Only Gujarat

FEATURED National

અહીં ચાલતો હતો દેહ વ્યાપાર, પોલીસે આ રીતે ઊઘાડો પાડ્યો સેક્સનો કારોબાર

બાંગ્લાદેશ અને રશિયાથી ઈંદૌર લાવવામાં આવેલી યુવતીઓને નશા માટે એમડી ડ્રગ્સ ઉપલબ્ધ કરાવતા સેક્સ રેકેટના કુખ્યાત સરગના સાગર જૈનની વિજય નગર પોલીસે દિલ્લીથી ધરપકડ કરી છે. ઈંદૌરમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ તે સંચાલિત કરતો હતો અને તેમાં કુખ્યાત પણ છે. તેને એક હજાર નંબર ટ્રેસ કરવામાં આવ્યા બાદ પકડવામાં આવ્યો છે.

જ્યારે બાંગ્લાદેશી છોકરીઓને છોડાવી તો આ બદમાશનું નામ સામે આવ્યું. પોલીસ તેને પકડે તે પહેલા તે ભાગી ગયો હતો. દિવાળી પહેલા તેણે પોતાનું લોકેશન બદલ્યું અને દિલ્લીમાં એક ગર્લફ્રેન્ડને ત્યાં રહેવા માટે પહોંચી ગયો. પોલીસે ત્યાં જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને પકડી લીધો છે. આ તરફ, પોલીસે બાંગ્લાદેશી છોકરીઓના અપહરણ અને રેકેટ સંચાલિત કરતી ગેંગના ફરાર આરોપીને પણ ગાઝિયાબાદથી પકડ્યો છે. એક મહિનાથી મોટા રેકેટનું સંચાલન કરનારની પોલીસને શોધ હતી. આરોપીની બાંગ્લાદેશની છોકરીઓના અપહરણ અને માનવ તસ્કરીના કેસમાં પણ શોધ ચાલી રહી હતી.

લગભગ એક મહિના પહેલા વિજય નગર પોલીસ સ્ટેશનના પ્રભારી તહજીબ કાજીની ટીમે જ્યારે મહાલક્ષ્મી નગરમાં સાગરના ઘરે દરોડા પાડ્યા તો બદમાશ સેંડોનું નામ સામે આવ્યું હતું. પોલીસ ધરપકડ કરે તે પહેલા જ તે ભાગી નિકળ્યો હતો. પોલીસે તેની તપાસમાં 3 થી 4 અલગ-અલગ જગ્યા ટીમ મોકલી, પરંતુ તે નહોતો મળ્યો.

દિવાળી બાદ પોલીસ સ્ટેશનના પ્રભારી કાજીને એક લિંક મળી હતી કે જે ત્રણ આરોપીઓની તેઓ શોધ કરી રહ્યા હતા તે દિલ્લીની આસપાસના હોય શકે છે. પોલીસે ફરી નવી ટેક્નિક અને સૂત્રો પર કામ કરવાનું શરૂ કરી દીધું. કારણ કે આરોપીએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. એટલે તેમનો સંપર્ક નહોતો થઈ રહ્યો. આખરે પોલીસને એક લિંક મળી અને આરોપી સૈંડોનું લોકેશન ટ્રેસ થયું. ખબર પડી કે તે દિલ્લીમાં પોતાની ગર્લફ્રેન્ડના ઘરે છુપાયો છે. તે ઘરની બહાર નિકળતો જ નથી.

તેની ગર્લફ્રેન્ડ જ તેને રોજ બહારની જાણકારી આપતી હતી, બજાર પણ ગર્લફ્રેન્ડ જ જતી હતી. આરોપી સૈંડો પોતાનો મોબાઈલ છુપાવી ચુક્યો હતો. અને એક નવા નંબરથી ક્યારેક વૉટ્સએપ કૉલિંગ કરતો હતો. પોલીસે નવી ટેક્નિકને આધાર બનાવી અને આરોપીના ફ્લેટની સામે જઈને ઉભા રહ્યા. અચાનક ટીમ એ ફ્લેટ પર પહોંચી જ્યા સૈંડો રોકાયો હતો. ત્યાં દરોડા પાડીને સૈંડોની ધરપકડ કરી. જો કે તેની ગર્લફ્રેન્ડનો કોઈ દોષ સામે ન આવ્યો, એટલે તેને છોડી મુકવામાં આવી. જો જરૂર પડી તો તેને પૂછપરછ માટે લઈ જવામાં આવશે.

આરોપીએ પોલીસને જણાવ્યું કે તે બાંગ્લાદેશી છોકરીઓનું સ્કેન્ડલ ચલાવવા માટે તેમને નશો સપ્લાઈ કરતા હતા. તેણે ધીમે-ધીમે એમડી ડ્રગ્સ મોકલતો હતો. જેથી તેઓ લતમાં રહે અને પછી સ્કેન્ડલમાંથી બહાર ન આવે. તેમને આદત પડાવવા માટે નશો કરાવવામાં આવતો હતો. તે મુંબઈથી એમડી ડ્રગ્સ લાવતો હતો. શરૂઆતમાં છોકરીઓને મફતમાં નશો કરાવવામાં આવે છે. બાદમાં તેની કિંમત વસૂલવામાં આવે છે. હાલ તેના સંપર્કમાં હજુ પણ 20થી વધુ સેક્સ વર્કર્સ છે. મોટા ભાગની દિલ્લી, હરિયાણા, પંજાબ અને વિદેશની છે.

તો, ઈવેન્ટના બહાને બાંગ્લાદેશી છોકરીઓનું અપહરણ કરીને ઈંદૌર લાવીને સેક્સ રેકેટ સંચાલિત કરનારી ગેંગના ફરાર આપોપી રાજને પણ ગાઝિયાબાદથી પકડવામાં આવ્યો છે. આ આરોપીની પણ બે મહિનાથી શોધળોખ ચાલી રહી હતી. પોલીસે વધુ એક આરોપીને પણ પકડ્યો છે.

ડીઆઈજી હરિનારાયણ ચાલી મિશ્રએ જણાવ્યું કે અમે ગુંડો અને ખોટા કામ કરતા લોકોની સામે જંગ છેડ્યો છે. કેટલાક દિવસો પહેલા મોટું સેક્સ રેકેટ પકડ્યું હતું. જેમાં બીજા દેશની છોકરીઓ પણ સામેલ હતી. તેમના એજંટ અને સંચાલન કરનારને પણ પકડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આખા રેકેટમાં પાંચ મહિલા સહિત 25 પુરુષોની ધરપકડ થઈ ચુકી છે.

You cannot copy content of this page