Only Gujarat

FEATURED International

કબ્રસ્તાનમાં લાશો દફનાવવા માટે ખૂટી પડી જગ્યા, એક રૂમમાં જોવા મળ્યો લાશોનો ઢગલો

આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલું છે અને રોજ મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાના 33 લાખ કરતાં વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે, તો 2.34 લાખ લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. કોરોનાના કારણે સૌથી વધારે અમેરિકા ખુવાર થયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 64 હજાર લોકોનાં મૃત્યુ થયૈ છે તો 10 લાખ 95 હજાર કરતાં વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે.

અમેરિકામાં ન્યૂયોર્ક કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થયું છે. માત્ર ન્યૂયોર્કનો જ મૃત્યુઆંક 23 હજાર કરતાં વધારે છે. અહીં કબ્રસ્તાનમાં લાશો માટે જગ્યા ખૂટી રહી છે. અહીંના કેટલાંક ફ્યૂનરલ હોમમાં કોરોનાના દર્દીઓની લાશો સાથે ખરાબ વર્તન કરવાની પણ ફરિયાદો આવી છે. બ્રૂકલિનના એંડ્ર્યૂ ક્લેક્લી ફ્યૂનરલ હોમની અંદરની તસવીરો બહાર આવી છે, જે ખરેખર બહુ ભયંકર છે.

અહીં લાશોને ઉપરા-ઉપર મૂકવામાં આવી છે. તેમને તાબૂતમાં રાખવી જોઇએ, જ્યારે અહીં તો લાશને એક ચાદર પણ ઢાંકવામાં આવી નથી. લાશો જમીન પર જ્યાં-ત્યાં પડી છે. ઘણી લાશો તો સડવા પણ લાગી છે અને તેમાંથી દુર્ગંધ ફેલાવા લાગી છે. પરંતુ ફ્યૂનરલ હોમના માલિક જગ્યા ન હોવા છતાં વધુ લાશ સ્વિકારવાની ના પાડતો નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં બ્રૂકલિનના એક ફ્યૂનરલ હોમની બહાર બનેલ યૂ-હોલ્સમાં પોલીસે તપાસ કરી તો ત્યાં લાશોના ઢગલા જોવા મળ્યા. લાશોને ઉપરા-ઉપરી મૂકવામાં આવી હતી અને ઢાંકેલી પણ નહોંતી.

ફ્યૂનરલ હોમની અંદરની તસવીરો જ્વેક્કે ક્લાર્કે લીધી છે. તે તેની ફેમિલી સાથે દાદીના મૃત્યુ બાદ તેમનાં અંતિમ દર્શન માટે ત્યાં ગયો હતો. ભલભલાને દુ:ખી કરી દે તેવી આ તસવીરો બહાર આવ્યા બાદ પોલીસે ફ્યૂનરલ હોમનું લાઇસન્સ જપ્ત કરી દીધું છે, પરંતુ તેના સંચાલકની હજી ધરપકડ નથી કરવામાં આવી. ફ્યૂનરલ હોમમાં 100 કરતાં વધારે લાશો ખરાબ સ્થિતિમાં જોવા મળી. અહીં અમે પણ તમને આ ફ્યૂનરલ હોમની તસવીરો બતાવી રહ્યા છીએ.

એંડ્ર્યુ ક્લેક્લો ફ્યૂનરલ હોમની અંદર રાખવામાં આવેલ મોટા ભાગની લાશો સડવા લાગી હતી અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. આ લાશો કોરોનાના દર્દીઓની છે. લાશોને દફનાવવાની જગ્યા ન હોવા છતાં ફ્યૂનરલ હોમનો માલિક આવા સમયમાં પૈસા કમાવા ઇચ્છે છે. મૃતકો પ્રત્યે તેમના મનમાં જરા પણ સન્માન નથી.

ફ્યૂનરલ હોમના ડિરેક્ટર એંડ્ર્યુ ક્લેક્લી મૃતકોના સંબંધીઓ સાથે વાતચીત કરતો પણ જોવા મળ્યો. જેના ફ્યૂનરલ હોમમાં મોટાભાગની બધી જ લાશોની સ્થિતિ દયનિય હતી. તો પોતાના સંબંધીઓની લાશોને યોગ્ય રીતે ન દફનાવવાના કારણે મૃતકોનાં સંબંધીઓ ફ્યૂનરલ હોમમા માલિક પર ગુસ્સે થયાં છે. મીડિયામાં આ અંગેના સમાચાર આવી જતાં ફ્યૂનરલ હોમનો માલિક એંડ્ર્યૂ ક્લેક્સી પણ હવે ચિંતામાં લાગી રહ્યો છે. લોકો બહુ ગુસ્સે થયાં ત્યારબાદ ફ્યૂનરલ હોમના કર્મચારીઓએ લાશોને રેફ્રિજરેટરની સુવિધાવાળી ટ્રકોમાં મૂકી.

આ સમાચાર છપાતાં જ મૄતકોનાં સંબંધીઓ ફ્યૂનરલ હોમ આગળ ભેગાં થઈ ગયાં અને પોતાનાં સંબંધીઓની લાશો પાછી માંગવા લાગ્યાં. સાથે-સાથે લોકો માલિક પર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી રહ્યા છે. તો તમિશા કોવિંગટન નામની એક મહિલાએ તેની માંની ડેડ બોડીને યૂ-હોલ ટ્ર્કમાં મૂકવા માટે લગભગ 15,000 ડોલર (11,31,142 રૂપિયા) આપ્યા હતા. તેમનું અવસાન હાર્ટ અટેક અને કોરોનાના કારણે નીપજ્યું હતું.

પોલીસને તપાસ દરમિયાન ટ્રકોમાં મળેલ લાશોની હાલત પણ બહુ ખરાબ હતી. કેટલીક લાશો તો એ હદે સડવા લાગી હતી કે, તેમાંથી દુર્ગંધ આવવા લાગી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page