Only Gujarat

International

ક્લાર્કની એક ભૂલથી 57 વર્ષનો વ્યક્તિ રાતોરાત થઈ ગયો માલામાલ

આપણે બધાં જાણીએ છીએ કે જો કોઈ વ્યક્તિ લોટરી જીતે છે તો તેને ભાગ્યશાળી કહેવામાં આવે છે પરંતુ જો કોઈ ખોટી ટિકિટ પર લોટરી જીતે તો તેને શું કહેશો. તો તેને કહે છે કે, ભગવાન જ્યારે આપે છે અને ત્યારે છપ્પર ફાડીને આપે છે. એક વ્યક્તિને ક્લાર્કે ખોટી ટિકિટ આપી દીધી હતી, જે બાદ તેને 15 કરોડની લોટરી લાગી હતી.

ગલ્ફ ન્યૂઝ મુજબ, આ મામલો અમેરિકાના મિશિગનનો છે. એક 57 વર્ષીય વ્યક્તિ તેની પત્નીના ટ્રકમાં હવા ભરાવવા ગયો હતો, જેના માટે તે મિશિગનનાં ઈસ્ટપોઈન્ટમાં એક ગેસ સ્ટેશન પર રોકાઈ ગયો. આ માણસે કહ્યું કે તે છૂટા પૈસા લેવા સ્ટેશનનાં ક્લાર્ક પાસે ગયો. તેણે ક્લાર્કને 10 ડોલરવાળી 7ની સ્ક્રેચ-ઓફ ટિકિટ આપવા માટે કહ્યું હતું.

તે વ્યક્તિએ વધુમાં કહ્યું કે ટિકિટ લેતી વખતે ક્લાર્કે ભૂલથી 20 ડોલરની ટિકિટ આપી હતી. ક્લાર્કે મને ટિકિટ ચેન્જ કરવાની ઓફર પણ કરી હતી, પરંતુ કેટલાક લોકોએ મને તે રાખવા માટે કહ્યું. પછી મેં તે ટિકિટ રાખી લીધી અને ઘરે આવી ગયો.

ત્યારબાદ જ્યારે મંગળવારે લોટરીનાં પરિણામો જાહેર થયા તો મને 2 મિલિયન ડોલરની લોટરી લાગી ગઈ, જે લગભગ 15 કરોડ રૂપિયા થાય છે. તે શખ્સનું કહેવું છેકે, મને ખુશી છેકે, તે દિવસે મે ટિકિટ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ટિકિટે મને માલામાલ કરી દીધો.

આ શખ્સે તેનું નામ તો જણાવ્યુ નથી, પરંતુ જ્યારે તેને પુછવામાં આવ્યુ કે, તે આ રૂપિયાનું શું કરશે? તો તેના માટે વ્યક્તિનું કહેવાનું હતુકે, તે એક નવુ ઘર ખરીદવા માંગે છે. જેનું તે હંમેશાથી સપનું જોતો હતો. તે લોટરી જીતવા માટે ભાગ્યશાળી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page