Only Gujarat

International

પ્રવાસીઓ પણ ગામમાં રહેવું પડે છે નિર્વસ્ત્ર, તો પણ મોજથી કરે છે લોકો

આપણા દેશની સંસ્કૃતિમાં નિર્વસ્ત્ર રહેવું તે પાપ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ નિર્વસ્ત્ર થવું તો દૂર, નિર્વસ્ત્ર થઇને સ્નાન પણ ના કરવું જોઈએ. પરંતુ દેશ અને દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે કે જ્યાં લોકો હંમેશાં કપડાં વિના જ રહે છે. બ્રિટનમાં એક નાનું ગામ છે જ્યાં લોકો હંમેશાં કપડાં વિના જ રહેવાનું પસંદ કરે છે. વિદેશમાં જ નહિ, આપણા દેશમાં પણ આંદામાનના એક ટાપુમાં રહેતા જારવા જાતિના લોકો પણ નિર્વસ્ત્ર રહે છે. આ આદિવાસી વિસ્તાર છે. આ લોકોનો સંપર્ક બહારની દુનિયાથી છૂટી ગયો છે અને તેઓ માનવ સભ્યતા વિશે કશું જ જાણતા નથી. હાલ, બ્રિટનમાં તે ગામના લોકો સંપૂર્ણ શિક્ષિત હોવા છતાં તેમ કરે છે. ચાલો જાણીએ કે આ ગામમાં આવું કેમ છે અને અહીંના લોકો કેમ આ કરે છે?

અહીં લોકો 85 વર્ષથી નિર્વસ્ત્ર રહે છે
એવું કહેવામાં આવે છે કે અહીંનું આખું ગામ જ નિર્વસ્ત્ર અવસ્થામાં રહે છે. પુરુષ હોય કે સ્ત્રી, બાળકો હોય કે વૃદ્ધ કોઈ પણ લોકો અહીં કપડાં પહેરતા નથી. આ જગ્યા બ્રિટનના હર્ટફોર્ડશાયરના બ્રીકેટવુડનું એક નાનું ગામ સ્પીલપ્લાત્ઝ છે, જ્યાં છેલ્લા 85 વર્ષથી લોકો નિર્વસ્ત્ર જ રહેતા આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમાં તેઓને કંઇપણ અસહજ લાગતું નથી.

પ્રવાસીઓ માટે વિશેષ નિયમો છે
પ્રવાસીઓ પણ આ અનોખા ગામને જોવા આવે છે. અહીં આવી મકાન ભાડેથી લઈને રજાઓ ગાળવા આવે છે. અહીં આવીને પ્રવાસીઓએ પણ નિર્વસ્ત્ર જ રહેવું પડે છે અને અહીંના વિશેષ નિયમોનું પાલન કરવાનું હોય છે. અહીં આ લોકોએ પોતાના માટે પબ, સ્વિમિંગ પુલ અને ક્લબની પણ વ્યવસ્થા કરી છે.

કોણે તૈયાર કર્યું ગામ
માનવામાં આવે છે કે આ વિચિત્ર ગામને પ્રસ્થાપિત કરવાનો શ્રેય ઈસુલ્ટ રિચર્ડસનને જાય છે. તેમણે આ ગામની શોધ 1929માં કરી હતી. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે શહેરની ઝગમગાટથી દૂર એક ગામમાં પ્રકૃતિની નજીક રહીને જીવન પસાર કરશે. ત્યારથી અહીં લોકો આરામથી કપડાં વિના જ તેમનું જીવન વિતાવે છે. રસપ્રદ વાત એ છે કે જે એકવાર આ ગામમાં આવે છે અને સ્થાયી થાય છે તે અહીંથી બીજે ક્યાંય જતા નથી. જો તેમને શહેરમાં કોઈ સામાન લેવા જવાની જરૂર પણ હોય તો, તેઓ કપડાં પહેરીને શહેર જાય છે અને પછી પાછા આવીને અહીં નિર્વસ્ત્ર થઈ રહે છે.

ઠંડીમાં કપડાં પહેરવાની સ્વતંત્રતા
એવું નથી કે શિયાળાના દિવસોમાં પણ લોકોને નિર્વસ્ત્ર રહેવું પડે. અહીં લોકોને ઠંડીમાં કપડાં પહેરવાની આઝાદી છે. જો લોકોને ઠંડી લાગે અથવા કપડાં પહેરવાની ઇચ્છા થાય તો લોકો અહીં કપડા પહેરી શકે છે. આ લોકો એક સાથે ખૂબ જ હળી-મળીને રહે છે.

શરૂઆતમાં થયો વિરોધ
શરૂઆતમાં ઘણા લોકો અને સામાજિક સંસ્થાઓએ આ ગામના લોકોનો વિરોધ કર્યો હતો. પરંતુ દરેકને સ્વતંત્રતા સાથે જીવવાનો અધિકાર છે, તેથી જ વિરોધ બંધ થઈ ગયો અને લોકો નિર્વસ્ત્ર થઇ જીવન જીવે છે. છેલ્લા 85 વર્ષથી આ ગામના લોકો આ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. પ્રાકૃતિક સ્થિતિમાં જ જીવે છે.

You cannot copy content of this page