Only Gujarat

International

ઘરના બગીચામાં રમતો હતો લાડલો ને અચાનક જ કિંગ કોબ્રા સામે ધસી આવ્યો અને….

મુંબઈઃ કિંગ કોબ્રા નામ સાંભળતા જ આંખો સામે ડરનો માહોલ છવાઈ જાય છે. વિચારો કે આ કિંગ કોબ્રા અચાનક આપણી સામે આવી જાય તો આપણી શું હાલત થાય. ખરી રીતે તો હાલમાં સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક બાળકની પાછળ કિંગ કોબ્રા 420ની સ્પીડે ભાગ્યો છે. આ વીડિયો જોઈને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે.

આ વીડિયો વિયેટનામના સોક ટ્રેગનો છે. આ વીડિયોમાં ઘરમાં એક માસૂમ બાળક રમકડાં રમતો હોય છે. તેની બાજુમાં દાદા ઊભા હોય છે. અચાનક જ ત્યાં કંઈક સળવળાટ થાય છે.

દાદા જુએ છે કે એક કિંગ કોબ્રા બાળકની તરફ આગળ વધે છે. તે બાળકને નુકસાન પહોંચાડે તેવી શક્યતા હતી. સાપને જોતા જ તે બૂમો પાડવા લાગે છે અને ત્યારે જ બાળકના પિતા દોડીને બાળકને તેડીને ઘરની અંદર ભાગે છે. દાદા પણ થોડીક સેકન્ડમાં ઘરની અંદર જતા રહે છે.

આ દરમિયાન કિંગ કોબ્રા પણ ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરવાજો બંધ હોવાથી તે ત્યાં જ રહે છે. જોકે, અંતે તે રમકડાંની વચ્ચેથી બહારની તરફ જાય છે.

સો.મીડિયામાં અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે, શું થયું, જ્યારે યાર્ડમાં મારી બાળકની પાસે 2 મીટર લાંબો કિંગ કોબ્રા આવ્યો.

જે વ્યક્તિ બાજુમાં છે, તે તેના દાદા છે. દાદા ડરને કારણે તરત જ કંઈ બોલી શક્યા નહોતા, પરંતુ પછી તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. ભગવાનનો પાડ કે બધું જ ઠીક છે.

સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. લોકો વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરે છે. કેટલાંકે એમ કહ્યું હતું કે સારું થયું કે સમય પર નજર પડી, નહીંતર કંઈક અઘટિત ઘટના બની જાત.

You cannot copy content of this page