Only Gujarat

National TOP STORIES

અંતરિક્ષમાં કેવું હોય છે જીવન? દિવસ અને રાત હોય છે કેટલાં કલાકના?

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સનું સપનું અવકાશ યાત્રી બનવાનું ન હતું તેમણે જણાવ્યું કે બાળપણથી જાનવરો પ્રત્યે લગાવ હોવાથી વેટનરી ડોક્ટર બનવા માંગતી હતી. સુનિતાએ જણાવ્યું હતું કે તેમને સ્વિમિંગનો પણ ખૂબ જ શોખ છે. તે એક એથ્લેટીક પણ હતી. સુનિતાએ કહ્યું હતું કે તે જે કોલેજમાં ભણવા માગતી હતી ત્યાં તેને એડમિશન નહોતું મળ્યું. સુનીતા વિલિયમ્સને પોતાની જીંદગી સાથે જોડાયેલી આ બધી વાત એપીજે અબ્દુલ કલામ સેન્ટરનાં શ્રીજન પાલ સિંહ સાથે થયેલી વાતચીત દરમિયાન જણાવી હતી.

સુનિતાએ તેમની કારર્કિદી વિશે વાત કરતા જણાવ્યું હતું કે એડમિશન ન મળતા તેને તેના મોટા ભાઈએ કહ્યું હતું કે તું નેવી કે નેવલ એકેડમી વિશે કેમ નથી વિચારતી? ત્યારબાદ મેં નેવલ એકેડમીને જોઈન કરી લીધી અને પાયલટ બની ગઈ. જોકે, આ જોબ પણ મારી પસંદગી તો ન હતી. હું જેટની પાયલટ બનવા માગતી હતી પરંતુ હું હેલીકોપ્ટરની પાયલટ બની એટલે ફરી મારે અહીં પણ પસંદગીનો બીજો ઓપ્શન જ સ્વીકારવો પડ્યો.

સુનિતાએ પોતાના વિશે વાત કરતા જણાવ્યું કે, તે નાસામાં 1998 આવી હતી. અંતરિક્ષમાં 2006માં ગઈ, આ વચ્ચે મને થોડો સમય સ્પેસમાં જવા માટે મળ્યો હતો વર્ષ 2002માં, પરંતુ દુર્ભાગ્યથી 2003ની શરૂઆતમાં કોલંબીયા વાળી દુર્ઘટના થઈ ગઈ અને અમે અમારા મિત્રોને ગુમાવી દીધા, જેમાં કલ્પના ચાવલા પણ હતી. આ ઘટના એ સંપૂર્ણ શટલ પ્રોગ્રામને રોકી દીધો. આ સમયે ન હતી હવે અમે શટલમાં સ્પેસમાં જઈ શકીશું કે નહી. જ્યારે સંપૂર્ણ તપાસ થઈ અને પછી સ્પેસમાં જવાનો વારો અમારો આવ્યો અને શટલમાં જવા માટે ટ્રેનીંગ લેવાનો મોકો મળ્યો ત્યારે લાગતું હતું કે જાણે આ એક સપનું છે.

પોતાની અવકાશ યાત્રાની યાદો શેર કરતા સુનિતાએ જણાવ્યું, “જ્યારે હું સ્પેસ ક્રાફ્ટમાં દાખલ થઈ ત્યારે પણ મને બધું જાણે એક સપના જેવું કાલ્પનિક જ લાગતું હતું. જો કે આ બધી જ વસ્તુનો હું અભ્યાસ કરી ચૂકી હતી પરંતુ તો ન જાણે કેમ એ સમયે તે વાસ્તવિક નહોતું લાગતું. જ્યારે મે એન્જીન ચાલું કર્યું ત્યારબાદ મને જ વિશ્વાસ બેઠો. આપણે જ્યારે સ્પેસમાં જઈએ છે તો માત્ર 10 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યાંથી તમે ધરતીના ચક્કર લગાવવા લાગો છો. મને સમય યાદ નથી પરંતુ ઉડતા હું ઉપર આવી અને જ્યારે મેં પૃથ્વીનો બીજો ભાગ જોયો તો તે એકદમ અવિશ્વસનિય અને અદભૂત નજારો હતો. પૃથ્વીનો એ ભાગ વાદળી અને સફેદ દેખાતો હતો.

