Only Gujarat

International TOP STORIES

શું થઈ રહ્યું છે આ પૃથ્વીને, પહેલાં કોરોના અને હવે ધરતીની અંદર થયાં આ ફેરફારો, વૈજ્ઞાનિકો પણ ચોંક્યાં

ન્યૂયોર્ક: શું ધરતી પર રહેલા પહાડોની ઊંચાઈ વધી રહી છે? શું જમીન સરકી રહી છે? ક્યાંક એવું તો નથી કે ધરતીની પ્લેટો ખસકવાના કારણે પહાડોની ઊંચાઈ વધી રહી છે. ચુંબકીય ધ્રૂવ બદલાઈ રહ્યો છે. આ બધા પાછળના કારણો શોધતા-શોધતા વૈજ્ઞાનિકોએ એક એવી પ્રાકૃતિક પ્રક્રિયાની શોધ કરી છે. જેને જાણી તમામ લોકો ચોંકી જશે.


ધરતીની અંદર કેન્દ્રમાં વર્તમાન ભાગ ફરી રહ્યો છે, કદાચ આ જ કારણ છે તમામ પરિવર્તનો માટે. અર્બના કેમ્પેન સ્થિત યુનિવર્સિટી ઓફ ઈલિનૉયના વૈજ્ઞાનિકોએ આ ભૌગોલિક પરિવર્તન અંગે એક સ્ટડી કર્યો છે. આ અભ્યાસ અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સમાં પ્રકાશિત થયો છે.


યુનિવર્સિટી ઓફ ઈલિનૉયના વૈજ્ઞાનિકોને ઘણા રિસર્ચ બાદ આ અંગેના પુરાવા મળ્યા છે કે ધરતીનું કેન્દ્ર એટલે કે કોર ફરી રહ્યું છે. જેના કારણે ધરતીના મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થઈ રહ્યાં છે. આ કારણે ચુંબકીય ઉત્તરી ધ્રૂવ કેનેડાથી સરકીને સાઈબેરિયા પહોંચી ગયું છે. પીકિંગ યુનિવર્સિટીના પ્રોફેસર અને આ સ્ટડીના સહલેખક જિયાઓડોંગ સૉન્ગે કહ્યું કે, ‘અમે 1996થી રિસર્ચ કરી રહ્યાં છીએ. 1996માં અમે ધરતીના કોરમાં એક નાનો ભૂકંપીય પરિવર્તન જોયું હતું. જે ધીમે-ધીમે ફરી રહ્યું હતું. તે પછી અમે તે પર વધુ રિસર્ચ કરવાનું શરૂ કર્યું.’

પ્રોફેસર જિયાઓડોંગે કહ્યું કે, ‘અમે વિશ્વભરના વિવિધ સ્થાનો પર ભૂકંપની તીવ્રતાઓનો અભ્યાસ કર્યો. એક જ સ્થળે અમે જુદા-જુદા સમયના ડેટા રેકોર્ડ કર્યા. ત્યાર ખબર પડી કે ભૂકંપ આવવાની તીવ્રતા ધરતીની અંદર ફરી રહેલા કોરના આધારે ‌વધી કે ઘટી રહી છે. કોર ફરવાના કારણે ધરતીના ઉપરી લેયર અને પ્લેટો એકબીજા સાથે ટકરાય છે કે દૂર સરકી રહી છે. તેના કારણે ધરતી પરના પહાડોની ઊંચાઈ પર પણ અસર જોવા મળી રહ્યો છે.’

પ્રોફેસર સૉન્ગે કહ્યું કે, ‘ભૂકંપના કારણે ઉદભવેલી તરંગો ધરતીના કોર એટલે કેન્દ્ર સુધી જાય છે. જો કોર ફરતુ નથી, રોકાયેલું રહે છે કે તે અંદર સુધી જઈ નથી શકતી. તે પછી તરંગો અંદરથી ટકરાઈને પરત આવે છે. ભૂકંપીય તંરગોના આવવા-જવા વચ્ચેના સમય, તેની તીવ્રતા જાણ થાય છે કે ધરતીનું કેન્દ્ર ફરી રહ્યું છે.’

વધુમાં પ્રોફસરે કહ્યું હતું, ‘અમને આ તરંગોનો રેકોર્ડ વિશ્વભરના ભૂકંપ કેન્દ્રોથી મળ્યો છે. ધરતીના કેન્દ્રમાં રહેલો કેન્દ્ર જો ફરતો નહીં તો અમને આ તરંગો ફરી ક્યારેય ના મળતી. તે ત્યાં જ રોકાઈ જતી. જે ઈનર કોરમાં પરત ફરે છે. તેમના વ્યવહારમાં ફેરફાર થતા હોય છે. જેના કારણે ધરતીની પ્લેટો પર અસર પડતી હોય છે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page