Only Gujarat

Bollywood FEATURED

મોડેલિંગના દિવસોમાં આવી દેખાતી હતી બચ્ચન પરિવારની લાડલી વહુ ઐશ્વર્યા

મુંબઈ: બચ્ચન પરિવારની વહૂ ઐશ્વર્યા રાય 47 વર્ષની થઈ ગઈ છે. 1 નવેમ્બર, 1973ના કર્ણાટકના મેંગલુરૂમાં જન્મેલી ઐશ્વર્યા બાળપણમાં આર્કિટેક બનવાનું સપનું જોતી હતી. જો કે મોટા થતા જ તે મોડેલિંગ તરફ ઢળી. મોડેલિંગની પહેલી ઑફર તેને કેમલિન કંપની તરફથી મળી હતી, ત્યારે તે નવમાં ધોરણમાં ભણતી હતી અને તેની ઉંમર માત્ર 15 વર્ષ હતી. જે બાદ તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું. સાથે જ ભણતી પણ હતી. 29 વર્ષ પહેલા જીતી હતી સુપરમૉડલ કોન્ટેસ્ટ….

મોડેલિંગ તરફ ડગલા માંડી ચુકેલી ઐશ્વર્યાએ 1991માં સુપરમોડેલ કોન્ટેસ્ટ જીત્યો હતો. ફોર્ડ આયોજિત આ સ્પર્ધાને જીત્યા બાદ ઐશ્વર્યાને વૉગ મેગેઝીનના અમેરિકાના એડિશનમાં જગ્યા મળી હતી. 1993માં આમિર ખાન સાથે પેપ્સીની એડમાં આવીને ઐશ્વર્યા બોલીવુડમાં જાણીતું નામ બની ગઈ હતી. જે બાદ 1994માં તે મિસ વર્લ્ડ બની.

મોડેલિંગ તરફ ડગલા માંડી ચુકેલી ઐશ્વર્યાએ 1991માં સુપરમોડેલ કોન્ટેસ્ટ જીત્યો હતો. ફોર્ડ આયોજિત આ સ્પર્ધાને જીત્યા બાદ ઐશ્વર્યાને વૉગ મેગેઝીનના અમેરિકાના એડિશનમાં જગ્યા મળી હતી. 1993માં આમિર ખાન સાથે પેપ્સીની એડમાં આવીને ઐશ્વર્યા બોલીવુડમાં જાણીતું નામ બની ગઈ હતી. જે બાદ 1994માં તે મિસ વર્લ્ડ બની.

ઐશ્વર્યાએ કરેલી જાહેરાતો
કેમેલિન પેન્સિલની એડથી શરૂ થયેલી ઐશ્વર્યાની મોડેલિંગની સફર આજે પણ ચાલુ છે. તે ટાઈટન વૉચ, લૉન્જિસ વૉચ, લૉરિયલ, કોકાકોલા, લેક્મે કૉસ્મેટિક્સ, ફિલિપ્સ, પામોલિવ, લક્સ, ફૂજી ફિલ્મ્સ, નક્ષત્ર ડાયમંડ્સ, કલ્યાણ જ્વેલર્સ, પ્રેસ્ટીજ જેવી મોટી-મોટી બ્રાન્ડ્સનો ચહેરો બની ચુકી છે.

સાઉથની ફિલ્મથી ડેબ્યૂ
ઐશ્વર્યાએ સાઉથની ફિલ્મ ઈરુવર(1997)થી એક્ટિંગ કરિયર શરૂ કર્યું. જે મણિરત્નમે ડાયરેક્ટ કરી હતી. જેમાં તેની સાથે સુપરસ્ટારમ મોહનલાલે કામ કર્યું. તેની પહેલી બોલીવુડ ફિલ્મ ઔર પ્યાર હો ગયા(1999) છે. જેના ડાયરેક્ટર રાહુલ રવૈલ હતા.

હમ દિલ દે ચુકે સનમથી મળી ઓળખ
ઐશ્વર્યાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ(1999)થી ઓળખ મળી. તેણે દેવદાસ(2002), ધૂમ 2(2006), ઉમરાવ જાન(2006), ગુરુ(2007), સરકાર રાજ(2008), હમારા દિલ આપકે પાસ હૈ(2000), મોહબ્બતે(2000), તાલ(1999), આ અબ લૌટ ચલે(1999), જોધા અકબર(2008) સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

3 ફિલ્મોમાં દેખાશે ઐશ્વર્યા
વર્ક ફ્રંટની વાત કરીએ તો ઐશ્વર્યા પાસે 3 પ્રોજેક્ટ્સ છે. જેમાં એક મણિરત્નની ફિલમ પોન્નિયન સેલ્વન છે. તો પતિ અભિષેક સાથે તે ગુલાબ જામુનમાં નજર આવશે. આ સાથે એક ફિલ્મ ડાયરેક્ટર શ્રીનારાયણ સિંહની જેસ્મિનઃ સ્ટોરી ઑફ લીક્ડ બૉમ્બ પણ છે.

13 વર્ષ પહેલા બની બચ્ચન ખાનદાનની વહૂ
ઐશ્વર્યાએ એપ્રિલ 2007માં અભિષેક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ નવેમ્બર, 2011માં દીકરી આરાધ્યાનો જન્મ થયો. જણાવી દઈએ કે જુલાઈ 2020માં ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના થયો હતો. જો કે બાદમાં બંને સ્વસ્થ થઈ ગયા.

You cannot copy content of this page