Only Gujarat

FEATURED National

ભારતમાં કોરોનાને લઈ રાહતના સમાચાર, આ હોટસ્પોટમાં સતત ઘટી રહ્યાં છે કેસો

મુંબઈ: વિશ્વના સૌથી મોટા સ્લમ એરિયા એવા ધારાવીને એક સમયે દેશનો સૌથી મોટો હૉટસ્પૉટ માનવામાં આવતો હતો. અહીં રોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં હતા. પરંતુ માયાનગરી મુંબઈના હૉટસ્પૉટ એટલે ધારાવીમાં સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે. ધારાવીમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ ઘટી છે. અહીં છેલ્લા 7 દિવસમાં કોઈનું મોત નથી થયું. ભારતમાં કોરોના વાઈરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાને 85975થી વધુ કેસ સામે આવ્યા છે.

બીએમસીના જણાવ્યાં અનુસાર, 1 જૂને કોરોનાના 34 કેસ સામે આવ્યા હતા. જ્યારે 7 જૂને આ આંક ઘટીને 13 થઈ ગયો છે. જ્યારે 6 જૂને અહીં માત્ર 10 કેસ સામે આવ્યા હતા. 5 જૂને 17, 4 જૂને 23 કેસ નોંધાયા હતા. બીએમસીના આંક અનુસાર, અહીં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

ધારાવીમાં કોરોનાના 1912 કેસઃ ધારાવીમાં 7 જૂન સુધી કોરોનાના 1912 કેસ સામે આવ્યા છે. પરંતુ 30 મે બાદ અહીં કોરોનાથી એક પણ મોત નથી થયું. જે એક રાહતના સમાચાર છે. બીએમસીના આસિ. મ્યુનિસિપલ કમિશ્નર કિરળ દિઘાવકર ધારાવી મિશન કોરોનાના ઈન્ચાર્જ છે.

તેમના મતે અહીં મોટાપાયે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સ્ક્રિનિંગ બાદ જે લોકોમાં તાવ કે અન્ય લક્ષણો દેખાયા તેમને આઈસોલેટ કરાય છે. તેમના ટેસ્ટ થાય છે. ધારાવીમાં 8.5 લાખ લોકો રહે છે. અહીં 8500 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.

ધારાવીમાં 4000 લોકોનો ટેસ્ટ કરાયોઃ ધારાવીમાં અત્યારસુધી બીએમસીએ 4000 લોકોનો ટેસ્ટ થયો. આ ઉપરાંત અહીં કેમ્પમાં 1350 લોકોનો ટેસ્ટ કરાયો. અહીં 1 એપ્રિલના પ્રથમ કેસ મળ્યો હતો.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 85 હજારને પાર થઈ ચૂકી છે. અહીં 3 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 39 હજાર લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 43601 લોકોની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ સૌથી વધુ સંક્રમિત છે. અહીં મહારાષ્ટ્રના કુલ કેસના 50 ટકા કેસ છે. મુંબઈમાં અત્યારસુધી 1638 લોકોના મોત થયા. જ્યારે 25946 લોકોની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં અત્યારસુધી 21190 લોકો સ્વસ્થ થયા. ભારતમાં કોરોના વાઈરસના 2.57 લાખથી વધુ કેસ મળી ચૂક્યા છે. 7208 લોકોના મોત થયા છે. 1.24 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 1.26 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

You cannot copy content of this page