Only Gujarat

FEATURED Sports

દરિયો જોતા જ સુરૈશ રૈના બન્યો રોમેન્ટિક, પત્ની સાથે કરવા લાગ્યો રોમાન્સ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના હાલ પત્ની પ્રિયંકા અને બાળકો સાથે માલદીવ્સમાં રજાઓ માણી રહ્યા છે. હાલમાં જ 27 નવેમ્બરે રૈનાએ પોતાનો જન્મદિવસ મનાવ્યો. રૈનાએ આ પ્રસંગે તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે પત્ની પ્રિયંકા અને દિકરી સાથે પૂલમાં નાસ્તો કરતા જોવા મળ્યા હતા. જે બાદ તે પ્રિયંકા સાથે રાત્રિના સમયે એક રોમાન્ટિક ડેટ પર પણ પહોંચ્યા. સમુદ્ર કિનારે પત્નીનો હાથ પકડેલી બંનેની આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. રૈનાની વાઈફે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે.

યૂપીના ગાઝિયાબાદમાં 1986માં જન્મેલા સુરેશ રૈનાનું ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન રહ્યું છે. રૈનાએ 226 વન ડે મેચમાં 6 સેન્ચ્યુરી અને 36 હાફ સેન્ચ્યુરી સાથે કુલ 5615 રન બનાવ્યા છે. 78 ટી-20 ઈન્ટરનેશનલમાં 1605 રન બનાવ્યા છે, જેમાં એક સેન્ચ્યુરી અને એક 5 હાફ સેન્ચ્યુરી સામેલ છે. 15 ઑગસ્ટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેણે આઈપીએલ 2020માંથી પણ પોતાનું નામ પાછું લઈ લીધું હતું. આ દરમિયાન તે ઈન્ડિયામાં પોતાના પરિવાર સાથે હતા. હાલ તે પત્ની અને બાળકો સાથે માલદીવ્સમાં વેકેશન મનાવવા ગયા છે.

આ વચ્ચે 27 નવેમ્બરે રૈનાએ પોતાનો 34મો જન્મદિવસ મનાવ્યો. જેની શરૂઆત તેણે ખૂબ જ હેલ્ધી રીતે કરી. જેની તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. રૈનાએ આ તસવીરને શેર કરતા લખ્યું કે, જન્મદિવસની સવાર આ વ્યૂમાં હેલ્ધી ભોજન સાથે. પત્ની અને દિકરી સાથેની પૂલની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

સાથે જ રૈના પોતાની પત્ની સાથે રોમાન્ટિક ડેટ પર ગયા. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં રૈના અને તે એકબીજાનો હાથ પકડીને સમુદ્ર કિનારે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ તસવીર શએર કરીને પ્રિયંકાએ લખ્યું કે, મારા મેન ને, મારા પ્રેમને, મારા જીવનને, જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે હંમેશા ખુશ, ઊર્જાવાન અને જીવનથી ભરપૂર રહો, સુરૈશ રૈના. બંનેની આ તસવીરને ખૂબ જ લાઈક્સ મળી રહી છે.

પ્રિયંકાની સાથે સાથે રૈનાએ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલાક ફોટોસ અને વીડિયોઝ અપલોડ કર્યા છે, જેમાં તે હોટેલના સ્ટાફ સાથે વાઈનની બોટલ હાથમાં પકડેલા નજર આવી રહ્યા છે. આ મોકાને ખાસ બનાવવા માટે તેણે સ્ટાફનો આભાર પણ માન્યો. મા-દીકરાનો આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા બીચના કિનારે ઝૂલા પર પોતાના દિકરા રિયોને ઝૂલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 2 એપ્રિલે રૈનાનો પરિવાર ત્રણથી ચારનો થયો છે. તેમનો દિકરો રિયો પણ હવે સાત મહિનાનો થઈ ગયો છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

You cannot copy content of this page