Only Gujarat

FEATURED International

દુનિયાભરમાં કોરોનાનો કાળો કહેર, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ધડાકો, ખાત્મો ટૂંક સમયમાં

મોસ્કો: કોરોના વાયરસનો કહેર હાલ આખી દુનિયામાં યથાવત છે. અત્યાર સુધીમાં 1.7કરોડ કેસ સામે આવી ચૂક્યાં છે. 6 લાખ લોકો મોતથી પ્રભાવિત થયા છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર હાથ ધોવાની સાથે સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવે છે. તેમજ કોરોનાને લઇને જુદા જુદા દાવા સામે આવી રહ્યાં છે. આ મુદ્દે રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ પાણીથી સંપૂર્ણ રીતે ખત્મ થઇ જાય છે.

રશિયાના સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ વાયાટેક્નોલોજીમાં દાવો કરાયો છે કે, આ રિસર્ચમાં ડોક્ટરે જણાવ્યું કે, 72 કલાકમાં પાણીથી આ વાયરસને ખતમ કરી શકાય છે. આ સાથે રિસર્ચર્સનો દાવો છે કે વાયરસનું સ્વરૂપ સીધી રીતે પાણીના તાપમાન પર અસર કરે છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ 90 ટકા વાયરસના કણ રૂમમા રાખેલા સામાન્ય ટેમ્પરેચરમાં પણ 24 કલાકમાં મરી જાય છે. આ સાથે ઉકળતા પાણીમાં તો કોરોના વાયરસ તરત જ નાશ પામે છે. કેટલીક સ્થિતિમાં કોરોના વાયરસ પાણીમાં પણ જીવિત રહી શકે છે. જો કે તાજા પાણીમાં નથી વધતો.

વૈજ્ઞાનિકોને દાવો છે કે સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાચ, પ્લાસ્ટિક અને સિરેમિકની સપાટી પર 48 કલાક સુધી કોરોના વાયરસ સક્રિય રહે છે. જો કે તે એક જગ્યાએ જ ટકી નથી રહેતો. આટલું જ નહીં કેટલાક ઘરેલુ કીટનાશક પણ આ વાયરસને ખતમ કરી શકે છે.


રિસર્ચ મુજબ 30% કોન્સન્ટ્રેશનમાં એથિલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અડધી મિનિટમાં એક લાખ કણોને મારી શકે છે. જો કે પહેલાના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોનાના એક લાખ કણોને મારવા માટે 60%થી વધુ કોન્સન્ટ્રશનના એથિલ અને આઇસોપ્રોપાઇલની જરૂરિયાત હોય છે.

આ સિવાય સપાટીને સાફ કરવા માટે ક્લોરિન પણ કારગર સાબિત થયું છે. તે અન્ય વાયરસને પણ ત્રણ સેકેન્ડમાં ખત્મ કરે છે.

You cannot copy content of this page