Only Gujarat

Bollywood FEATURED

ફેમસ સીરિયલ ‘CID’ના સ્ટાર કાસ્ટની આવી છે રિયલ ફેમિલી, જુઓ તસવીરો

મુંબઈઃ વર્ષ 1998માં શરૂ થયેલા ક્રાઇમ ફિક્શન શૉ CID ઘરે-ઘરે પોપ્યુલર છે. આ સિરિયલના કેરેક્ટરને પણ લોકો સારી રીતે ઓળખે છે. જોકે, સમયની સાથે-સાથે આ સિરિયલમાં અનેક કેરેક્ટર બદલાયા છે પણ, આજે અમે તમને CID સિરિયલના મુખ્ય કલાકારો વિશે જણાવીશું. લોકો વર્ષોથી આ કલાકારોને જોવે છે, પણ તેમના પરિવાર વિશે જાણતા નથી.

શિવાજી સાટમ
શિવાજી સાટમ CID સિરિયલમાં લીડ રોલ પ્લે કરતાં હતાં. CID સિરિયલમાં તે ACP પ્રદ્યુમનનો રોલ પ્લે કરતાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શિવાજી સાટમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં કેશિયરની નોકરી કરતાં હતાં. આ સિરિયલ સાથે તેમને અનેક બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શિવાજી સાટમને એક દીકરો પણ છે.

શિવાજી સાટમ
શિવાજી સાટમ CID સિરિયલમાં લીડ રોલ પ્લે કરતાં હતાં. CID સિરિયલમાં તે ACP પ્રદ્યુમનનો રોલ પ્લે કરતાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શિવાજી સાટમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં કેશિયરની નોકરી કરતાં હતાં. આ સિરિયલ સાથે તેમને અનેક બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શિવાજી સાટમને એક દીકરો પણ છે.

આદિત્ય શ્રીવાસ્તવ
CID સિરિયલમાં રફ એન્ટ ટફ સિનિયર ઇન્સપેક્ટર અભિજીતનો રોલ પ્લે કરનાર આદિત્ય શ્રીવાસ્તવએ ફિલ્મ ‘સત્યા પાંચ’, ‘સુપર 30’ અને ‘ગુલાલ’માં તેમની દમદાર એક્ટિંગ કરી લોકોમાં એક અલગ ઓળખ બનાવી છે. તેમની પત્નીનું નામ માનસી છે.

દિનેશ
આ ક્રાઇમ સિરિયલમાં દિનેશ કેસ સ્ટડી સાથે-સાથે કૉમેડી પણ કરતા રહે છે. દિનેશ રાઇટર પણ છે. તે શૉમાં આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર ફ્રેડરિક્સનો રોલ પ્લે કરતાં હતાં. દિનેશે ‘સરફરોશ’ અને ‘મેલા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

શ્રદ્ધા મૂસલે
શ્રદ્ધા મૂસલેએ વર્ષ 2007થી CID સિરિયલમાં કામ કરી રહી છે. શ્રદ્ધા સિરિયલમાં ડૉક્ટર તારિકાનો રોલ પ્લે કરતી હતી. સાથે જ તે સોની ટીવી પર પ્રસારિત થતા ટીવી શૉ ‘પોરસ’માં પણ મહાનન્દિનીનો રોલ પ્લે કરતી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા મોડેલ પણ હતી અને તે મૂળ અમદાવાદની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page