Only Gujarat

FEATURED Religion

9 મેએ બની રહ્યો છે લક્ષ્મી-વિષ્ણુ યોગ, જાણો કોરોનાના કહેરમાં શું કરશે અસર?

અમદાવાદઃ યુવરાજ ચંદ્રપુત્ર બુધ 9 મેની સવારે 9 વાગ્યે 46 મિનિટે મેષ રાશિની યાત્રા સમાપ્ત કરી પોતાના ખાસ મિત્ર શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. શુક્ર પોતે પહેલાંથી જ પોતાની રાશિમાં છે, બુધ પણ ત્યાં જશે એટલે તેનાથી જ્યોતિષનો મહાન યોગ ‘લક્ષ્મી-વિષ્ણુ’ યોગનું નિર્માણ થશે. આ યોગ બે એવા શુભ ગ્રહો સાથે બને છે, જેઓ ખાસ મિત્ર પણ છે. બુધ અને શુક્ર આ તુલા પર બહુ સારા સાબિત થાય છે. આ યોગમાં બુધને વિષ્ણુ અને શુક્રને લક્ષ્મીની સંજ્ઞા આપવામાં આવી છે. પોતાના નામ અનુસાર ફળ આપનાર ‘લક્ષ્મી-વિષ્ણુયોગ’નો તમારી રાશિ પર કેવો પ્રભાવ રહેશે, તેનું જ્યોતિષ વિશ્લેષણ આપવામાં આવ્યું છે.

મેષ: તમારી રાશિના ધનભાવમાં બનેલો આ યોગ તમને આર્થિક રૂપે વધારે મજબૂત બનાવશે. અટકી પડેલું ધન આવશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. કોઇ સારા સમાચારથી મન પ્રસન્ન રહેશે અને કોઇ મોંઘી વસ્તુની ખરીદી કરશો. તમારા વાણી ચાતુર્યથી તમે વિષમ પરિસ્થિતિને પણ સામાન્ય કરી લેશો. વિદ્યાર્થીઓ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાવાળા રોકાણકારો માટે આ સમય ઉત્તમ રહેશે.

વૃષભ: તમારી રાશિમાં બનનાર ‘લક્ષ્મી વિષ્ણુ યોગ’ તમારા માટે વરદાન સમાન છે. કોઇપણ મોટામાં મોટું કાર્ય શરૂ કરવા ઈચ્છતા હોય, નિર્ણય લેવા ઇચ્છતા હોય અથવા કોઇ કોન્ટ્રાક્ટ પર સાઇન કરવાની હોય તો આ યોગ ખૂબજ મહત્વનો છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વહિવટી તંત્ર સંબંધિતા કોઇ કામ કરાવવાનું હોય તો સારો સમય છે. કોર્ટ-કચેરીનાં કામમાં નિર્ણય તમારા પક્ષે આવવાના સંકેત છે, સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે.

મિથુન: રાશિથી બારમા ભાવમાં બનતો આ યોગ વિદેશી કંપનીઓથી લાભ અપાવશે. એટલું જ નહીં, તમે વિદેશી નાગરિકતા માટે પણ અરજી કરી શકો છો, પરિણામ સુખદ આવશે. વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ થશે. માંગલિક અને સામાજિક કાર્યો પાછળ બહુ ખર્ચ કરશો. ગુપ્ત શત્રુઓથી બચતા રહેવું. ખાસ પ્રયત્ન કરવો કે, આ સમયના મધ્ય કાળમાં કોઇને વધારે પૈસા ઉધાર ન આપવા.

કર્ક: રાશિના લાભ ભાવમાં બનેલ આ યોગ આવકનાં સાધનોમાં વધારો કરશે. ઘણા દિવસોથી ઉધાર આપેલા પૈસા અથવા અટકી પડેલ પૈસા કોઇપણ રીતે પાછા આવી શકે છે. શિક્ષા સ્પર્ધાઓમાં સારી સફળતા મળશે. સંતાનની જવાબદારી પૂરી થશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અથવા પ્રાદુર્ભાવનો યોગ પણ બને છે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને પ્રેમ લગ્ન માટેનો નિર્ણય તમારા પક્ષે રહેશે.

સિંહ: રાશિના દશમ કર્મભાવમાં બનેલ આ યોગ તમારા પદ અને ગરિમામાં વૃદ્ધિ કરાવશે. સામાજિક પ્રતિષ્ઠા વધારશે. તમારા દ્વારા કરેલ નિર્ણય અને કામનાં વખાણ થશે. વૈભવી વસ્તુઓ પાછળ નકામો ખર્ચ પણ થઈ શકે છે. મકાન-વાહન ખરીદીનો પણ યોગ બને છે. ઉચ્ચ-અધિકારીઓ સાથેના સંબંધ મધુર રાખશો તો સફળત્તા ચોક્કસથી મળશે. મોટી કંપનીઓમાં નોકરી માટે અપ્લાય કરી શકો છો.

