્ષામાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, કાયદાકીય બાબતોનો ઉકેલ જોવા મળે, લાંબો પ્રવાસ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પડાવ સર કરવા પડે તેમજ કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • પરિવાર: કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન જણાય, કળ થી કામ લેવું.
  • નાણાકીય: આર્થિક રોકાણ માં પૂર્વ આયોજન કરીને આગળ વધવું, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીવર્ગને મહેનત વધારે કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય ની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર: ॐ धीमते नमः

કુંભઃ કાર્યક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ મળી શકે, મૂડી રોકાણમાં ધ્યાન રાખવું હિતાવહ, પોતાની આગવી વિશેષતાથી બીજાને મદદ કરવી, પરિવાર માટે સમય કાઢવો, નકામી ચિંતાથી દૂર રહેવું હિતાવહ, આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવો હિતાવહ તેમજ કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધ રહેવું.
  • પરિવાર: અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ चतुर्भुजाय नमः

મીનઃ નવા કાર્યોનો શુભારંભ થાય, મિલકત લેવામાં ઉતાવળના કરવી, પ્રેમ સંબંધમાં સામાન્ય તણાવ અનુભવાય, કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય, આરાધ્ય દેવની ઉપાસના કરવી, વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય, કાર્યક્ષેત્રમાં પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં.
  • પરિવાર: મિત્રોના સહયોગથી આપની નાવ કિનારે પહોંચશે, પરિવારિક ચિંતા દૂર થતી જણાય.
  • નાણાકીય: આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય, જમીન રોકાણમાં લાભદાયી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીવર્ગ ને આગવી પ્રતિભ બતાવવા નો મોકો મળે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.
  • આજનો મંત્ર: ॐ पुष्यनाथाय नमः
You cannot copy content of this page