Only Gujarat

FEATURED International

કોરોનાથી મોત થયું તો પરિવારજનોએ કર્યાં અંતિમ સંસ્કાર, પછી ચમત્કાર થયો તે જાણીને લાગેશ નવાઈ

કોરોના વાયરસને કારણે વિશ્વના ઘણા દેશો સ્મશાન ઘાટમાં બદલાઈ ગયા છે. અત્યાર સુધીમાં, આ વાયરસે 36 લાખ 46 હજારથી વધુ લોકોને તેની ઝપેટમાં લીધા છે. તો મોતનો આંકડો 2.5 લાખને પાર કરી ગયો છે. એવા ઘણા દેશો છે જ્યાં કબ્રસ્તાનમાં લાશો માટે જગ્યા ઓછી પડી રહી છે. તો, કેટલાક દેશોમાં નવા કબ્રસ્તાન બનાવવાની જરૂર પડી હતી. હોસ્પિટલોમાં લાશો સંગ્રહવા માટે જગ્યા નથી. મૃત્યુઆંક એટલો ઉંચો છે કે ઘણી વાર ડોકટરો લાશની ઓળખ અંગે ભૂલો કરી રહ્યા છે. હાલમાં, દક્ષિણ અમેરિકાના ઈક્વાડોરમાં એક પરિવારે તેમના પરિવારના કોઈ સભ્યની કોરોનાથી અવસાન થતાં અંતિમ સંસ્કાર સંબંધિત ધાર્મિક વિધિ કરી હતી. પરંતુ એક મહિના પછી તે સ્ત્રી જીવંત પાછી ફરી હતી. જીહા, મોત બાદના જીવનની આ અજીબોગરીબ કહાની લોકોને અચંબિત કરી રહી છે.

આ ચોંકાવનારો મામલો ઈક્વાડોરથી સામે આવ્યો છે. અહીં એક મહિલાનું મોત કોરોનાથી થયું હતું. તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. પરંતુ એક મહિના પછી તે જીવતી પાછી ફરી હતી.

મહિલાની ઓળખ 74 વર્ષીય આલ્બા મારૂરી તરીકે થઈ હતી. તે જીવંત છે, પરિવારના સભ્યોનું કહેવું છે કે હોસ્પિટલે બેદરકારીથી તેને મૃત જાહેર કરી હતી.

આ મામલો 27 માર્ચનો છે, જે દિવસે અલ્બાને મૃત જાહેર કરાઈ હતી. હોસ્પિટલોના લોકોએ આલ્બાના પરિવારજનોને મોતની જાણકારી આપી હતી, પરંતુ વાયરસના ભયથી કોઈ આલ્બાની નજીક ગયુ ન હતુ.

આ પછી, હોસ્પિટલે અલ્બાની અંતિમ વિધિ કરી અને તેની અસ્થિઓ તેના પરિવારના સભ્યોને સોંપી. જેને દુખી મનથી બધાએ બધા જ રિવાજોની સાથે વિસર્જિત કરી હતી.

પરંતુ એક મહિના પછી, હોસ્પિટલમાંથી એવી માહિતી મળી કે આલ્બા જીવિત છે. તે સ્વસ્થ છે, આ સાંભળીને પરિવારજનોને આશ્ચર્ય થયું હતુ.

હકીકતમાં, હોસ્પિટલએ ખોટી મહિલાને અલ્બાની સમજીને તેની અસ્થિઓ પરિજનોને સોંપી હતી. આલ્બા જીવંત છે તે સાંભળીને પરિવારનાં લોકો ખૂબ જ ખુશ છે.

લોકડાઉનને કારણે, પરિવારના સભ્યો અલ્બાને મળવા માટે હોસ્પિટલમાં જઈ શક્યા નથી, પરંતુ ડોકટરો કહે છે કે તે કોરોનાથી સ્વસ્થ થઈ રહી છે.

પરંતુ પરિવારે હોસ્પિટલ પાસેથી વળતરની માંગ કરી છે. તેમણે કહ્યું કે ખોટી મહિલાની અસ્થિઓ તેને મોકલવામાં આવી છે. અંતિમવિધિની માટે લાગેલાં પૈસા તેમને હોસ્પિટલમાંથી પાછા જોઈએ છે.

આ બાબતે તેમણે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જ્યાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, જો આમાં હોસ્પિટલ દોષી સાબિત થાય છે, તો તેણે નુકસાનની રકમ ચૂકવવા તૈયાર રહેવું જોઈએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page