Only Gujarat

Bollywood FEATURED

કેમ બેગમ કરીનાને આવી ગયો ગુસ્સો? પ્રેગ્નન્સીમાં લોકોએ એવું તો શું કહી દીધું?

મુંબઈઃ કરીના કપૂર ખાન હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. હાલ તે મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશી વાદીઓમાં દિકરા તૈમૂર અલી ખાન સાથે મોજ કરી રહી છે. કરીનાના પતિ સૈફ અલી ખાન હિમાચલના ધર્મશાળામાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભૂત પોલિસ’નું શૂટિંગ કરી રહ્યા છે તો કરીના પણ પતિ પાસે રહેવા આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર બીજી વાર માતા બનવા જઈ રહી છે. આ જ વર્ષે ઑગસ્ટમાં પોતાની પ્રેગનેન્સીની ખબર આપ્યા બાદ તે તરત પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે દિલ્લી રવાના થઈ ગઈ હતી. જે બાદ અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા કે, આખરે પ્રેગનન્સીમાં કરીનાને કામ કરવાની શું જરૂર પડી ગઈ જ્યારે આવી હાલતમાં તો આરામ કરવો જોઈએ. હવે કરીનાએ આ વાતનો જવાબ આપ્યો છે.

જ્યારે કરીના ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે પાંચ મહિનાની પ્રેગનન્ટ હતી. આ વિશે વાત કરતા ધ ક્વિંટને તેણે કહ્યું હતું કે, તે ઘરે નથી બેસી શકતી. તેને સતત કામ કરવાની આદત છે. તેની આદતની તેનો પરિવાર પણ મજાક ઉડાવે છે.

ફિલ્મના શૂટિંગ વિશે તેણે કહ્યું કે, એ એ સમયે ફિલ્મનું શૂટિંગ છોડી શકે તેમ જ નહોતી કારણ કે ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં જ પુરું થવાનું હતું પરંતુ કોરોનાના કારણે તેને રોકી દેવામાં આવ્યું હતું. કરીનાએ કહ્યું કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ તેણે કોઈ પ્રોજેક્ટ સાઈન નથી કર્યો પરંતુ તેણે શૂટિંગ પુરુ કરી પોતાનું કમિટમેન્ટ નિભાવ્યું છે.

પ્રેગનન્સીમાં કામ કરવા પર કરીના બોલી કે પ્રેગનન્સી કોઈ બિમારી નથી, જેથી તે ઘરે બેસી જાય. હા તેમાં કેટલીક પરેશાનીઓ થાય છે પરંતુ પોતાની જાતને બચાવીને રાખવી જોઈએ. માત્ર પ્રેગનન્સીના કારણે કામ છોડી દેવું યોગ્ય નિર્ણય નથી.

ર કરી હતી. તેણે લખ્યું હતું તે- શું આ મારું મીલ છે કે ચીટ મીલ? આગામી 3 મહિના સુધી તેના વચ્ચે એક પાતળી ભેદરેખા બનેલી છે. કરીનાએ શેર કરેલી આ પોસ્ટથી અંદાજ લગાવી શકાય છે કે તે પોતાના ભોજનને લઈને અસમંજસમાં છે કે વૉફલ્સ તેનું ચીટ મીલ છે કે રેગ્યુલર મીલ. પ્રેગનન્સીના ફેઝમાં અલગ-અલગ ભોજન માટે તેની ક્રેવિંગ્સ સમજી શકાય તેવી છે.

કરીના જ્યારે પહેલી વાર 2016માં પ્રેગનન્ટ હતી તો એ વખતે તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે તેના ઘરે દિકરી આવે. રીપોર્ટ્સનું માનીએ તો કરીનાએ જણાવ્યું હતું કે તે જ્યાં પણ જાય છે તેને પૂછવામાં આવે છે કે દિકરો થશે કે દિકરી? આ સવાલનો જવાબ આપતા કરીનાએ કહ્યું હતું કે શું ફેર પડે છે, છોકરો હોય કે છોકરી અને તે ઈચ્છે છે કે તેના ઘરે છોકરી જન્મે. કરીનાએ એક પણ કહ્યું હતું કે તેણે પોતાના માતા-પિતા માટે એક દિકરા કરતા વધારે કર્યું છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ જણાવ્યું હતું કે એવી કઈ-કઈ વસ્તુઓ છે, જેને તે બીજી પ્રેગનન્સીમાં ફરી કરવા નથી ઈચ્છતી. કરીનાએ કહ્યું હતું કે-તૈમૂરના સમયે જ્યારે હું પ્રેગનન્ટ હતી ત્યારે મને સૌ ખૂબ જ ખાવા માટે કહેતા હતા અને એ કારણે જ મારું વજન 25 કિલો વધી ગયું હતું. હું ફરી એ નથી કરવા માંગતી. મને બસ હેલ્ધી અને ફિટ રહેવું છે.

You cannot copy content of this page