Only Gujarat

National

કોરોનાના દર્દીએ દારૂની સાથે માણી કબાબની લિજ્જત, તંત્રની ઉડાવી મજાક

એક તરફ વૈશ્વિક મહામારી કોવિડ-19થી સમગ્ર દુનિયા પરેશાન છે. લોકો આ બીમારીના ભયથી આત્મહત્યા પણ કરતા નજર આવી રહ્યાં છે તો કેટલાક ગુનેગારો એવા પણ છે જેઓ આ બીમારીને પોતાના માટે અવસર સમજી તેનો સંપર્ણ ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. એક આવું જ દ્રશ્ય ઝારખંડના ધનબાદમાં કોવિડ-19 હોસ્પિટલમાં જોવા મળ્યો. અહીં એક કોરોના સંક્રમિત દર્દી પોતાના વોર્ડમાં જ દારૂ અને કબાબની લીઝત માણતો નજર આવ્યો.

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સંક્રમિત આરોપી હથકડી લગાવેલા હાથોમાં જ દારૂ અને કબાબની દાવતની મજા માણી તંત્રની જાહેરમાં મજાક ઉડાવી રહ્યો છે. તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મામલાને ગંભીરતાથી લઇ ટ્વીટ કરી ધનબાદ જિલ્લા પ્રશાસનને ઝડપથી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરોમાં ધ્યાનથી જોવામાં આવે તો આ કોરોના સંક્રમિત આરોપી પોતાના બેડની આગળ એક મેજની સામે બેઠેલો છે. તેની મેજ પર દાવતની તમામ વસ્તુઓ રાખેલી છે અને તે હથકડી લગાવેલા હાથોથી એક તસવીરમાં પોતાના ગ્લાસમાં મોંઘી દારૂના પેગ બનાવતો દેખાઇ રહ્યો છે. બીજી તસવીરમાં દારૂને પોતાના માથા પાસે ઉઠાવી શાનથી તસવીરો પડાવી રહ્યો છે. તસવીરો જોતા એવું લાગી રહ્યું છે જે જાણે આ કોઇ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં જ બેસીને પાર્ટી કરી રહ્યો છે.

આ તસવીર પર જો ધ્યાનથી જોવામાં આવે તો આ શખ્સની પાછળ સલાઇન ચઢાવવાના સ્ટેન્ડ પર બે અન્ય હથકડી પણ લટકી રહી છે. તેની પાસેના બેડ પર પણ કોઇ દર્દી માટે તૈયાર હોય એવું દેખાઇ રહ્યું છે. પરંતુ આ બેડ પર કોઇ દેખાતું નથી. જ્યારે એક હથકડી આ આરોપીના હાથમાં લટકી રહી છે. જેનાથી એવું પ્રતીત થાય છે કે આ વોર્ડમાં માત્ર આરોપીઓને જ રાખવામાં આવતા હોઇ શકે છે.

આ સિવાય પણ આ વોર્ડમાં કોઇ છે જે તેની આ હરકતની તસવીરો પાડી રહ્યું છે. હવે તસવીર લેનાર વ્યક્તિ કોરોના દર્દી છે કે હોસ્પિટલનો કર્મચારી કે પછી પોલીસકર્મી છે તે જાણી શકાયું નથી. પરંતુ એટલું જ જરૂર કહી શકાય કે તેની સાથે જે પણ શખ્સ હાજર છે તે આ બધુ કરવામાં જરૂર મદદ કરી રહ્યો છે. સાથે જ પોલીસની દેખરેખમાં અહીં ઇલાજ માટે આવેલા આ આરોપીને દારૂ અને દાવત ઉડાવવા આટલા પકવાન ક્યાંથી અને કોણે પહોંચાડ્યા એ મોટો સવાલ છે.

You cannot copy content of this page