Only Gujarat

FEATURED National

ગર્વ છે ભારતીય સંસ્કૃતિ પર, ફ્રાંસથી આવીને ભારતમાં કર્યાં હિંદુ વિધિથી લગ્ન

જોધપુરઃ વિદેશી પણ ભારતીય સંસ્કૃતિ સાથે અહી રીતિ રિવાજોના ચાહક થઇ ગયા છે. રાજસ્થાનના જોધપુરમાં આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ફ્રાન્સથી આવેલા વિદેશી કપલને હિંદુ રીતિ રિવાજ એટલા પસંદ આવી ગયા કે તેમણે વિધિવત મુહૂર્ત બાદ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઇ લગ્ન કર્યા હતા.

વિદેશી વરે મંદિરમાં જઇને કન્યાની માંગ ભરી હતી. જોધપુર જિલ્લાના ભાલૂ રાજવા ગામમાં ફ્રાન્સથી આવેલા વર ફાસુઆં અને કન્યા સેસીલે પૂરી રીત રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. બંન્નેને પંડિતોએ વૈદિક મંત્રો અને રાજસ્થાની વેશભૂષામાં લગ્ન કર્યા હતા. આ કપલ ભારતીય સંસ્કૃતિ પર એટલું ફિદા થઇ ગયું કે, વરે પોતાની કન્યાની માંગને મંદિરમાં જઇને ભરી હતી.

સૌ કોઇ કપલને જોઇને આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. બંન્નેએ પારંપરિક રીત રિવાજ અનુસાર તૈયાર કરવામાં આવ્યા હતા. યુવકે ધોતી અને કૂર્તો પહેર્યો હતો. જ્યારે કન્યાએ લાલ રંગની સાડી પહેરી હતી.

જાણકારોના મતે આ કપલ પોતાના લગ્નને લઇને છેલ્લા સાત દિવસથી તૈયારી કરી રહ્યું હતું. બંન્નેએ કહ્યું કે, અમે ભારતીય સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છીએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page