Only Gujarat

FEATURED National

નાનો હતો ત્યારે પિતા ગુજરી ગયા, માતાએ અનાથશ્રમમાં મૂક્યો ને હવે બન્યો IAS

નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એક-બે વખત નિષ્ફળ થયા બાગ નર્વસ થઇ જાય છે અને તૈયારીઓ છોડી દે છે. તેમને લાગે છે કે જો તે સફળ નહી થાય તો લાઇફમાં શું કરી શકશે. તેમને આગળનો રસ્તો જોવા મળતો નથી. આજે અહી 2011 બેન્ચના આઇએએસ મોહમ્મદ અલી શિહાબની સફળતાની કહાની જણાવવામાં આવી છે.


મોહમ્મદ અલી શિહાબનો જન્મ કેરલના મલપ્પુરમ જિલ્લાના એક ગામ એડવન્નાપ્પરામાં થયો હતો. બાળપણમાં શિહાબ પોતાના પિતા સાથે પાન અને વાસની ટોકરીઓની દુકાનમાં કામ કરતો હતો. 1991માં લાંબી બિમારીના કારણે શિહાબના પિતાનું નિધન થઇ ગયુ.

પિતાના મોત બાદ શિહાબના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવાર એટલો ગરીબ હતો કે શિહાબના પિતાના નિધન બાદ શિહાબની માતા પોતાના પાંચ બાળકોનો ખર્ચ ઉઠાવી શકતી નહોતી જેના કારણે તેણે પોતાના તમામ બાળકોને અનાથાશ્રમમાં મોકલી દીધા. જેના કારણે શિહાબ અને તેના ભાઇઓ-બહેનોનું બાળપણ અનાથાશ્રમમાં પસાર થયું હતું.

શિહાબ સ્કૂલના હોશિયાર વિદ્યાર્થી હતા. જેને કારણે વધુ અભ્યાસ માટે તેને સ્કોલરપશીપ પણ મળવા લાગી.શિહાબ માટે અંગ્રેજી ખરાબ હોવું ખૂબ મોટી મુશ્કેલી હતી. જોકે, તેણે અંગ્રેજી શીખવા માટે ખૂબ મહેનત કરી. શિહાબ બાળપણથી જ અધિકારી બનવાનું સ્વપ્ન સેવી ચૂક્યો હતો.

25 વર્ષની ઉંમરમાં શિહાબે સિવિલ સર્વિસની પ્રિપરેશન શરૂ કરી અને પ્રથમ પ્રયાસમાં જ તેને સફળતા મળી હતી. પરંતુ મેઇનમાં પાસ થઇ શક્યો નહીં. બાદમાં આગામી વર્ષે જ બીજો પ્રયાસ કર્યો પરંતુ ફરી તે નિષ્ફળ રહ્યો પરંતુ ત્રીજા પ્રયાસમાં પ્રી અને મેન્સ ક્લિયર કરી લીધી. બે વખત સિવિલ સર્વિસ પરીક્ષામાં તેણે ઘણુ શીખું લીધું. તેને ખ્યાલ આવી ગયો કે તેને જેટલું અંગ્રેજી આવડે છે તેટલું ઇન્ટરવ્યૂ માટે પુરતું નથી. તેણે ટ્રાન્સલેટર લીધો. તેણે 226મો રેન્ક મેળવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page