Only Gujarat

National

ભાઈએ સવારે બહેનને કહ્યું હતું- જલ્દી ઘરે પાછો આવી જઈશ, સાંજે ઘરે ત્રણ-ત્રણ લાશો પહોંચી

એક ખૂબ જ અરેરાટીભર્યો બનાવ બન્યો છે. એક લગ્ન સમારોહમાં હાજરી આપી હસીખુશી ઘરે પાછા જઈ રહેલા ત્રણ પિતરાઈ ભાઈઓ પર કાળ ત્રાટક્યો હતો. માતેલા સાંઢની જેમ આવતી એક સરકારી બસે બાઈક સવાર ત્રણેય ભાઈઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. બાઈક સવાર ભાઈઓ ઉછળીને રોડ પર પડ્યા હતા. પાછળથી બસ તેમને કચડીને આગળ નીકળી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોના ચિંથરા ઉડી ગયા હતા. મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્રણ જુવાનજોધ દીકરાઓના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારજનોના કરુણ આક્રંદથી આખું ગામ ધ્રુજી ગયું હતું. ભાઈઓના મોતના સમાચાર સાંભળી બહેનો બેભાન થઈ ગઈ હતી.

આ હચમચાવી દેતો બનાવ રાજસ્થાનમાં સામે આવ્યો છે. જયપુર જિલ્લાના પાંવટા ગામે રહેતા ત્રણ પિતરાઈ ભાઈઓ પંકજ બૈરવા(29), હીરાલાલ બૈરવા(28) અને અજય બૈરવા (18) એક લગ્ન સમારોહમાં હાજરી આપી ઘરે બાઈક પર પાછા જતા હતા. દરમિયાન બાઈકને આગરા રોડ પર મોહનપુરા પુલિયા પાસે લોક પરિવહનની બસે પાછળથી જબરદસ્ત ટક્કર મારી હતી. નજરે જોનારાના કહેવા મુજબ બાઈક સવારે અચાનક સ્પીડ ધીમી કરી રાઈટ ટર્ન લેવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પાછળથી આવતી બસે ઠોકર મારી હતી.

બસની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણે ભાઈઓ 50 ફૂટ સુધી ઘસડાયા હતા.બસ પણ ત્રણેયને કચડીને નીકળી ગઈ હતી. ત્યાર બાદ બસ ડિવાઈટર સાથે અથડાઈ હતી. ભયંકર અકસ્માતમાં ત્રણેયના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. ત્રણેયના ચિંથડા ઉડી ગયા હતા. માંસના લોચા સડક પર વિખરાઈ ગયા હતા. એટલું જ નહીં મૃતદેહો ઓળખવા પણ મુશ્કેલ બની યા હતા. ઘટના બાદ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ એક મૃતક યુવાન હીરાલાલ બૈરવાના સાળાના લગ્ન હતા. હીરાલાબા બૈરવા પોતાની બાઈકમાં પંકજ બૈરવા અને અજય બૈરવાને લઈને લગ્નમાં હાજરી આપવા ગયો હતો. લગ્નમાં હાજરી આપને પાછા ફરતી વખતે તેમને કાળ આંબી ગયો હતો. શુક્રવારે ત્રણેય ભાઈઓના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘટનાથી આખા ગામમાં શોક પ્રસરી ગયો છે.

થોડાક દિવસ પહેલા હીરાલાબ બૈરવાએ પોતાના ભાઈ પંકડ બૈરવાનો ફોટો શેર કરી બર્થ-ડે વિશ કર્યું હતું. પોસ્ટમાં લખ્યું હતું- હૈપ્પી બર્થ ડે ભાઈ, તુમ જીઓ હજારો સાલ. જોકે વિધિની વક્રતા તો જુઓ આવું લખનાર અને જેના માટે લખ્યું હતું એ બંને એક સાથે શ્વાસ છોડી દીધો હતો.

એક માત્ર કમાવનાર પણ ગયો, હવે પરિવારનું કોણ?
હીરાલાલ બૈરવા પાવટા ગામમાં વેલ્ડિંગનું કામ કરતો હતો. સોશ્યલ મીડિયા પર પણ તે ખૂબ એક્વિ હતો. વેલ્ડિંગના કામને તે ફોટો પણ શેર કરતો હતો. પોતાના પરિવારમાંથી એક માત્ર કમાવનાર હતો. થોડાક વર્ષ પહેલાં હીરાલાલના પિતાનું નિધન થયું હતું. હીરાલાલની પત્ની, ત્રણ બાળકો અને બે બહેનોની જવાબદારી હતી. હવે પરિવારમાં કોઈ કમાવનાર બચ્યો નથી.

જુવાન દીકરાના મોતના સમાચાર સાંભળી માતા બેભાન
મૃતક પંકજ બૈરવા બસ્સી શહેરથી આઈટીઆઈ કરી રહ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ પિતા અને માતાના રડી રડીને બેહાલ થયા હતા. દીકરાના મોતના સમાચાર સાંભળી માતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે અજય બૈરવા 12માં ધોરણનો સ્ટુડન્ટ હતો. અજયની બહેનને ભાઈના મોતના સમાચાર મળતાં જ તેની તબિયત ખરાબ થઈ હતી. તેને વિશ્વાસ નથી આવતો કે તેનો ભાઈ હવે આ દુનિયામાં નથી. જતી વખતે અજય બહેનને કહેતો ગયો હતો કે લગ્નમાંથી જલ્દી પાછો આવી જઈશ. અજય તેના માતા-પિતાને ખૂ પ્રેમ કરતો તો. ફેસબૂક પર પણ તેણે લવ યુ મો અને પાપા લખ્યું છે.

You cannot copy content of this page