Only Gujarat

Bollywood

લંડનની ગલીઓમાં માથામાં હાથ ફેરવતી અનુષ્કાને મળ્યો ચાહક, આખરે કોણ છે એ?

મુંબઈઃ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથેની તસવીરો અવારનવાર શૅર કરતી હોય છે. હાલમાં વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડમાં છે. વિરાટ પોતાની સાથે પત્ની અનુષ્કા તથા દીકરી વામિકાને પણ લઈ ગયો છે. અનુષ્કા હાલમાં જ ઇંગ્લેન્ડની ગલીઓમાં પતિ સાથે ફરતી જોવા મળી હતી. આ તસવીર સાથે અનુષ્કાએ એક વાત પણ કહી હતી.

અનુષ્કાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કહ્યું હતું કે શહેરમાં બસ એમ જ ફરતી હતી. મારા હાથમાં વાળ ફેરવતી હતી અને ત્યારે જ એક ચાહકે મને જોઈ અને ફોટો ક્લિક કરવાનું કહ્યું. તે ઘણ જ ખુશ જોવા મળ્યો. ચાહકો માટે કંઈ પણ.

અનુષ્કાએ આ પોસ્ટ સાથે લાફિંગ ઇમોજી પણ શૅર કરી છે. હવે તમને વિચાર આવશે કે અનુષ્કાએ કયા ચાહકની વાત કરી છે? અનુષ્કાએ આ પોસ્ટમાં પતિ વિરાટ કોહલીને ચાહક ગમાવ્યો હતો.

અનુષ્કા વ્હાઈટ ટી શર્ટ, જીન્સ તથા ગ્રીન ઓવરકોટમાં જોવા મળે છે. તો વિરાટ કોહલીએ બેઝ રંગનું પેન્ટ તથા સ્વેટર પહેર્યું છે.

તસવીરોમાં અનુષ્કા તથા વિરાટના એક્સપ્રેશન જોવા લાયક છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ઇંગેલન્ડ સામેની પાંચ ટેસ્ટ સીરિઝ શરૂ થશે. જોકે, એ પહેલાં ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઇંગ્લેન્ડમાં અનુષ્કા તથા વિરાટે દીકરી છ મહિનાની થતાં તેનું સેલિબ્રેશન કર્યું હતું. ત્રણેય પાર્કમાં ગયા હતા.

You cannot copy content of this page