Only Gujarat

Gujarat

આજે પ્રદોષ દિવસે કોને ફળશે શિવ કૃપા તો કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 27-11-2020: આજે પ્રદોષ ના દિવસે કોને ફળશે શિવ કૃપા તો કોને રહેવું સચેત! જુઓ આજનું રાશિફળ..

મિત્રો, આજે તારીખ 27-11-2020ના શુક્રવારે કારતક સુદ બારસ છે અને આજના દિવસે પ્રદોષ પણ છે, શિવ પુરાણ પ્રમાણે જે પ્રદોષ ના દિવસે શિવ પૂજા કે તેમના મંત્ર નો જાપ કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંયા આપની રાશિ પ્રમાણે કાયા મંત્રથી શિવજી ના પ્રસન્ન કરવા તે નીચે આપના રાશિફળ સાથે બતાવવામાં આવ્યું છે.

મેષઃ આજે આપના અધૂરા કાર્ય કોઈની મદદથી આગળ વધે સાથે વિચારેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે, પ્રેમ સંબંધમાં વિખવાદ ના થાય તે અને જૂના રોકાણથી ફાયદો જણાય તેમજ પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધે અને મનમાં અસંતોષની ભાવના રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • આજનો મંત્ર: ॐ नीललोहिताय नमः

વૃષભઃ આજે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ કરાવી હિતાવહ નથી તેમજ નાણાકીય મૂંઝવણો નો માર્ગ જણાય અને યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, પારિવારિક સાથ સહયોગથી દિવસ આનંદિત રીતે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે.
  • પરિવાર: ગૃહજીવનમાં સંવાદિતા જણાય તેમજ સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તથા આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: પડવા-વાગવા અંગે તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ शंकराय नमः

મિથુનઃ આજે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ બની રહેશે સાથે જ આપના કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય,પરંતુ ધ્યાન રાખવું કે આપની સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકે જેનાથી આપને માનસિક બેચેની જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ, કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે.
  • પરિવાર:  લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: જુના આર્થિક પ્રશ્નોનુ સકારાત્મક પરિણામ જણાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મન-વિચાર ભણવામાં બની રહે તે ખાસ જોવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ खट्वांगिने नमः

કર્કઃ આજે અંગત બાબતનો બાબતોનો ઉકેલ આવતો જણાય સાથે જ આપનો પારિવારિક આનંદ જળવાઈ રહેશેપરંતુ ધ્યાન રાખવું કે મિલકત સંબંધિત કોઈ વિવાદમાં ના પડવું તથા નાણાનો વ્યય વધે નહિ તેનું ધ્યાન રાખવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જલ્દી જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે.
  • પરિવાર: વારસાગત પ્રશ્નોનું મધુર પરિણામ જણાય, ઘરમાં સુખ શાંતિ જોવા મળે.
  • નાણાકીય: આપના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે મધુર પરિણામ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: शिपिविष्टाय नमः

સિંહઃ આજે આપના પડતર કાર્ય આગળ વધે તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ સાથે જ જે લોકો સર્જનાત્મક વિષયો સાથે જોયાયેલા છે તેમને વિશેષ લાભ જણાય તેમજ કોઈના માટે મનમાં ભાવનાઓ છે તે વ્યક્ત કરી લેવી.

  • કાર્યક્ષેત્ર: ભાગીદારીમાં સાચવવું તેમજ ગેરસમજ-મનદુખ ટાળવા.
  • પરિવાર: પારિવારિક વિવાદ ટાળવો, પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ श्रीकण्ठाय नमः

કન્યાઃ આજે ધ્યાન રહે કે આપના ગુસ્સા અને આવેશથી આપની મુશ્કેલી વધી શકે છે સાથે જ મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને, નાણાકીય રોકાણ સાચવીને કરવુ સાથે જ નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ જણાય.

  • કાર્યક્ષેત્ર: આજે કાર્ય પરિણામોમાં સામાન્ય ખટાસ અનુભવાય, કાર્યક્ષેત્રમાં વિશેષ તક સંભવ.
  • પરિવાર: આજે વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય તેમજ નવા સાહસો વિચારીને કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોને સામાન્ય મૂંઝવણ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ भवाय नमः

તુલાઃ આજે જમીન-મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાયસાથે જ નવી યોજનાઓ સંભવ બને પરંતુ કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય તેમજ આપના ધીરજતાની કસોટી થતી જણાય, આર્થિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય સંભવ બંને.
  • પરિવાર: પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે, નવા સંબંધો બને.
  • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને આર્થિક સ્થિતિ સુધારતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शिवा प्रियाय नमः

વૃશ્રિકઃ  આજે આપની આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશેસાથે જ જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, સામાજિક- વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય તેમજ મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય, ખેતીના કાર્યમાં લાભ થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
  • પરિવાર: કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જમીનમાં રોકાણ લાભદાયી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસના પ્રયત્નમાં સફળ થતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शितिकण्ठाय नमः

ધનઃ આજે આપના જૂના વાદ-વિવાદ સમાપ્ત થતા જણાય સાથે જ જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી અને વડિલની સલાહ લઈ કોઈ નિર્ણય લેવો, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ બને અને દાન-પુણ્યનો લાહ્વો મળે.

  • કાર્યક્ષેત્ર: પડતર કાર્ય આગળ વધે, વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ સારો જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર:  ॐ कपालिने नमः

મકરઃ આજે મહત્વના કાર્યમાં પ્રગતિ જણાય સાથે જ કોઈ અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, સામાજિક સંબંધમાં મીઠાશ વધે પરંતુ બિનજરૂરી બાબતમાં દલીલબાજી ટાળવી, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય.

  • કાર્યક્ષેત્ર: સહયોગી સાથે પ્રેમથી વ્યવહાર કરવો, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
  • નાણાકીય: આવક વધે સાથે જ આર્થિક મુંઝવણ દૂર થાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • આજનો મંત્ર: ॐ कामारये नमः

કુંભઃ આજે આપની સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે સાથે જ આવક જાવક નું પલ્લું જળવાઈ રહે, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
  • પરિવાર: કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં ઈચ્છીત પરિણામ જણાય.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ कृपानिधये नमः

મીનઃ આજે ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય સાથે જ આપના પડતર પ્રશ્નો વધુ લંબાતા જણાય, નવસર્જન ના વિચાર આવે, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો તેમજ આપના કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ, ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે સાથે જ નવી યોજનાનું આયોજન સંભવ બને,
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર:    परशुहस्ताय नमः
You cannot copy content of this page