Only Gujarat

National

એન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો

એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી અમીર બિઝનેસ મેનમાં સામેલ અનિલ અંબાણી આજે ગળા સુધી દેવામાં ડૂબેલા છે. તેમની સ્થિતિ એવી થઈ ગઈ છે કે દેવું ન ચૂકવી શકવાના કારણે ચીનની ત્રણ બેંકોએ દુનિયાભરમાં ફેલાયેલી તેમની સંપત્તિને વેચવાની કાર્રવાઈ કરવાનો નિર્ણય લીધો છે. અનિલ અંબાણી પર ચીનની ત્રણ બેંક ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઑફ ચાઈના, એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ બેંક ઑફ ચાઈના અને ડેવલપમેન્ટ બેંક ઑફ ચાઈનાના 716 મિલિયન ડૉલર(લગભગ 5, 276 કરોડ રૂપિયા)નું દેવું બાકી છે. આ મામલો યૂકેની કોર્ટમાં ચાલી રહ્યો છે. યૂકેની કોર્ટને અનિલ અંબાણીએ કહ્યું કે તેની પાસે દેવું ચૂકવવાના પૈસા નથી અને તે પરિવારના ઘરેણાં વેચીને કોર્ટને ખર્ચ આપી રહ્યા છે.

હાલ, યૂકેની કોર્ટે અનિલ અંબાણીને તમામ પૈસા વ્યાજ અને કાયદાકીય ખર્ચને જોડીને ચૂકવવાનો આદેશ કર્યો છે. જણાવી દઈએ કે ભારતના યસ બેંકનું દેવું ન ચૂકવી શકવાના કારણે બેંકે સાંતાક્રૂઝમાં આવેલી કંપનીની મુખ્ય ઑફિસ પર તાળું મારી દીધું હતું. જો કે, હવે અનિલ અંબાણીનું કહેવું છે કે તેની પાસે પૈસા નથી અને નેટવર્થ ઝીરો થઈ ગઈ છે. જો કે તો પણ તેમની લાઈફસ્ટાઈલ તો શાનદાર જ છે.

અહેવાલ મુજબ અનિલ અંબાણી જે ઘરમાં રહે છે, તે ભારતનું બીજું સૌથી મોંઘું ઘર છે. તેની કિંમક 5 હજાર કરોડ છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે અનિલ અંબાણીના એ ઘરની તસવીરો જેને ફાઈનાન્સિયલ સર્વિસ કંપની IIFLએ 2018માં ભારતના સૌથી મોંઘા ઘરની યાદીમાં બીજા નંબર પર રાખ્યું હતું.

એક રિપોર્ટ પ્રમાણે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં બનેલું અનિલ અંબાણીનું અબોડ 16000 સ્કવેર ફિટમાં બનેલું છે. ઘરની ઉંચાઈ 70 મિટર છે. અનિલ અંબાણી તેની ઉંચાઈ 150 મીટર રાખવા માંગતા હતા પરંતુ તેની પરવાનગી નહોતી મળી. આ ઘરમાં જિમ, સ્વિમિંગ પૂલ સહિતની અત્યાધુનિક સુવિધાઓ છે. આ ઘર તેમના મોટાભાઈ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા બાદ દેશનું સૌથી મોંઘું ઘર છે.

મુકેશ અંબાણીના એન્ટીલિયાથી મોંઘું ઘર હજી સુધી દેશમાં નથી બન્યું. ત્રીજા નંબર પર જેકે હાઉસ છે. જેની કિંમત 710 કરોડ રૂપિયા છે. તો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ઘરની કિંમર 250 કરોડ રૂપિયા છે.

અનિલ અંબાણીના આ ઘરમાં તમાં પ્રકારની સુવિધાઓ છે. આ ઘર ખૂબ જ મોટું છે અને તેની દેખરેખમાં ઘણો ખર્ચ આવે છે. આખા ઘરમાં અનેક શાનદાર ઓરડા છે, પરંતુ અહીં માત્ર અનિલ અંબાણી અને તેનો પરિવાર જ રહે છે.

અનિલ અંબાણીનું આ ઘર કોઈ શાનદાર મહેલથી ઓછું નથી. તેની આંતરિક સજાવટ પર ખૂબ જ ખર્ચ કરવામાં આવ્યો છે. ઘરમાં અનેક મોટા હૉલ છે. જે સુસજ્જિત છે.

અનિલ અંબાણીના આ ઘરની ઈન્ટીરિયર ડિઝાઈન જોવા જેવી છે. જાણકારી પ્રમાણે, અનિલ અંબાણીએ વિદેશના ઈંટીરિયર ડિઝાઈનર્સ પાસે પોતાના ઘરની સાજ સજ્જા કરાવી છે. તે એક શાહી મહેલ જેવું છે.

અનિલ અંબાણી મોંઘી વસ્તુઓના શોખીન છે. આમ તો કહેવામાં આવે છે કે તેઓ વધુ તડક-ભડક વાળી વસ્તુઓ પસંદ નથી કરતા. પરંતુ ઘરની સાજ સજાવટ માટે તેણે દુનિયાની બેશકીમતી ચીજો મંગાવી છે. ઘરમાં જે ફર્નિચર્સ છે, તે તમામ મોંઘા ઈન્ટરનેશનલ બ્રાન્ડના છે.

અનિલ અંબાણી અને તેના વાઈફને એન્ટીક ડિઝાઈન પસંદ છે. ઘરની આંતરિક સાજ સજાવટમાં એન્ટીક શૈલીની ઝલક મળે છે. અનિલ અંબાણીએ ઘરની સાજ-સજ્જમાં અલગ-અલગ કલર સ્કીમનો ઉપયોગ કર્યો છે. ઘરના અલગ-અલગ રૂમની ડિઝાઈન અને કલર સ્કીમ અલગ-અલગ છે.

અનિલ અંબાણીના આ ઘરની દેખરેખનો ખર્ચ ખૂબ જ વધારે છે. જેના માટે ડઝનબંધ સ્ટાફ છે. તેનું વીજળીનું બિલ જ 8 મહિનાનું 60 લાખ છે. જ્યારે યૂકેની કોર્ટે બિલની ચૂકવણી વિશે પુછ્યું તો અનિલ અંબાણીએ કહ્યું કે, વીજ કંપની વધારે ભાવ લઈ રહી છે.

You cannot copy content of this page