Only Gujarat

National

દીકરીના જન્મ પર પાણીપુરીવાળાએ આખા શહેરને ખવડાવી પાણીપુરી

દીકરીના જન્મ પર એક પિતાએ એ રીતે ઉજવણી કરી કે આખા દેશમાં તેની ચર્ચા છે. ઘરમાં લક્ષ્મીનો જન્મ થયો પછી પિતાએ પરિવાર સહિત આસપાસના લોકોને 50 હજાર પાણપુરી ફ્રીમાં જમાડી હતી. તેણે પાંચ કલાક સુધી 10 સ્ટોલ લગાવ્યા હતા.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના કોલાર રોડ પર રહેતા અંચલ ગુપ્તાના ઘરમાં 17 ઓગસ્ટના રોજ દીકરીનો જન્મ થયો હતો. તેમણે દીકરીનું નામ અનોખી રાખ્યું છે. તેમને બે વર્ષનો દીકરો પણ છે. દીકરીના જન્મ પહેલાં જ તેમણે નક્કી કર્યું હતું કે અલગ રીતે સેલિબ્રેશન કરશે. આ સાથે જ એ સંદેશો આપવા માગતા હતા કે દીકરીથી મોટી ખુશી જીવનમાં નથી.

પત્ની તથા પરિવારની સલાહ પર એક દિવસ માટે પાણીપુરી ફ્રી કરવાનો નિર્ણય કર્યો હતો. 12 સપ્ટેમ્બરના રોજ બપોરે એકથી સાંજના છ વાગ્યા સુધી દુકાન પર આવનારા તમામ ગ્રાહકોને મફતમાં પાણીપુરી ખવડાવી હતી. વધુમાં વધુ લોકો ફ્રીમાં પાણીપુરી ખાઈ શકે તે માટે 10 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. પરિવાર તથા મિત્રોએ પૂરતો સહયોગ આપ્યો હતો. પાંચ કલાક દરમિયાન 50 હજાર પાણીપુરી લોકોએ ખાધી હતી. દુકાનની બહાર ટેન્ટ પણ લગાવવામાં આવ્યા હતા.

ભગવાન પાસે દીકરી માગી હતીઃ અંચલે કહ્યું હતું કે તેણે ભગવાન સામે દીકરીનો જન્મ થાય તેવી પ્રાર્થના કરી હતી. પહેલીવાર દીકરો થયો પરંતુ બે વર્ષ બાદ ઘરમાં દીકરીનો રણકાર સાંભળવા મળ્યો હતો.

પાણીપુરીનો ધંધોઃ અંચલ મૂળ રાયસેનની દેવરીમાં રહે છે. તે કોલારમાં છેલ્લાં 14 વર્ષથી પાણીપુરીનો ધંધો કરે છે. સામાન્ય રીતે રોજની 5 હજાર પાણીપુરી વેચાય છે. તેની પાણીપુરીના હંમેશાં વખાણ થાય છે.

You cannot copy content of this page