Only Gujarat

International TOP STORIES

પ્રેમીકાએ બેવફા પ્રેમીને એવો પાઠ ભણાવ્યો કે જાણીને લોકોના ઉડી જશે હોશ

દુનિયામાં પ્રેમને સૌથી સુંદર સંબંધ માનવામાં આવે છે. પરંતુ આ સંબંધમાં ઘણીવાર ધોખેબાજી પણ થાય છે. જ્યારે દિલ તૂટે છે ત્યારે કોઇ આંસુ બહાવે છે તો કોઇ અફસોસ કરે છે. પરંતુ ચીનમાં રહેતી એક મહિલાએ પોતાના બેવફા પ્રેમીને પાઠ ભણાવવાનો નિર્ણય લીધો. મહિલાને જ્યારે જાણ થઇ કે તેનો પ્રેમી તેને દગો આપે છે તો તેણીએ બદલો લેવા અનોખી રીત અપનાવી. તેણીએ પ્રેમીના ઘરે એક ટન એટલે કે એક હજાર કિલો ડુંગળી મોકલી. પ્રેમી જ્યારે પોતાના ઘરે આવ્યો તો જોયું કે તેના ઘરે ડુંગળી ભરેલા કોથળા પડ્યા છે તો તે ચોંકી ગયો. ડુંગળીની સાથે પ્રેમીકાએ એક પત્ર પણ લખ્યો. આ અજીબો ગરીબ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

પ્રેમમાં દગાબાજીની આ કહાની ચીનની છે. અહીં રહેતી મિસ જહાઓને જાણ થઇ કે તેનો પ્રેમી તેની સાથે દગાબાજી કરી રહ્યો છે તો તેના દુઃખની કોઇ સીમા ન રહી. શરૂઆતમાં તો તે ખુબ જ રડી, પરંતુ ત્યારબાદ તેણીએ બદલો લેવાનું નક્કી કર્યું.

જુહાઓએ પોતાના પ્રેમીના ઘરે ઓનલાઇન પાર્સન મોકલ્યું. આ પાર્સલમાં એક ટન ડુંગળી હતી. ડિલિવરી બોય એક હજાર કિલો ડુંગળી દગાબાજ પ્રેમીના ઘરે ઉતારી આવ્યા.

યુવતીનો આરોપ છે કે તેનો પ્રેમી રિલેશનશિપમાં ચીટ કરી રહ્યો છે. જ્યારે યુવતીએ આ વાતની તપાસ કરી તો તેણીને વિશ્વાસ આવી ગયો અને બાદમાં બ્રેકઅપ કરી લીધું.

યુવતીએ પોતાના પ્રેમીને એક હજાર કિલો ડુંગળી મોકલવાની સાથે એક લેટર પણ લખ્યો. આ લેટરમાં લખ્યું કે તે છેલ્લા ત્રણ દિવસથી રડી રહી છે. હવે આ ડુંગળીથી તે પણ રડે.

તો સમગ્ર મામલે દગાજાબ પ્રેમીનું કહેવું છે કે તેની એક્સ ગર્લફ્રેન્ડ પાગલ છે તે ખુબ જ ડ્રામેટિક હોવાના કારણે તે તેની સાથે બ્રેકઅપ કર્યું છે. જાણકારી પ્રમાણે બંને છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યાં હતા. આ તસવીરો ચીનના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે જ્યાંથી તે દુનિયાભરમાં વાયરલ થઇ રહી છે.

જ્યારે યુવતીની જાણ થઇ કે બ્રેકઅપ બાજ યુવકને કોઇ અફસોસ નથી અને તેને આંસુ પણ નથી આવ્યા તો તે ચોંકી ગઇ. એવામાં તેણીએ ઓનલાઇન યુવકના ઘરે ડુંગળી મોકલાવી દીધી.

યુવકના ઘરની બહાર ડિલિવરી બોય ચાર કલાક સુધી ઉભો રહ્યો. જ્યારે તે ન આવ્યો તો ડિલિવરી મેન તેના ઘરની બહાર જ એક હજાર કિલો ડુંગળી નાખી જતો રહ્યો.

યુવકના ઘરની બહાર ડિલિવરી બોય ચાર કલાક સુધી ઉભો રહ્યો. જ્યારે તે ન આવ્યો તો ડિલિવરી મેન તેના ઘરની બહાર જ એક હજાર કિલો ડુંગળી નાખી જતો રહ્યો.

You cannot copy content of this page