Only Gujarat

National

રડતી બહેનોએ પૂછ્યો એવો સવાલ કે કઠણ કાળજાની પોલીસની આંખો પણ આવી ગયા આંસુ

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં અપહરણ અને હત્યાની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. પત્રકારની હત્યા બાદ અને કાનપુરના બાળકના અપહરણ બાદ ફરી અપહરણ અને હત્યાની ઘટના સામે આવી છે. ગોરખપુરના પિપરાઇચના જંગલ છત્રધારી ગામમાં એક કરોડ રૂપિયાની ખંડણી માટે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બલરામની હત્યા કરાઇ. શંકાના આધારે ધરપકડ કરાયેલ 2 લોકોની પૂછપરછ બાદ પોલીસે સોમવારે (27 જુલાઈ) સાંજે જંગલમાંથી બોરીમાંથી બલરામની બોડી કબ્જે કરી. બલરામ ચાર બહેનોનો એક જ ભાઇ હતો. બલરામની હત્યાની જાણ થતાં પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો. પરિવાર ખૂબ ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.

ભાઇ બલરામના મોતના સમાચાર સાંભળતા જ તેમની માસૂમ બહેન રેનૂ ખુશી ધ્રૂસકે ધ્રૂસકે પડી પડી. તેમણે રડતાં -રડતાં કહ્યું, કે હવે ભાઇ ક્યારેય નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે પાંચ દિવસ બાદ રક્ષાબંધન છે. હવે કોને રાખડી બાંધીશ. બહેનની વેદના જોઇને હાજર પોલીસ અને આડોશ પાડોશના તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.


આવી જ હાલત બલરામના માતા-પિતાની હતી. બંનેના હાલ રડી રડીને બેહાલ છે. બંનેએ 26 જુલાઈ, રવિવાર સાંજથી મોમાં અન્નનો દાણો નથી નાખ્યો. તેમની એક જ આજીજી હતી કે અપહરણકારોના સંકજામાંથી તેમના વ્હાલસોયાને છોડાવવામાં આવે. માતા -પિતા બાળકને છોડાવવાના સતત પ્રયાસ કરતા રહ્યાં પરંતુ આખરે દીકરો ન બચાવી શકાયો

ગામના લોકોએ જણાવ્યું કે, બલરામ ચાર બહેનોને એક જ ભાઇ હતો. તેમના માતા-પિતાએ પુત્રરત્ન માટે ખૂબ બાધા માનતાઓ કરી હતી. ખૂબ મન્નત કર્યાં બાદ પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થઇ હતી. ખૂબ લાડકોડથી બાળકને ઉછેરી રહ્યાં હતા. જોકે એક જ ઝટકામાં તેમની દુનિયા ઉજડી ગઇ.


અપહરણ કરનારોએ બાળક માટે 1 કરોડની રકમ માંગી હતી. બલરામના પિતાની ક્ષમતા એક કરોડ આપવાની ન હતી. જો કે તેમની ક્ષમતા ન હોવા છતાં પણ જેમ તેમ કરીને એક કરોડ એકઠા કરવા માટે તૈયાર થઇ ગયા હતા પરંતુ બદમાશોની ક્રૂરતાના કારણે કહાણીનો કરૂણ અંજામ આવ્યો.

બલરામના સગા-સંબંધીઓ તેમના પરિવાર વિશે વાત કરતા પોલીસને જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા તેમની જમીન સંપત્તિ બધું જ વેચીને પણ બાળકે કિડનેપર્સથી છોડાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ગુનેગારોના બદઇરાદા પાસે માતા પિતાના પ્રયાસો સફળ ન થયા અને આખરે બાળકની લાશ જ ઘરે આવી. બાળકનો મૃતદેહ જોતા જ પરિવાર પર જાણે દુ:ખોનો પહાડ તૂટી પડ્યો.

આ ઘટનામાં યૂપી પોલીસની કામગીરી પર પણ સામે આવી છે. અપહરણની સૂચના મળ્યા બાદ પણ પોલીસની ઢીલી નીતિના કારણે માસૂમની જિંદગી છીનવાઇ ગઇ. અપહરણ અને હત્યાની ઘટનાના પગલે જવાબદાર કેટલાક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

You cannot copy content of this page