કોરોનાથી બેખૌફ થઈને બોલિવૂડ સ્ટાર્સ માણી રહ્યાં છે પાર્ટી, જુઓ સુંદરીઓની પાર્ટી તસવીરોમાં

કોરોનાકાળમાં સેલેબ્સે જીવવાનું શીખી લીધું છે. જેને લીધે તે શૂટિંગ પછી પોતાની પર્સનલ લાઇફ પણ સારી રીતે એન્જોય કરી રહ્યા છે. એવામાં મુંબઈમાં મનીષ મલ્હોત્રાએ પોતાના ઘરે એક પાર્ટી આપી હતી જેમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સ આવ્યાં હતાં.

સારા અલી ખાન શોર્ટ વ્હાઇટ જંપસૂટમાં પાર્ટીમાં પહોંચી હતી. તેમનો આ લુક સારો હતો.

વ્હાઇટ ડ્રેસ સાથે સારાએ ફ્લેટ સેન્ડલ અને નિયોન રેડ બેગ કેરી કર્યું હતું. તેમનો આ કુલ લુક પાર્ટીમાં છવાયો હતો.

પાર્ટીમાં રકુલ પ્રીતસિંહ પણ આવી હતી. બ્લૂ શોર્ટ ડ્રેસમાં રકુલનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.

રકુલે કેમેરા ફ્રેન્ડલી થઈ પોઝ આપ્યા હતાં. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રકુલનો ગ્લેમરસ અવતાર પાર્ટીમાં છવાયો હતો.

પાર્ટીમાં પરિણીતિ ચોપરા પણ આવી હતી. બ્લેક લેધર પેન્ટ, વ્હાઇટ શોર્ટ ટોપમાં પરિણીતિ કુલ લુકમાં જોવા મળી હતી.

લક્ષ્મી, કબીરસિંહ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી કિયારા અડવાણી પણ આ પાર્ટીમાં આવી હતી. લાઇમ ગ્રીન પેન્ટ, વ્હાઇટ બ્લેઝરમાં કિયારાનો લુક ચર્ચાનો વિષય બની ગયો હતો.

પરિણીતિ અને કિયારાએ એકબીજા સાથે મુલાકાત કરી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યાં હતાં.

ફિલ્મમેકર કરણ જોહર પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો. કોરોનાથી બચવા માટે કરણ પાર્ટીમાં માસ્ક લગાવીને પહોંચ્યો હતો.

કરણે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યાં પહેલાં માસ્ક કાઢી લીધો હતો. તે ડેનિમ જેકેટ અને બ્લેક લોઅરમાં હતો.

You cannot copy content of this page