Only Gujarat

National

પતિના મિત્રનો નંબર મળ્યા બાદ થયો હતો આડાસંબંધોનો પ્રારંભ, દવાના વધુ ડોઝથી ખુલી પોલ

બાડમેરઃ રાજસ્થાનના બાડમેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક મહિલાએ લૉકડાઉન દરમિયાન પ્રેમીને મળવા માટે પરિવારજનોને ચાની સાથે ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. પરંતુ સવારે પરિવારજનોની તબિયત લથડી હતી અને આ દરમિયાન મહિલાના સાસુનું મોત થયું હતું. આ ઘટના અંગે પરિવારજનોને કંઈ ખબર પડી નહોતી. થોડા દિવસ બાદ પરિવારજનોને મહિલા પર શંકા ગઈ ત્યારે તેની પૂછપરછ કરી હતી. જે પછી સંપૂર્ણ ઘટના સામે આવી.

મહિલાએ આ ઘટના પાછળ પોતે જવાબદાર હોવાનું સ્વીકારતા કહ્યું કે,‘પતિના મિત્ર સાથે મારું અફેર ચાલી રહ્યું હતું. તેના કારણે મે પરિવારજનોની ચામાં ઊંઘની ગોળીના મેળવી દીધી.’ તપાસમાં સામે આવ્યું કે ઊંઘની દવાની એક્સપાયરી ડેટ નીકળી ગઈ હતી. આ ઉપરાંત તેનો ડોઝ પણ વધુ હોવાના કારણે સાસુની તબિયત લથડ્યા બાદ તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાની ફરિયાદ નોંધી મહિલા અને તેના પ્રેમની ધરપકડ કરી હતી.

રાજસ્થાનના બાડમેર જીલ્લાના બાલોતરા ક્ષેત્રમાં કપડાની ફેક્ટ્રીમાં પ્રેમી સાથે મળી મહિલાએ સાસરીમાં તમામ પરિવારજનોને ઊંઘની ગોળી ખવડાવી હતી, જેના કારણે તમામ બીમાર પડ્યા હતા. આ દરમિયાન તેના સાસુનું મોત થયું હતું. પરિવારજનો જ્યારે સારવાર બાદ ઘરે આવ્યા તો તેમને શંકા થઈ અને તેમણે મહિલાની પૂછપરછ કરી જેમાં તેણે આડાસંબંધોની વાત સ્વીકારી હતી.

એસપી બાડમેર આનંદ શર્માએ કહ્યું કે, મહિલાના લગ્ન અઢી વર્ષ અગાઉ થયા હતા. તેમને કોઈ સંતાન નથી, તેનો પતિ ટેક્સી ચલાવે છે. જ્યારે આરોપી મહિલાના પતિનો મિત્ર છે. અમુક સમય અગાઉ જ મહિલાએ તેના પતિના મિત્ર પાસેથી નંબર મેળવ્યો અને ફેસબુક થકી તેમની વાત થવા લાગી. લૉકડાઉનના કારણે આ પ્રેમીઓ મળી શકતા નહોતા. તે પછી બંનેએ યોજના બનાવી કે પરિવારજનોને ઊંઘની ગોળી ખવડાવી મળી શકાય છે. જે પછી તેમણે 28 જૂનના રાતે 9 કલાકે રોજની જેમ જમ્યા બાદ ચા પીવડાવી. ચા પીવાના અમુક સમય બાદ તમામની તબિયત લથડી હતી. જે પછી તમામને નાહટા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

 

You cannot copy content of this page