Only Gujarat

National

બાળપણનો પ્રેમ મેળવવા 4 વાર ઘરેથી ભાગી યુવતી, પોલીસ સ્ટેશનમાં જઈને કર્યાં લગ્ન

બિહારના પટનાના રોહતાસ જિલ્લામાં ડેહરી સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ગત શુક્રવારે લગ્ન મંડપમાં પરિવર્તિત થઈ ગયું હતું. મહિલા પોલીસ સ્ટેશનના પરિસરમાં મંત્રોચ્ચાર કરીને એક પ્રેમી કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. આ દરમિયાન પ્રેમીએ પોતાની પ્રેમિકાની માંગમાં સિંદૂર ભર્યું અને સાત ફેરા લઈને લગ્ન સંપન્ન કર્યા હતાં.


મહિલા થાનાધ્યક્ષ માધુરી કુમારીએ જણાવ્યું કે, ‘ટંડવા ગામના પ્રેમી અભયકાંત અને પડ્ડહાર ગામની પ્રેમિકા પ્રિયંકા વચ્ચે ઘણાં વર્ષોથી પ્રેમ સંબંધ હતો. પણ છોકરા અને છોકરીવાળાઓ લગ્નના પક્ષમાં હોતા નથી. ત્યારે છોકરીએ લગ્નની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. આ પછી છોકરાને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.


છોકરાએ પોતાના તરફથી લગ્નની સહમતિ આપી હતી. બંનેના લગ્નની સહમતિ પછી તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પછી હિન્દુ રીતિ-રિવાજ મુજબ બંનેના વિધિવત લગ્ન કરાવવામાં આવ્યા હતાં.


કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન માટે પ્રેમી અને પ્રમિકાના પરિજનો તૈયાર નહોતાં. લગ્ન માટે પ્રેમિકા પોતાના ઘરેથી 4વાર ભાગી ગઈ હતી. પણ લગ્ન સમયે બંનેના પક્ષથી પરિજનો પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહ્યા.


માધુરી કુમારીએ જણાવ્યું હતું કે, લગ્ન કરાવવાનો નિર્ણય કરતાં જ પોલીસે સામાન લઈ લીધો અને પંડિતજીને બોલાવવામાં આવ્યા હતાં.આ દરમિયાન મહિલા પોલીસ અને મહિલા સિપાહીની હાજરીમાં પ્રેમી-પ્રેમિકાના લગ્ન કરાવવામાં આવ્યા હતાં.

You cannot copy content of this page