Only Gujarat

FEATURED National

ત્રણ વર્ષના ટેણીયાથી ના જોવાયું શ્રમિકોનું દુઃખ, કર્યું એવું કામ કે પોલીસ કમિશ્નરે પણ આપી સલામી

મુંબઈ: લૉકડાઉનના કારણે દેશના લાખો મજૂરોને કામકાજ નથી મળી રહ્યું. તેઓ 2 ટંક ભોજન પણ નથી કરી શકતા. તેઓની પાસે એટલા પૈસા પણ નથી કે પરિવારનું ગુજરાન ચલાવી શકે. આવી સ્થિતિમાં નિરાધાર લોકોની મદદ માટે તંત્રની સાથે ઘણા લોકો આગળ આવ્યા છે. હવે આ મામલે મદદ કરવામાં દેશના બાળકો પણ પાછળ નથી રહ્યાં. કોઈ બાળક પોતાની પિગી બેન્ક તોડીને મદદ કરી રહ્યું છે, તો કોઈ રમકડા ખરીદવા જમા કરેલા પૈસાથી મદદ કરી રહ્યું છે. આજે અમે તમને એવા બાળક વિશે જણાવી રહ્યાં છે જેણે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા અને તેને પોલીસકર્મીઓ પણ સેલ્યુટ કરી રહ્યાં છે.

મંગળવારે (12 મે) 3 વર્ષીય બાળક જેનું નામ કબીર છે, તે પોતાના માતા-પિતા કરિશ્મા અને કેશવ સાથે મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યો હતો. જેના હાથમાં 50 હજારનો ચેક હતો અને આ ચેક કબીરે પોલીસ કમિશ્નર પરમબીર સિંહને ગરીબોની મદદ માટે આપ્યો.

સૌથી ખાસ વાત એ છે કે આ રકમ બાળકે પોતે કમાણી કરી દાનમાં આપી હતી. ઉલ્લેખનીય છે કે, કબીરે આ પૈસા કપકેક (ડિશ) બનાવી અને તેને વેચીને મેળવ્યા હતા. માતા-પિતાનો ટાર્ગેટ કબીરના કપકેક વેચીને માત્ર 10 હજારની કમાણી કરવાનો હતો, પરંતુ કમાણી વધુ થઈ ગઈ તો કબીરે કહ્યું- ‘પાપા, આપણે આ પૈસા ગરીબો માટે દાનમાં આપી દઈએ.’


મુંબઈ પોલીસ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ બાળકની પ્રશંસા કરી રહ્યાં છે. જ્યાં અમુક લોકો કબીરને લૉકડાઉનનો અસલી હીરો કહી રહ્યાં છે.

મુંબઈ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કરતા લખ્યું કે, ‘3 વર્ષીય બેકર પાસે મુંબઈ પોલીસ માટે એક સરપ્રાઈઝ હતું. બાળકે પોતાની સંપૂર્ણ કમાણી સંકટના સમયમાં જે રીતે ગરીબોની મદદ માટે તે ખરેખર પ્રશંસનીય છે. ’

સોશિયલ મીડિયા પર કબીરની આ તસવીરોને લોકો ઘણી પસંદ કરી રહ્યાં છે. અમુક લોકો લાઈક કરી બાળકની પ્રશંસા કરતી કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે,‘ટ્રુલી ઈન્સપાયરિંગ અને ટચિંગ’ જ્યારે બીજાએ કોમેન્ટ કરી,‘શાનદાર કાર્ય કબીર.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page