Only Gujarat

Bollywood

મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂરને આ રીતે આપી બર્થ-ડેની શુભેચ્છા

મુંબઈઃ અર્જુન કપૂરના 35માં બર્થ ડે પર ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાએ તેમને એક અલગ અંદાજમાં જન્મદિવસ વિશ કર્યો છે. મલાઇકાએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂર સાથેનો ફઓટો શેર કર્યો હતો. પહેલા ફોટોમાં અર્જુન-મલાઇકા અને તેમની એક ફ્રેન્ડ જોવા મળી રહી છે. જ્યારે બીજા ફોટોમાં માત્ર અર્જુન કપૂર જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં મલાઇકાએ લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે માય સનસાઇન અર્જુન કપૂર’.

અર્જુન કપૂર અને મલાઇકાએ ગયા વર્ષે તેમની રિલેશનશિપને ઓફિશિયલ જાહેર કરી હતી. ત્યારે બંનેએ એકબીજા સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. તે દિવસે અર્જુન કપૂરેનો જન્મ દિવસ હતો.

અર્જુન અને મલાઇકાએ ભલે તેમના સંબંધને ઓફિશિયલી સ્વીકાર કર્યો હોય, પણ તેમના ફેન્સ બંનેને લગ્નના સંબંધમાં બાંધાયેલા જોવા માગે છે. આ કારણે જ સોશિયલ મીડિયા પર અનેકવાર અર્જુન અને મલાઇકાના લગ્નના સમાચાર સામે આવતા રહે છે.

મલાઇકાએ કરણ જોહરના ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’માં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે અર્જુન કપૂરને પસંદ કરે છે. તો સોશિયલ મીડિયા પર મલાઇકા અને અર્જુન એક બીજાના વખાણ પણ કરતાં જોવા મળે છે. મલાઇકા ઉંમરમાં અર્જુન કપૂર કરતાં 12 વર્ષ મોટી છે. મલાઇકા અરોરા 45 વર્ષની છે અને અર્જુન કપૂર 35 વર્ષનો છે.

અર્જુન કપૂર અને મલાઇકા અનેકવાર સાથે જોવા મળ્યા છે. ક્યારેક બંને ડિનર પછી રેસ્ટોરાંની બહાર સ્પોત થયા છે તો ક્યારેક પબ્લિક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પ્રિ-વેડિંગ ફંક્શન માટે પણ બંને સાથે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા.

અર્જુન કપૂરને થોડાં દિવસ પહેલાં તેના એક ફેન્સે તેમના લગ્ન વિશે સવાલ કર્યો હતો. જેના જવાબમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘જ્યારે લગ્ન કરીશ તમને બધાને જણાવી. અત્યારે કોઈ પ્લાન નથી. અર્જુને વધુમાં કહ્યું કે, ‘અત્યારે લગ્ન થાય તો પણ કેવી રીતે, અને કરવા છે તો કેવી રીતે કરું?’

મલાઇકાએ તેમની લવ લાઇફ વિશે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ બીજીવાર પ્રેમમાં પડવા માગે છે, એક સંબંધમાં આવવા માગે છે. કોઈ પણ તેમની આખી જિંદગી એકલા રહેવા માગતુ નથી. ભલે મારી નજીકના લોકોએ જેમ-તેમ કીધું હોય, પણ મને ખુશી છે કે મેં મારી પસંદગી સમજી વિચારીને કરી છે.’

મલાઇકાએ નવેમ્બર 2019માં અર્જુન સાથે તેમના લગ્નનો પ્લાન શેર કર્યો હતો. નેહા ધૂપિયાના શૉમાં મલાઇકાએ કહ્યું હતું કે, ‘અમારી વ્હાઇટ લગ્ન સેરેમની (ક્રિશ્ચિયન રિવાજથી) બીચ પર થશે. મને બ્રાઇડમેડ્સનો કોન્સેપ્ટ હંમેશાથી પસંદ છે. તે મારી નજીકની ગર્લગેંગ (ફ્રેન્ડ્સ) હશે.

ઉલ્લેખનીય છે કે, મલાઇકાએ સલમાન ખાનના ભાઈ અરબાજ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતાં. જોકે, 19 વર્ષ પછી બંનેએ 2017માં છૂટાછેડા લીધા હતા. મલાઇકા અને અરબાજને 17 વર્ષનો દીકરો અરહાન છે. મલાઇકા સાથે છૂટાછેડા પછી અરબાજ અત્યારે મોડેલ અને એક્ટ્રસ જૉર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page