Only Gujarat

National TOP STORIES

આ રાજ્યને કોરોનાની મહામારીમાંથી બહાર લાવવા આ મહિલાનું છે મહત્વપૂર્ણ યોગદાન

દેશમાં કોરોના સંક્રમણની શરૂઆતના પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધીમાં અહીં 602 દર્દી સામે આવ્યા જેમાંથી માત્ર ચારના જ મૃત્યુ થયા છે અને 497 સાજા થઇ ગયા છે. કોરોના સામે લડવા માટે કેરળ મોડલની ખુબ જ ચર્ચા થઇ રહી છે. દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં કેરળની કામગીરીના વખાણ થઇ રહ્યાં છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે કેરળમાં કોરોના મહામારીને રોકવા પાછળ એક મહિલાનું મહત્વપર્ણ યોગદાન છે.

કેન્દ્ર શાસિત પ્રદેશો અને ઉત્તરપૂર્વ રાજ્ય સિવાય આજે 3.5 કરોડની આબાદીવાળા કેરળથી ઓછા કેસ ઉત્તરાખંડ, હિમાચલ, ગોવા અને છત્તીસગઢમાં જ છે. કેરળ મોડલના કેન્દ્રમાં છે ત્યાંની 63 વર્ષિય સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજા જે એક સમયે પ્રાઇમરી સ્કૂલની એક શિક્ષિકા હતી. આથી તે આજે પણ મોટાભાગના લોકો શૈલજા ટીચર નામથી જ બોલાવે છે.

શૈલજાએ સાબિત કર્યું કે સંકલ્પ અને લગનથી ભારત જેવા વિકાસશીલ દેશના એક પ્રદેશે કોરોના પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લીધો. જ્યારે આવું કરવામાં અમેરિકા જ નહીં પરંતુ યુરોપના અનેક વિકશીત દેશ નિષ્ફળ રહ્યાં છે. શૈલજાને આ સફળતા ખુબ જ મહેનત બાદ મળી છે. છેલ્લા 3 વર્ષમાં આ ત્રીજું વાયરસ સંક્રમણ છે જેની સામે તે લડી છે. આ પહેલા 2018માં નિપાહ વાયરસ અને પછી ઇબોલથી લડવાનો તેમનો અનુભવ કોવિડ-19 સામેની લડાઇમાં કામ આવ્યો. પરંતુ સૌથી વધુ કામ આવી સજાગતા અને સક્રિયતા.

તેઓએ 23 જાન્યુઆરીએ સ્વાસ્થ્ય વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી. 24 જાન્યુઆરીએ રાજ્ય મુખ્યાલય પર એક કોવિડ 19 ટાસ્ક ફોર્સની રચના કરી. બીજા દિવસે પ્રદેશના તમામ 14 જિલ્લા મુખ્યાલય પર આ ટાસ્ક ફોર્સનું એક કેન્દ્ર બનાવ્યું.

બીજા 2 દિવસમાં તમામ મોટા શહેર અને કસ્બામાં ખાસ કોવિડ-19 હોસ્પિટલની રચના કરી અને તેઓને માસ્ક, ગ્લવ્ઝ, સેનેટાઇઝર અને પીપીઇ કિટ જેવી જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી. મોટી હોસ્પિટલોમાં ખાસ કોવિડ-19 વોર્ડ બનાવવામાં આવ્યા. ટેસ્ટિંગ કિટ, વેન્ટિલેટર અને ઓક્સિજન સિલિલન્ડરોની વ્યવસ્થા કરાવી.

ધીમે-ધીમે તેઓએ દરેક જિલ્લા મુખ્યાલય પર બે હોસ્પિટલને વિશેષ કોવિડ-19 જાહેર કરી અને પ્રદેશની તમામ 10 મેડિકલ કોલેજમાં 500-500 બેડ કોરોનાના દર્દી માટે સુરક્ષિત રખાવ્યા.

એટલું જ નહીં તેઓએ લોકોમાં ભય દૂર કરવા માટે મલયાલી ભાષામાં ટેમ્પલેટ છપાવી ગામડે ગામડે પહોંચાડ્યા. 25 માર્ચે દેશભરમાં લોકડાઉન જાહેર થયા બાદ તેઓએ સમગ્ર પ્રદેશના શિક્ષકોને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોની દેખરેખ કરવાની જવાબદારી સોંપી જેથી તેઓ સંક્રમણ ફેલાવી ન શકે.

You cannot copy content of this page