Only Gujarat

FEATURED National

વૈભવી ઠાઠ સાથે જીવન જીવતો હતો આ ભ્રષ્ટ અધિકારી, લક્ઝૂરિયસ વસ્તુઓ જોઈ દંગ રહી ગયા અધિકારીઓ

પાંચ વખત સસ્પેન્ડ થઇ ચૂકેલા ઇન્દોરના જિલ્લા ખનિજ અધિકારી રહેલા પ્રદીપ ખન્નાના ઘરે જ્યારે લોકાયુક્તે દરોડા પાડ્યા તો લક્ઝુરિયસ વસ્તુઓ જોઇને તેઓ પણ દંગ રહી ગયા.

ઇન્દોરની માઉન્ટ બર્ન કોલોનીમાં સ્થિત પ્રદીપ ખન્નાના એક આલીશાન મકાનનું તાળું ખોલ્યું તો ઓફિસરો પણ દંગ રહી ગયા. જે ખનિજ અધિકારીની નોકરીથી સંપૂર્ણ આવક જ માત્ર 75 લાખ રૂપિયા હોય તેણે પોતાના એક ઘરનું રાચરચીલું વસાવવામાં પોણા ત્રણ કરોડનો ખર્ચ કર્યો.

આ ઘરમાં એક લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ, 12 સીટર સોફાની સાથે મિનિ થિએટર, ઝૂમર, વિદેશી લાકડાથી બનેલું ફર્નિચર, દરેક રૂમમાં બે બે એસીની સાથે બાથરૂમમાં પણ એસી. તો ઝકુઝી પણ બનેલું હતું. મોંઘી દારૂના શોકીન ખન્નાના ઘરે એક મિનિ બાર પણ મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પૂર્વમાં ઇન્દોરમાં ખનીજ અધિકારી રહી ચૂકેલા પ્રદીપ ખન્નાના ત્રણ અલગ અલગ મકાનો પર લોકાયુક્ત પોલીસે બુધવાર 2 સપ્ટેમ્બરે સવાર સવારમાં દરોડા પાડ્યા. ઇન્દોરના પટેલ વિલામાં ફ્લેટ અને બાયપાસ સ્થિત ઘરોમાં આ કાર્યવાહી પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવી.

ઇન્દોરના તત્કાલીન ખનીજ અધિકારી પ્રદિપ ખન્નાનું ઇન્દોરથી શ્યોપુર ટ્રાન્સફર થઇ ગયું હતું. લીઝના મામલામાં ઇન્દોરમાં કમિશનરે ખન્નાને સસ્પેન્ડ પણ કર્યા હતા. ઇન્દોરમાં ખનીજ વિભાગના જિલ્લા અધિકારીના પદ પર પદસ્થ પ્રદીપ ખન્ના વર્તમાનમાં શ્યોપુરમાં પદસ્થ છે.

જાણકારી પ્રમાણે કાર્યવાહી દરમિયાન ઇન્દોરમાં ખનીજ વિભાગ સાથે સંબંધિત દસ્તાવેજ લોકાયુક્તને મળ્યા છે. તો ભોપાલમાં રોકડ સહિત મોટી સંખ્યામાં દસ્તાવેજ પણ મળ્યા છે. પ્રદીપ ખન્ના પર આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારબાદ પ્રાથમિક જાણકારી પ્રમાણે લોકાયુક્ત પોલીસને ઇન્દોરમાં બે બંગલા, એક ફ્લેટ, 8 લાખ રોકડા અને સંબંધિત દસ્તાવેજ મળ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page