Only Gujarat

International TOP STORIES

કેટલા દિવસ પછી મળશે કોરોનાની વેક્સિન, ડબલ્યૂએચઓએ કહી આ વાત

વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા ચેપ વચ્ચે, લોકો તેની રસીની રાહ જોઈ રહ્યા છે. દરરોજ, વધતા જતા ચેપના કેસો અને મૃત્યુનાં આંકડાઓ વિશ્વભરમાં ચિંતાઓ ઉભી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેની રસીને લગતા સંશોધનમાં સફળતા મળવાના સમાચારથી થોડી રાહત મળી રહી છે. વિશ્વભરમાં 120થી વધુ રસી ઉપર કામ થઈ રહ્યુ છે અને 21 થી વધુ રસીઓ ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે. ભારતમાં બે રસીના માનવ પરીક્ષણો શરૂ થઈ ચૂક્યુ છે. બીજી તરફ, બ્રિટન, ચીન, રશિયા, અમેરિકા અને અન્ય દેશો પણ રસી બનાવવાની ખૂબ નજીક છે. કેટલાકે તો ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન રસી લાવવાનો દાવો પણ કર્યો છે. પરંતુ આ મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો અલગ મત છે.

કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે તૈયાર કરવામાં આવતી ઘણી રસીઓ તેમના ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, તેઓ વહેલી તકે બજારમાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) નું માનવું છે કે 2021 ના પ્રારંભિક મહિનાઓ પહેલાં બજારમાં કોઈ રસી ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખી શકાય નહીં.

ડબ્લ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઇક રેયોને કહ્યું, “અમે એ વાતનો પુરતો પ્રયાસ કરી રહ્યા છીએકે, વેક્સિનનાં વિતરણમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. જેથી કોરોના રોગચાળાના સંક્રમણને જલ્દીથી રોકી શકાય. આ વાયરસના નવા કેસો લગભગ સમગ્ર વિશ્વમાંથી આવતા હોવાના કારણે, તે મહત્વનું છે કે જે પણ રસી પહેલા તૈયાર કરવામાં આવે છે, તેની ઉપલબ્ધતા યોગ્ય રીતે સુનિશ્ચિત થવી જોઈએ.

કોરોના રસી અંગે માઇકે કહ્યું છે કે અમે રસી બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધી ત્રણ અલગ અલગ રસી, પરીક્ષણના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. તે ઉત્સાહજનક વાત છે કે આમાંથી કોઈ પણ રસીની માનવ શરીર પર કોઈ મોટી આડઅસર કે ખતરો જોવા મળી રહ્યો નથી. આ એક મોટી સિદ્ધિ તરફ પ્રગતિના સંકેતો છે.

જો કે, તેમણે કહ્યું કે અમે આવતા વર્ષે એટલે કે 2021 ની વહેલી તકે લોકોના રસીકરણની અપેક્ષા કરી શકતા નથી. કારણ કે બધી જરૂરી પ્રક્રિયાઓ થવા માટે અને દરેકને આ રસીની પહોંચ સુનિશ્ચિત કરવામાં લાંબો સમય લાગશે.

ઇમરજન્સી પ્રોગ્રામના હેડ મુજબ, ડબ્લ્યુએચઓ એ વાતનોપુરો પ્રયાસ કરી રહ્યુ છેકે, જો પણ વેક્સિનના સૌથી પહેલાં પોઝીટીવ પરિણામો આપશે, તેના ઉત્પાદનને વધુમાં વધુ વધારી શકાશે. જેથી રસી શક્ય તેટલી વહેલી તકે સમગ્ર વિશ્વના લોકોને પહોંચાડી શકાય. તે પણ મહત્વનું છે.

તે જાણીતું છે કે પાછલા દિવસોમાં, રશિયાની સેચિનોવ યુનિવર્સિટીએ વહેલી તકે રસી લોન્ચ કરવાનો દાવો કર્યો હતો. રશિયાની રસી ટ્રાયલનાં અંતિમ તબક્કામાં છે. જ્યારે, બ્રિટીશ રસીએ પણ માનવ પરીક્ષણના બંને તબક્કાઓના પોઝીટીવ પરિણામો આપ્યા છે અને તેનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. અહીં, બે ચીની રસી પણ સફળતાની નજીક છે. જ્યારે ભારતમાં બે રસીના હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ચૂક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page