અજય દેવગનની દીકરી ખાસ ફ્રેન્ડ સાથે મદહોશ અંદાજમાં જોવા મળી

બોલિવૂડ અભિનેતા અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન દુબઈમાં પોતાના ખાસ મિત્રોની સાથે નવા વર્ષની ઉજવણી કરતાં જોવા મળી હતી. જેની તસવીરો ન્યાસાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે બહુ જ બોલ્ડ હતી અને હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

આ તસવીરો ન્યાસા દેવગનએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેનો સુપર હોટ અવતાર જોવા મળી રહ્યો છે. તસવીરોમાં બ્લેક ડીપનેક ડ્રેસ પહેરી ન્યાસા પોતાના મિત્રોની સાથે જોરદાર પાર્ટી કરતી જોવા મળી રહી છે. ન્યુ યર પાર્ટીમાં ન્યાસા તેના મિત્ર ઓરહાન અવાત્રામણિ સાથે જોવા મળી હતી.

આ ઉપરાંત વેદાંત મહાજન પણ એક વાર ફરી તેની સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. તસવીરોમાં અંદાજ લગાવી શકાય છે કે, ન્યાસાએ આ ન્યુ યરનું વેલકમ બહુ જ ધૂમધામથી કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ન્યાસા ફેમસ સ્ટારકિડ્સમાંથી એક છે. જેની તસવીરો રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

સ્ટાર કપલ અજય દેવગન અને કાજોલ કોઈ પાર્ટી અને ઈવેન્ટમાં ઓછા દેખાય છે. પરંતુ તેમની લાડલી પુત્રી ન્યાસા દેવગન મોટા ભાગની પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. ન્યાસાને પાર્ટી કરવી બહુ જ પસંદ છે. તેની તસવીરોને કારણે તે સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચામાં રહે છે. ન્યુ યર પર ન્યાસા મિત્રોની સાથે સેલિબ્રેટ કરતાં જોવા મળી હતી.

ન્યાસા દુબઈમાં પોતાના મિત્રોની સાથે એન્જોય કરી રહી છે. તેમના મિત્ર ઓરહાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની ઝલક બતાવી હતી. અજય દેવગનની પુત્રી ન્યાસા ન્યુ યર પાર્ટીમાં ડીપ નેકલાઉનનો બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેણે નેચરલ મેકઅપ કર્યો હતો અને પિંક કલરની લિપસ્ટિક લગાવી હતી. ન્યાસા અને ઓરહાનની સાથે તેમના મિત્રો પણ જોવા મળ્યા હતાં.

બોલ્ડ લુકમાં જોવા મળી રહેલ ન્યાસા દેવગનને તેના કપડાંને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું કે, નશો ચઢી ગયો છે જે શિષ્ટાચારને ફેંકી દીધા છે. જ્યારે બીજા યુઝરે કહ્યું કે, તમામ ડ્રિંક કર્યાં હોય તેવું લાગે છે. વધુ એક યુઝરે લખ્યું કે, ગંદકી ફેલાવી રહી છે.

ઓરહાન અને ન્યાસાની વચ્ચે ઘણાં સમયથી સારું બોન્ડિંગ ચાલી રહ્યું છે. બન્ને ઘણીવાર એકસાથે જોવા મળી રહ્યાં છે. ન્યુ યર સેલિબ્રેશન માટે થોડા દિવસ પહેલા જ દુબઈ માટે રવાના થયા હતાં. ઓરહાને આ પહેલા એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં ન્યાસા, વેદાંત મહાજન, ગુરૂ રંધાવા પણ જોવા મળ્યા હતાં.