Only Gujarat

FEATURED International

આ દવાથી કોરોનાના દર્દીઓ થઈ રહ્યાં છે ઝડપથી સાજા, વૈજ્ઞાનિકોએ જગાવી નવી આશા

લંડનઃ કોરોના વાયરસની બીમારીનો એક નવો સફળ ઇલાજ સામે આવ્યો છે. બીબીસીના રિપોર્ટ મુજબ બ્રિટનની દવા કંપની Synairgenએ દાવો કર્યો છે કે, શ્વાસ દ્વારા અપાતી દવાથી કોરોનાના 79 %લોકોને ફાયદો થયો છે. ગંભીર લક્ષણો દેખાતા દર્દીને પણ આ દવાના કારણે આઇસીયૂમાં દાખલ નથી કરવા પડતાં. કંપનીએ આ દવા પર વિશ્વાસ વ્યક્ત કરતા કોરોના વાયરસ સામે લડવા માટે આશાસ્પદ મેડિસિન ગણાવી છે.

આ દવાનું નામ SNG001 છે. બ્રિટનમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 101 કોરોનાના દર્દી પર આ દવાનો પ્રયોગ કરાયો હતો. જે સફળ રહ્યો છે. આ દવામાં Interferon Beta નામના પ્રોટીનનો ઉપયોગ કરાઇ છે. આ દવા કોરોના વાયરસથી લડવા માટે પ્રોટીનનું ઉત્પાદન કરે છે.


ટ્રીટમેન્ટ દરમિયાન Nebuliserના માધ્યમથી દર્દીના ફેફસામાં સીધી જ આ દવા આપવામાં આવી હતી. જેથી શરીરની રોગપ્રતિકારકશક્તિ સારી થઇ જાય છે. દવાના પ્રયોગના પરિણામ બાદ એટલું કહી શકાય કે. આ દવા કોરોનાના વાયરસને નબળા પાડી દે છે. આ દવાના પ્રયોગથી દર્દીને જલ્દી રિકવરી આવતા ડિસ્ચાર્જ રેટ વધી ગયો. આ દવાથી દર્દીનો હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટી ગયો. આ દવાના કારણે હવે દર્દીને હોસ્પિટલમાં 9 દિવસના બદલે 6 દિવસ જ રહેવું પડે છે.

બ્રિટનના સાઉથપેંટનની દવા કંપની Synairgenએ આ દવાને તૈયાર કરી છે. સાઉથપેટર્ન યુનિવર્સિટીના રિસર્ચરે આ દવાનું ટ્રાયલ પણ કર્યું. ટ્રાયલ દરમિયાન જોવા મળ્યું કે., જે દર્દીની હાલત વધુ ગંભીર થઇ શકે તેવા 79 ટકા દર્દીઓને આઇસીયૂ વિના જ આ દવાથી સાજા કરી શકાયા.

Synairgen કંપનીએ દાવો કર્યો છે કે, આ દવાના કારણે દર્દીની શ્વાસ લેવાની તકલીફને અમુક હદ સુધી દૂર ચોક્કસ કરી શકાય છે. બ્રિટનની 9 હોસ્પિટલમાં વોલિન્ટિયર 101 દર્દી પર આ દવાનું ટ્રાયલ કરાયું હતું.

જો કે આ ટ્રાયલનું પરિણામ હજું સુધી કોઇ જર્નલમાં પ્રકાશિત નથી થયું તેમજ તેનો સંપૂ્ર્ણ ડેટા પણ હજું સુધી પ્રકાશિત નથી થયો. જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે મોટા પાયે ટ્રાયલ શરૂ કર્યાં બાદ પણ જો આટલા જ સારા પરિણામ મળશે તો આ દવા ચોક્કસ ગેમચેન્જર સાબિત થશે. Synairgen કંપનીએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં તે દુનિયાભરની સ્વાસ્થ્ય સંસ્થાને ડેટા આપશે.

You cannot copy content of this page