કન્યા: રાશિના નવમ ભાગ્યભાવમાં બનેલ આ યુગ તમારા માટે એક વરદાન સમાન જ છે. આ સંપૂર્ણરીતે લક્ષ્મી વિષ્ણુ યોગ છે. ધર્મ-કર્મનાં કામમાં તમે ઉત્સાહથી ભાગ લેશો. કોઇ સાધના કરશો તો ભગવાનનાં દર્શન પણ થશે. વિદેશી નાગરિકતા માટે અરજી કરવી હોય, અથવા નવા કોન્ટ્રાક્ટ પર સાઇન કરવી હોય તો, આ સમય અનુકૂળ છે. પરિવારમાં માંગલિક કાર્ય માટે સારો યોગ અને સંતાન પ્રાપ્તિનો પણ યોગ છે.

તુલા: રાશિથી અષ્ટમ ભાવમાં બનેલ આ યોગ તમને મહાપ્રતાપી બનાવશે. તમારી પોતાની કાર્યકુશળતાથી તમને કોઇ મોટું સન્માન અથવા સામાજિક પદ મળી શકે છે. કોઇ મોટું કાર્ય કરવા ઇચ્છતા હોય કે નિર્ણય લેવા ઇચ્છતા હોય તો તેમાં તમને મહત્તમ સફળતા મળશે.

વૃશ્ચિક: રાશિથી સપ્તમ ભાવમાં બનેલ આ યોગ ખૂબ જ લાભદાયક સાબિત થશે. લગ્ન સંબંધિત વાતમાં સફળતા મળશે, દાંપત્યજીવનમાં પ્રેમ વધશે. સાસરીપક્ષ સાથેના સંબંધો વધારે મજબૂત બનશે, કોઇપણ પ્રકારની મદદ ઈચ્છતા હશો તો તે મળી જશે. વ્યાપારી વર્ગ, ખાસ કરીને રોજિંદો વ્યાપાર કરતા લોકો માટે આ સમય ખૂબજ સફળતાભર્યો રહેશે. નિર્ણય લેવામાં મોડું ન કરો, ઝડપથી લો.

ધન: રાશિના છઠ્ઠા શત્રુભાવમાં બનેલ આ યોગ ગુપ્ત શત્રુઓમાં વધારો કરાવશે, પરંતુ આર્થિક પક્ષ મજબૂત થશે. આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ તો બનશે જ સાથે-સાથે, અટકી પડેલું ધન પણ આવશે. વિદેશ યાત્રા સંબંધિત કાર્યો પૂરાં થશે, વિદેશી નાગરિકતા માટે અરજી કરવા ઇચ્છતા હોય તો સમય અનુકૂળ છે. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષે આવવાના સંકેત છે.

મકર: રાશિના પંચમ વિદ્યાભાવમાં બનેલ ‘લક્ષ્મી વિષ્ણુ યોગ’ વિદ્યાર્થી વર્ગ માટે વરદાન સમાન જ છે. સ્પર્ધાઓમાં સારી સફળતાના યોગ છે, રોમાંસમાં સમય ન બગાડો. સંતાનની જવાબદારી પૂરી થશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવનો પણ યોગ છે. લાભનો રસ્તો ખુલશે. કોઇ નવી યોજનાનો શુભારંભ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જાહેર ન કરો.

કુંભ: રાશિના ચતુર્થ સુખભાવમાં બનેલ આ યોગ અતિ ઉત્તમ ફળ આપનારો સાબિત થશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. મકાન અને વાહનની ખરીદીનો સંકલ્પ પૂર્ણ થશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સારો સહયોગ મળશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારની ઓફિસમાં અટકેલાં કાર્યો પૂર્ણ થશે, નોકરી વગેરે માટે અરજી કરવા ઇચ્છતા હોય તો સમય ઉત્તમ છે. તમને નીચું બતાવવા પ્રયત્ન કરતા લોકો તમને મદદ કરવા આગળ આવશે.

મીન: રાશિના પરાક્રમભાવમાં બનેલ આ યોગ તમારા સાહસમાં વધારો કરશે અને આ જ યોગથી તમારા ભાગ્યમાં પણ વધારો થશે. તમને જોખમી નિર્ણયો લેવામાં સફળતા મળશે અને તેનાં લાંબા ગાળાનાં પરિણામો પણ તમારા પક્ષે આવશે. પરિવારના વડિલ સભ્ય અથવા ભાઇઓનો સહયોગ મળતો રહેશે. ધર્મ-કર્મની બાબતોમાં આગળ આવશો અને દાન-પુણ્ય પણ કરશો. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page