Only Gujarat

International

કોરોનાની વચ્ચે ચીને બતાવી પોતાની તાકાત, પહેલી રસીની તસવીર આખી દુનિયાને બતાવી

ચીની રસીની પહેલી ઝલક સોમવારે બેઇજિંગ ટ્રેડ ફેરમાં દેખાઇ હતી. આ સમયગાળા દરમિયાન બે રસી રજૂ કરવામાં આવી હતી. પ્રથમ રસી ચીની કંપની સિનોવેક બાયોટેક દ્વારા તૈયાર કરાયેલ ‘કોરોનાવેક’ છે. તેને ટ્રેડ ફેરમાં તેને ઇન્જેક્શન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીના પ્રવક્તા કહે છે કે રસી તૈયાર કરવા માટે ફેક્ટરી તૈયાર થઈ ગઈ છે. તેની મદદથી, એક વર્ષમાં રસીના 30 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે.

90 ટકા કર્મચારીઓને રસી આપવામાં આવી છે
સિનોવાક બાયોટેકના ચીફ એક્ઝિક્યુટિવ યિનનું કહેવું છે કે, અમારી રસી કંપનીના 90 ટકા કર્મચારીઓ અને તેમના પરિવારોને આપવામાં આવી છે. તે તેમને ઇમર્જન્સી પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવી છે. જેનો પ્રારંભ જુલાઈમાં થયો હતો, જો કે હજી ટ્રાયલ ચાલી રહી છે.

બીજી રસી સિનોફાર્મને રજૂ કરાઈ
સિનોવેક બાયોટેક સિવાય અન્ય ચીની ફાર્મા કંપની સિનોફાર્મે પણ તેની રસી રજૂ કરી હતી. સિનોફર્માના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, રસીના બે ડોઝ માટે 10,000 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થશે. બંને ચીની રસી માનવ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે.

ચાઇનીઝ મીડિયાના જણાવ્યા અનુસાર, તેઓ આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવી શકે છે.

સિનોવેક બાયોટેકના ચીફ એક્ઝિક્યુટિવ યિનનું કહેવું છે, “મેં મારા ઉપર જ રસીનો ઉપયોગ કર્યો છે.” 600 સ્વયંસેવકો પર ‘કોરોનાવેક’ ના ટ્રાયલમાં ખૂબ ઓછી આડઅસરો જોવા મળી છે. આમાં રસી પછી થાક, તાવ અને પીડાના હળવા લક્ષણો દેખાયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page