Only Gujarat

National

ભણતા ભણતા યુવકને થયો વિદેશી યુવતી સાથે પ્રેમ, આ રીતે રંગેચંગે કર્યા હતા લગ્ન

જ્યારે પ્રેમ થાય ત્યારે બીજી કોઈ વાત યાદ આવતી નથી. સામેનું પાત્ર કેવું છે, શું કરે છે, પૈસા છે કે નહીં તેવી કોઈ વાત જોવામાં આવતી નથી. આવું જ કંઈક 2019માં થયું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. જર્મનીની યુવતીને ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લાના સિધવારી ગામના યુવક સાથે ભણતા ભણતા પ્રેમ થયો હતો. બંનેએ ગામ આવીને લગ્ન કર્યા હતા. હવે પતિ-પત્ની જર્મની જતા રહ્યા છે.

17 મે, 2019ના રોજ સિધવારી ગામમાં હિંદુ રીત રિવાજ સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં દીકરીને આશીર્વાદ આપવા માટે જર્મનીથી પિતા તથા બહેન આવ્યા હતા. ભારતીય સભ્યતા તથા સંસ્કૃતિની વચ્ચે દીકરીના લગ્ન થતાં જોઈને પિતાની આંખમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા. ગામના લોકોએ અપાર સ્નેહ વરસાવ્યો હતો. 23 મેના રોજ નવપરિણીત દંપતી જર્મની જતા રહ્યા હતા.

સિધવાર ગામમાં રહેતા ઈંદ્રજીત ચૌધરી વર્ષ 2012માં બાયોટેકના અભ્યાસ માટે દક્ષિણ કોરિયા ગયો હતો. અહીંયા જર્મનીમાં રહેતી હાઇકે પણ અભ્યાસ માટે આવી હતી. ભણતા ભણતા બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થયો હતો અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ઈંદ્રજીતે હાઈકેને ભારતીય સંસ્કૃતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.

હાઈકેને ભારતીય સભ્યતા તથા સંસ્કૃતિ સમજાઈ ત્યારે તે હિંદુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. લગ્નમાં ઈંદ્રજીતના પિતા રિટાયર્ડ મેજર ગણેશ ચૌધરી પણ સામેલ થયા હતા.

આ ઉપરાંત પરિવારના તમામ સભ્યો તથા ગામના તમામ લોકોએ વરવધૂને આશીર્વાદ આપ્યા હતા. વિદેશી વહુને જોવા માટે ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

3 વર્ષમાં 13 વાર ગામડે આવીઃ 17 મેનો દિવસ ગામ માટે ખાસ રહ્યો હતો. જર્મન યુવતીની સાથે પિતા તથા બહેન પણ લગ્નમાં સામેલ થયા હતા. હાઇકે ઈંદ્રજીત સાથે ત્રણ વર્ષમાં અંદાજે 13 વાર સિધવારી આવી હતી.

અહીંયાની રહેણી કરણી, લોકોનો વ્યવહાર તથા ગામના લોકો તેને ઘણાં જ સારા લાગ્યા હતા. ઈંદ્રજીતના નાના ભાઈ અભિષેકે કહ્યું હતું કે વિદેશ મંત્રાલયની મંજૂરી બાદ બંનેના લગ્ન નક્કી થયા હતા. નિયમો મુજબ તમામ ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી.

નમસ્તે બોલીને દિલ જીત્યુંઃ જર્મન વહુએ નમસ્તે બોલીને ગામના લોકોનું દિલ જીતી લીધું હતું. હાઈકેને થોડું થોડું હિંદી પણ આવડે છે.

You cannot copy content of this page