Only Gujarat

Bollywood FEATURED

કોણ છે સલમાન ખાનની ભાભી? આ કારણે ભાઈજાનના પરિવારની સૌથી નાની વહુ છે ચર્ચામાં

મુંબઈ: બી-ટાઉનમાં જેટલી ચર્ચા બોલીવુડ સ્ટાર્સની રહે છે એટલાં જ તેમની પત્ની અને બાળકોની પણ રહે છે. હાલમાં જ કરણ જોહરની કંપનીએ એક રિયાલિટી સીરિઝ રજૂ કરી છે, જેમાં આ સેલેબ્સની પત્નીઓની લાઈફ પર ચર્ચા કરવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સીરીઝ ‘The Fabulous Lives of Bollywood Wives’ના કારણે આ વખતે સોહેલ ખાનની પત્ની સીમા ચર્ચામાં આવી ગઈ છે. એવામાં આવો જાણીએ સીમા સચદેવ વિશે બધું.

સોહેલ ખાન અને સીમા સચદેવની કહાની કોઈ બોલીવુડની રોમાન્ટિક ફિલ્મ જેવી છે. એક પંજાબી હિંદૂ પરિવારમાંથી આવતી સીમા મુંબઈમાં ફેશન ડિઝાઈનિંગ કરવા માંગતી હતી. ત્યારે એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડના માધ્યમથી તેની મુલાકાત સોહેલ ખાન સાથે થઈ. મુલાકાતોનો સિલસિલો વધતો ગયો અને વર્ષ 1998માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

ઘણીવાર બે અલગ-અલગ ધર્મોના લોકો લગ્ન કરે એટલે અનેક સવાલ ઉઠે છે. અહીં સોહેલ અને સીમાના લગ્ન બંને ધર્મોનું સન્માન કરીને કરવામાં આવ્યા હતા. પહેલા બંનેના લગ્ન આર્ય સમાજમાં મંદિરમાં થયા જે બાદ નિકાહ થયા. સોહેલ અને સીમાના પરિવારે ખુશી-ખુશી આ લગ્નને અપનાવી લીધા હતા.

વાત જો સોહેલ ખાન અને સીમા સચદેવના બાળકોની કરીએ તો, તેમને બે બાળકો છે. મોટા દિકરાનું નામ નિર્વાણ ખાન છે તો નાનાનું નામ યોહાન ખાન. બંનેને કોઈ દિકરી નથી.

સોહેલ અને સીમાએ પોતાના લગ્ન બાદ કરિયર પર ધ્યાન આપ્યું. જ્યાં સોહેલ એક સફળ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર છે, તો સીમા એ સફળ ફેશન ડિઝાઈનર છે. સીમાની પોતાની બ્રાન્ડ છે. સાથે જ સુઝૈન ખાન અને મહીપ કપૂર સાથે મળીને એક રિટેઈલ બુટિક ચલાવે છે, જેનું નામ ‘બાંદ્રા 190’ છે.

કેટલાક દિવસો પહેલા એવી ચર્ચા ચાલી રહી હતી કે સોહેલ અને સીમા વચ્ચે બધું ઠીક નથી અને બંને અલગ થઈ શકે છે. જેનું કારણ સોહેલ અને હુમા કુરૈશની નિકટતાને ગણાવવામાં આવી રહ્યું હતું. જો કે, બાદમાં સોહેલ અને હુમાએ આ તમામ ચર્ચાઓને બકવાસ ગણાવી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોહેલ અને હુમાની નિકટતાના કારણે સીમા ખાન પોતાના માતા-પિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. જો કે, આ અહેવાલો ખોટા હતા. આ અફવા પર હુમા કુરૈશીએ રિએક્ટ પણ કર્યું હતું. તેણે આ દરમિયાન કહ્યું હતું કે સોહેલ તેના મોટા ભાઈ જેવો છે.

You cannot copy content of this page