Only Gujarat

Bollywood FEATURED

તો શું વીજળીનો ઝાટકો આપનારી બંદૂકથી થઈ સુશાંતની ઘાતકી હત્યા?

સુશાંતસિંહ રાજપૂતનાં મોતને લગભગ બે મહિના થઈ ગયા છે. દરરોજ એકનવી થિયરી સામે આવે છે, જેમાં મૃત્યુનું કારણનો અદાજ લગાવવામાં આવે છે. હવે સ્ટન ગન થિયરી સામે આવી છે, જેને એક યુઝરે સોશિયલ મીડિયા પર મૂકી છે. આ પછી થિયરી વાયરલ થઈ ગઈ છે. યુઝરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને ટેગ કર્યા છે.

સાંસદ સ્વામીએ ટ્વીટ કર્યું
યુઝરે લખ્યું – આજે મેં સ્ટન ગન વિશે વાંચ્યું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણ્યુ. એ પણ જોયું કે તેનાંથી શરીર પર કયા પ્રકારનાં નિશાન પડે છે. એકદમ એવાં જ નિશાન છે ભાઈઓ (જેવા કે સુશાંતના શરીર પર હતા). તે લોકોએ લકવાગ્રસ્ત કરવા માટે સ્ટન ગનનો ઉપયોગ કર્યો હશે. આ પછી હેશટેગ એરેસ્ટ રિયા લખ્યુ છે.

આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી સુબ્રમણ્યમ સ્વામીએ NIA તપાસની માંગ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે શું આ બંદૂક અરબી સમુદ્રની સરહદે કોઈ દેશથી મોકલવામાં આવી હતી? NIAએ આની તપાસ કરવી જોઈએ.

મેડિકલના વિદ્યાર્થીએ સૌથી પહેલાં આપી હતી આ થિયરી
સોશિયલ મીડિયા પર દરેકને આશ્ચર્યચકિત કરનારી સ્ટનગન થિયરીને અમેરિકાના ઇન્ટરનલ મેડિસિનના પ્રેક્ટિશનર ડો.રાજુ બાધવાએ પોસ્ટ કરી હતી.

તેમણે કહ્યું હતું કે સુશાંતના કેસમાં સ્ટન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણે સુશાંતના ગળાના ડાબી બાજુ પહેલાં દાઝવાનાં નિશાનનો ઉલ્લેખ કરીને પોતાની થિયરીને સમર્થન આપવાનો પ્રયત્ન પણ કર્યો છે.

તેમણે લખ્યું- એ જ રીતે, યુએસ નેવી સીલ અધિકારીને મારવા માટે સ્ટન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે આત્મહત્યા કરી હોવાનું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, ફોરેન્સિક તપાસકર્તાઓએ હત્યારાઓને પકડી લીધા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page