સુનીતાએ જણાવ્યું હતું, અમે એક આખુ વર્ષ સ્પેસમાં વિતાવ્યું અને ત્યાં પણ અમે અહી ધરતી જેવી જ દિનચર્યા અપનાવી હતી. અમે ત્યારે ગ્રીનવિચ મીન ટાઈમ પર ચાલતા હતા. આ યુરોપનો ટાઈમ હોય છે. એ સમય મુજબ ચાલવાનો ફાયદો એ છે કે, ફ્લાઈટ કંટ્રોલર્સને અડધા દિવસનો સમય મળી જાય છે, કે જે લોકો મિશન કંટ્રોલ હ્યુસ્ટનમાં બેસી રહેલા હોય છે. અડધો દિવસ મોસ્કોનાં ફ્લાઈટ કંટ્રોલર્સને મળી જતો. યુરોપમાં ફ્લાઈટ કંટ્રોલર્સ માટે સામાન્ય દિવસ હોય છે. મોટા ભાગે અમે લંચ એકલા જ કરી લેતા. બધા કંઈને કંઈ ખાઈ લેતા. જોકે ડીનરનાં સમયે અમે બધા ભેગા થઈ જતા હતા. મોટા ભાગે પ્લાનિંગ માટે અમે કોન્ફરન્સ કરતા અને આ કોન્ફરન્સ ધરતીનાં મિશન કંટ્રોલ સેન્ટર સાથે થતી. અમે સ્પેસ સ્ટેશનમાં ટીવી પણ જોતા.

સ્પેસમાં પોતાની દિનચર્યા વિશે વાત કરતા સુનિતાએ જણાવ્યું કે, હું સ્પેસમાં પણ ભારતીય ભોજન ભાત અને બ્રેડ ખાતી. સાંજના ફુરસદના સમયમાં ધરતીની તસવીરો લેતી હતી, સ્પેસમાં વર્કઆઉટ પણ કરતી કારણ કે, સ્પેસમાં શરીરને ચુસ્ત રાખવા એક્સરસાઇઝ જરૂરી છે. જેથી વજન ઓછું રહે અને હાડકા મજબૂત રહે. શરીર જ નહીં હૃદય સ્વસ્થ રહે તે માટે પણ અમે કસરત કરતા હતા. સ્પેસમાં બે કલાક ફરજીયાત કસરત કરવી પડતી હતી. ત્યાં ઇન્ટરનેટ પ્રોટોકોલ ફોનના માધ્યમથી અમે પરિવાર સાથે વાત પણ કરતા. ફોનમાં વીડિયો કોન્ફરન્સીંગની સુવિધા પણ હતી કે, જેથી પરિવારનાં લોકોને પણ જોઈ શકતા હતા.

સુનિતાએ જણાવ્યું હતું, સ્પેસમાં મેં મેરેથોન પણ કરી હતી. ત્યારે મારૂં વજન થોડું ઓછું હતું. ત્યારે મે મારૂ વજન થોડું ઉતાર્યું હતું. જો કે મારા માટે આ બધું સરળ હતું કારણે કે, હું નિયમિત ટ્રેડમિલ પર પણ સાડાચાર કલાક દોડતી. આ વર્કઆઉટથી ખભા પગમાં દુખાવો થવા લાગે છે. હું સ્પેસમાં પણ સતત વર્કઆઉટ કરતી. આ પ્રેકિટસથી શક્ય બને છે. જો કે બધા જ અનુભવો માટે માનસિક અને શારિરીક રીતે મજબૂત થવું જરૂરી છે.

સુનિતાએ તેમની અવકાશ યાત્રાના અનુભવ શેર કરતા જણાવ્યું, અમે દરેક દોઢ કલાકમાં ધરતીનું એક ચક્કર લગાવી લેતા. જેમાં 45 મિનિટ દિવસ અને 45 મિનિટની રાત રહેતી હતી. અમે જ્યારે હૈચ ખોલ્યું ત્યારે રાત હતી. અંધારૂ હોવાથી મેં મારા શૂટ પર લાગવેલી લાઇટો ઓન કરી દીધી. આ સમયે હું કામ કરવા માંગતી હતી. જોકે થોડા સમયમાં જ સૂરજ ઉગ્યો અને મેં ધરતીને મારી નીચે ફરતી જોઇ. આ સમયે મારી આંખો આશ્ચર્યને કારણે પહોળી થઈ ગઈ હતી અને મનમાં જ બોલવા લાગી કે ઓહ માય ગોડ… આ સમયે હું વિચારવા લાગી કે, હું ક્યાં છું અને શું કરી રહી છું.

You cannot copy content of this page