Only Gujarat

National

દુબઈની મોંઘીદાટ હોટેલોનો બાપ છે ભારતની આ લક્ઝૂરિયસ હોટેલ્સ

કોરોનાના કારણે સ્થગિત થયેલી આઈપીએલની બાકીની મેચો હવે દુઈબમાં રમાશે. ભારતના ક્રિકેટરો દુબઇની જે હોટેલ્સમાં આ ક્રિકેટર્સ રોકાયે છે ત્યાંનું ભાડુ પણ વધારે છે. પરંતુ જો તમે એવું વિચારતા હોય કે આટલી આલીશાન અને મોંઘી હોટેલ્સ માત્ર વિદેશોમાં જ છે તો તમે ખોટા છો. ભારતમાં પણ કેટલીક એવી હોટેલ્સ છે જ્યાં એક રાતનું ભાડુ એટલું વધુ છે કે એક સામાન્ય વ્યક્તિ એ પૈસાથી કાર ખરીદી શકે. આ હોટેલ્સની ભવ્યતા જોઇને તમારી આંખો પહોંળી થઇ જશે. (દરેક હોટેલ્સનું ભાડું તેમની વેબસાઇટ પર દર્શાવ્યા પ્રમાણે છે)

રાજસ્થાનમાં દર વર્ષે લાખો ટૂરિસ્ટ્સ આવે છે. અહીં પર્યટન ઇકોનોમીમાં ઘણું યોગદાન રાખે છે. એવામાં અહીં ઘણી આલીશાન હોટેલ્સ છે. આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર આવે છે રાજસ્થાનના ઉદયપુરનો લેક પેલેસ. તેનું ગ્રાંડ પ્રિસિડેન્શિયલ સુઇટમાં રોકાવા માટે એક રાતના બદલામાં તમારે છ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.

મોંઘી હોટેલ્સના લિસ્ટમાં બીજા નંબર પર જયપુરનો વિલા છે. અહીં રામબાગ પેલેસના ગ્રાંડ પ્રેસિડેન્શિયલ સૂઇટનું ભાડું છ લાખ રૂપિયા છે.

કિંમતી હોટેલ્સ રૂમના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે મુંબઇનો ધ ઓબેરોય. અહીં પ્રેસિડેન્શિયલ સૂઇટમાં રોકાવા માટે ટૂરિસ્ટને ત્રણ લાખનું ભાડુ ભરવું પડે છે.

આ ચેન એટલે કે ધ ઓબેરોયના ગુરુગ્રામ ચેનને આ લિસ્ટમાં ચોથું સ્થાન મળ્યું છે. અહીં પણ તમારે પ્રેસિડેન્શિયલ સુઇટ માટે ત્રણ લાખ ચૂકવવાના રહેશે.

લિસ્ટમાં સામેલ પાંચમી હોટેલ ઉદયપુરમાં છે. રાજા-મહારાજાના મહેલ જેવો ધ ઓબેરોય ઉદય વિલાસના કોહિનૂર સુઇટમાં રોકાવા માટે તમારે તમારા ખિસ્સામાંથી એક રાત માટે અઢી લાખ રૂપિયા ચૂકવવા પડશે.

ધ ઓબેરોય અમર વિલાસના આગરા ચેનને લિસ્ટમાં છઠ્ઠુ સ્થાન મળ્યું છે. અહીં સૌથી મોંઘા સૂઇટમાં રોકાવા માટે લોકો પાસે એક રાતના અઢી લાખ રૂપિયા વસૂલવામાં આવે છે.

દિલ્હીના લીલા પેલેસને આ લિસ્ટમાં સાતમો નંબર મળ્યો છે. અહીં મહારાજા સુઇટમાં રોકાવા માટે એક રાતનું ભાડું દોઢ લાખ રૂપિયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page