Only Gujarat

FEATURED Sports

IPLની સુપર ઓવર દરમિયાન નખ ચાવતી જોવા મળી આ યુવતી, સુંદરતા પાછળ ચાહકો બન્યાં પાગલ

દુબઈઃ આઈપીએલ મેચ હોય અને તેમાં ગ્લેમર ના હોય એવું કઈ રીતે બની શકે. આ ટૂર્નામેન્ટ ભારતમાં થાય કે વિદેશમાં ગ્લેમર તો તેમા રહેવાનું જ. દરવર્ષે મેચ દરમિયાન ક્રિકેટ ફેન્સની નજર કોઈને કોઈ મિસ્ટ્રી ગર્લ પર ટકતી હોય છે અને કેમેરામેન પણ દર્શકોની આ ટેવથી વાકેફ હોવાથી દરેક મેચમાં કોઈ એવા ચેહરાની શોધમાં રહે છે જેને લોકો શોધતા રહી જાય. રવિવારે આઈપીએલની સુપર ઓવર ચાલી રહી હતી ત્યારે લોકો સ્ક્રિન પર એક મિસ્ટ્રી ગર્લને જોઈ શકતા હતા.

પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ 18 ઓક્ટોબરે રમાઈ હતી. આ રોમાંચક મેચનું પરિણામ સુપર ઓવરથી આવ્યું. એ પણ એક નહીં પરંતુ 2 સુપર ઓવર થકી. પરંતુ મેચનો રોમાંચ જે કારણે ફેમસ થયો તેની પાછળ આ મિસ્ટ્રી ગર્લનું સ્ક્રિન પર આવવું પણ છે. મેચમાં એક ઝલક બાદ જ યુવતીની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી અને લોકો તેના વિશે ગૂગલ પર સર્ચ કરતા જોવા મળ્યા હતા.

જો કોઈ વ્યક્તિ આ મિસ્ટ્રી ગર્લ વિશે માહિતી મેળવી ના શક્યું હોય અમે જણાવી દઈએ કે યુવતીનું નામ રિયાના લાલવાની છે. આ મેચમાં મુંબઈ પ્રથમ બેટિંગ કરતા 176 રન કર્યા હતા. પંજાબ રનચેઝ કરવા ઉતરી ત્યારે આ યુવતી સૌની નજરમાં આવી હતી.

મેચના અંતે પંજાબને 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે રિયાના સ્ટેડિયમમાં નખ ચબાવતી જોવા મળી હતી અને આ સમયે જ કેમેરાનું ફોકસ તેની પર શિફ્ટ થયું હતું.

આ એક ઝલકથી રિયાના ફેમસ થઈ ગઈ. ગૂગલથી લઈ ઈન્સ્ટા પર તેને સર્ચ કરવામાં આવી અને તેના હજારો ફોલોઅર્સ થઈ ગયા. રિયાનાએ પોતાના ઈન્સ્ટાના બાયોમાં પણ પોતાની ઓળખ સુપર ઓવર ગર્લ તરીકે આપી છે.

આ સિવાય તેણે પોતાના વિશે કોઈ માહિતી આપી નથી. મેચ બાદ રિયાનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં ક્લિપ તે મેચની ક્લિપ પણ લગાવી અને ઈન્સ્ટા પાસેથી બ્લૂ ટિકની રિકવેસ્ટ પણ કરી છે. હાલ લોકો રિયાનાની તસવીર શેર કરી રહ્યાં છે.

You cannot copy content of this page