Only Gujarat

Bollywood TOP STORIES

પત્ની સાથે આ 14 કરોડના ઘરમાં રહે છે વિવેક ઓબેરોય, અંદરથી કંઈક આવું છે સ્વીટ હોમ

વિવેક ઓબેરોય બોલિવૂડના જાણીતા એક્ટર છે. તેમણે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કંપની’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઘણી ફિલ્મમાં જોવા મળ્યા હતાં. પણ બોલિવૂડમાં તેમનું કરિયર ખાસ રહ્યું નહીં. કેટલાક લોકો તેનું કારણ સલમાન ખાન સાથેની દુશ્મની જણાવે છે. વિવેક ફિલ્મોથી વધારે પોતાના અંગત જીવનને લીધે વધારે ચર્ચામાં રહે છે. પછી તે એશ્વર્યા રાય સાથે લવ અફેર હોય અથવા સલમાન સાથે વિવાદ.

ફિલ્મોમાં હિટ ન થવાં છતાં વિવેકે તેમની લાઇફમાં ખૂબ જ રૂપિયા કમાયા છે. તે પોતાના શોખને પુરો કરે છે. આ રૂપિયાથી તેમણે પોતાના માટે એક આલીશાન ઘર પણ ખરીદ્યું છે. વિવેકનું આ ઘર મુંબઈના જુહૂ વિસ્તારમાં છે. અહીં એક પૉશ એરિયા છે જ્યાં ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ પણ રહે છે. આજે અમે તમને વિવેક ઓબેરોયના આ લગ્ઝરી ઘરની અંદરના ફોટો બતાવી રહ્યા છીએ. આ ફોટો જોઈ તમારી આંખો પહોળી રહી જશે.

વિવેક ઓબેરોય તેમના આ ઘરમાં માતા યશોધરા અને પિતા સુરેશ ઓબેરોય અને તપ્તી પ્રિયંકા અલ્વા અને બે બાળકો વિવાન અને નિર્વાન સાથે રહે છે. વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય 70-80નાં દશકના ફેમસ એક્ટર છે. તે અમિતાભથી નસીરુદ્દીન સહિતના મોટા સ્ટાર સાથે સ્ક્રીન શેર કરી ચૂક્યા છે.

વિવેક ઓબેરોયની પત્નીનું નામ પ્રિયંકા અલ્વા છે. તે કર્ણાટક સરકારના પૂર્વ મંત્રીની દીકરી છે. તેમણે વિવેક સાથે વર્ષ 2010માં લગ્ન કર્યાં હતાં. આ એક અરેન્જ મેરેજ હતાં. એશ્વર્યાથી અલગ થયા પછી વિવેક પર લવ મેરેજનું ભૂત સવાર હતું. તેમને એક સંસ્કારી દીકરાની જેમ પોતાના માતા-પિતાની વાત માની અને પ્રિયંકા સાથે અરેન્જ મેરેજ કરી લીધા હતાં.

વિવેકના ઘરની વાત કરીએ તો તેની કુલ કિંમત 14 કરોડ રૂપિયા છે. તો વિવેકની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 110 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. વિવેકનું ઘર અંદરથી ખૂબ જ સુંદર છે. તેમણે પોતાના ઘરને ખૂબ જ સારી રીતે શણગાર્યું છે.

આ ઘરમાં એન્ટર થતાં જ સારી ફિલિંગ આવે છે. એવું લાગે કે, આપણે ઘરમાં જ બેઠેલા રહીએ. ઘરનું ઇન્ટેરિયર અને શણગાર એક પોઝિટિવ ફિલિંગ આપે છે. તેને એવી રીતે જ બનાવવામાં આવ્યું છે કે, ઘરમાં રહેતા લોકોને પોઝિટિવ વિચાર જ આવે.

વિવેક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ઘર અને પરિવાર સાથે જોડાયેલાં ફોટો શેર કરતો રહે છે. કામની વાત કરીએ તો તેણે લીડ એક્ટર તરીકે છેલ્લે વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં જોવા મળ્યા હતાં.

તેમણે નરેન્દ્ર મોદીનો રોલ પ્લે કર્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. પણ આ ફિલ્મને લીધે વિવેક ઘણાં દિવસો સુધી મીડિયામાં ચર્ચામાં રહ્યાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page