Only Gujarat

Bollywood FEATURED

રાતોરાત આ એક્ટ્રેસ બની હતી સુપરસ્ટાર, ઘમંડ એવો આવ્યો કે હવે ક્યાંય ફેંકાઈ ગઈ

મુંબઈઃ યશરાજની ફિલ્મ ‘મોહબ્બતે’માં કામ કરી રાતોરાત સ્ટાર બની ગયેલી કિમ શર્મા 41 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી, 1980માં અહમદનગરમાં થયો હતો. કિમ રાતોરાત સ્ટાર બની ગયાં પછી તે ખુદને ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવામાં સફળ રહી નહોતી. તેમણે પોતાના કરિયરમાં માત્ર 13 ફિલ્મોમાં કામ કર્યું છે. કિમ પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પોતાની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. લગ્ન પછી છૂટાછેડા લીધા હતાં. આ પછી અફેર અને નોકરાણીને મારવા સુધીના આરોપ કિમ પર લાગ્યાં હતાં. અત્યારે કિમ ગુમનામ જિંદગી જીવી રહી છે. જોકે, ખુદને લાઇમલાઇટમાં રાખવા માટે તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ અને બૉલ્ડ ફોટો શેર કરતી રહે છે.

‘મોહબ્બતે’ જેવી બ્લૉબસ્ટર ફિલ્મથી કરિયર શુરૂ કરનારી કિમ શર્માના ખાતામાં આ પછી કોઈપણ એવી ફિલ્મ ન આવી જેને લીધે તે હિટ તો થઈ પણ ફિલ્મ ‘મોહબ્બતે’ જેવી સફળતા મળી નહીં. કિમે બોલ્ડનેસ ખૂબ જ બતાવી પણ તેમાં પણ તેમને સફળતા મળી નહીં.

ઉલ્લેખનીય છે કે, કિમના અફેરના કિસ્સા ઓછા નહોતાં. કિમ સૌથી પહેલાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે અફેરને લીધે ચર્ચામાં હતી. બંનેનો સંબંધ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યો અને વર્ષ 2007માં બંનેનું બ્રેકઅપ થયું હતું. કહેવામાં આવે છે કે યુવરાજની માને કિમ પસંદ નહોતી એટલે આ સંબંધ તૂટી ગયો હતો.

એક ઇન્ટરવ્યૂમાં કિમે કહ્યું હતું કે, ‘યુવરાજ અને તેમની વચ્ચે અંડરસ્ટેન્ડિંગ નહોતી.’ યુવરાજ પછી કિમે સ્પેનિશ બૉયફ્રેન્ડ કૉર્લૉસ માર્ટિનને ડેટ કર્યો હતો. બંનેના લગ્ન કરી મેડ્રિડ શિફ્ટ થવાના હતા, પણ કોઈ કારણને લીધે તેમણે સગાઈ તોડી દીધી હતી.

વર્ષ 2010માં કિમે કેન્યા બેસ્ડ બિઝનેસમેન પુંજાની સાથે લગ્ન કર્યાં હતાં. અલી પહેલાંથી પરિણીત હતો અને ત્રણ બાળકોનો પિતા હતો. પોતાની પત્ની સાથે છૂટાછેડા પછી અલી પુંજાનીએ કિમ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, વર્ષ 2017માં કપલે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને બંનેને છૂટાછેડા પણ મળી ગયાં હતાં.

પતિથી અલગ થયાં પછી કિમ ફૅશન ડિઝાઈનર અર્જુન ખન્નાને ડેટ કરતી હતી, પણ થોડાંક જ દિવસોમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. અર્જુન સાથે બ્રેકઅપ પછી તે એક્ટર હર્ષવર્ધન રાણેને ડેટ કરવા લાગી હતી, પણ અત્યારે આ સંબંધ પણ તૂટી ગયો છે.

કિમ શર્મા પર વર્ષ 2018માં પોતાની નોકરાણીને માર મારવાનો પણ આરોપ લાગ્યો હતો. નોકરાણીનું કહેવું હતું કે, ‘સરખી રીતે કપડાં ના ધોતા કિમે તેમને માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી તેમનો પગાર પણ નહોતો આપ્યો.’

વાત કિમના કરિયરની કરીએ તો જ્યારે તે એડવર્ટાઇઝમાં કામ કરી રહી હતી ત્યારે, આદિત્ય ચોપડાની નજર તેમના પર પડી હતી. કિમને પહેલો બ્રેક ફિલ્મ ‘મોહબ્બતે’માં મળ્યો હતો. ફિલ્મ ‘મોહબ્બતે’ પછી કિમ ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી પણ, તે ફિલ્મો ખાસ કંઈ કમાલ કરી શકી નહોતી.

કિમે સૌથી પહેલાં ફિલ્મ ‘ડર’માં સ્પેશિયલ અપીયરન્સ કર્યું હતું. આ પછી તેમણે ફિલ્મ ‘મોહબ્બતે’, ‘ફિદા’, ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘નહલે પે દહલા’, ‘ટૉમ ડિક એન્ડ હૈરી’, ‘મની હૈ તો હની હૈ’, ‘યકીન’, ‘છોડો ના યાર’, ‘તાજ મહેલ’, ‘પદ્મ શ્રીલાલુ પ્રસાદ યાદવ’ અને ‘જિંદગી રૉક્સ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page