મુંબઈઃ સિંગર નેહા કક્કર અત્યારે ટીવી શો ‘ઈન્ડિયન આઈડલ’ને જજ કરી રહી છે. આ સમય દરમિયાન સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય સાથે લગ્નની ચર્ચા થઈ રહી છે. જોકે, આ લગ્ન રિયલમાં થવાના છે કે નહીં તે તો ખ્યાલ નથી પરંતુ નેહા કક્કર અવારનવારમાં ચર્ચામાં રહે છે.
હિમાંશ કોહલી સાથે બ્રેકઅપઃ નેહા કક્કર તથા હિમાંશ કોહલીના સંબંધો ઘણાં જ ચર્ચામાં રહ્યાં હતાં. નેહાએ એક શોમાં હિમાંશ કોહલીને પ્રપોઝ કર્યું હતું. બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતાં. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં બંને એકબીજાની તસવીરો પોસ્ટ કરતાં હતાં. જોકે, રિલેશનશિપના થોડાં સમય બાદ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.
ડિપ્રેશનમાં હતી નેહાઃ બ્રેકઅપ બાદ નેહા એકદમ ડિપ્રેશનમાં જતી રહી હતી. નેહાએ જાહેરમાં હિમાંશ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. તે જ રીતે તેણે ઈન્સ્ટાગ્રામમાં હિમાંશ સાથેના બ્રેકઅપની વાત કરી હતી. નેહાએ પોતાના ચાહકોને થોડો સમય પ્રાઈવસી આપવાની વાત કરી હતી.
યુઝર્સને નેહાને ક્રાઈ બેબી કહીઃ નેહા કક્કરનું જ્યારે બ્રેકઅપ થયું ત્યારે ડિપ્રેશનમાં હોવાની વાત કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ક્રાઈ બેબી કહી હતી.
સ્પર્ધકે જબરજસ્તી કિસ કરી હતી: ‘ઈન્ડિયન આઈડલ 11’ના એક સ્પર્ધકે નેહાને કિસ કરી હતી. ખરી રીતે, સ્પર્ધક નેહાનો જબરજસ્ત ફૅન હતો અને તે નેહાને મળવા ઈચ્છતો હતો નેહા જ્યારે સ્ટેજ પર આવી તો સ્પર્ધકે તેને આલિંગ આપ્યું હતું અને પછી જબરજસ્તી કિસ કરી લીધી હતી.
14 ફેબ્રુઆરીએ લગ્નની ચર્ચા: નેહા કક્કર તથા આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના મતે, બંને 14 ફેબ્રુઆરીએ લગ્ન કરે તેવી શક્યતા છે. બંને બેચલર પાર્ટી પણ આપવાના છે.