Only Gujarat

FEATURED National

લૉકડાઉન ખુલ્યા બાદ તરત જ આ મહિલા IAS કરશે એવું કામ કે…તમને પણ નહીં થાય વિશ્વાસ

પાનીપત: અવાર નવાર વિવાદોમાં રહેતી હરિયાણા 2014 કેડરની આઇએએ રાની નાગર ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે મહિલા અધિકારીએ નોકરીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી તેણીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ મૂકી આપી છે.

2014 બેંચની આઇએએશ અધિકારી રાની નાગરે ગુરુવાર સવારે લગભર પાંચ વાગ્યે પોસ્ટ શેર કરી જાણકારી આપી. તેણીએ લખ્યું કે લોકડાઉન ખુલ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપશે. રાની સાગરના આ નિર્ણયથી ઉચ્ચ અધિકારીઓમાં હલચલ મચી ગઇ છે.

17 એપ્રિલે IAS અધિકારીએ પોતાની બહેન રીમા નાગર સાથે ફેસબૂક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બંને પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઇએએસ રાની નાગર હાલ ડિસેમ્બર 2019થી પોતાની બહેન સાથે ચંદીગઢના સેક્ટર-6માં ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર 311માં ભાડે રહે છે. આ જાણકારી તેણીએ જાતે જ ફેસબૂક પર વીડિયો પોસ્ટ કરી આપી છે.

રાનીએ ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે ‘હું રાની નાગર પુત્રીશ્રી રતન સિંહ નાગર નિવાસી ગાઝિયાબાદ ગામ બાદલપુર તાલુકો દાદરી જિલ્લો ગૌતમબુદ્ધનગર તમને બધાને જણાવવા ઇચ્છું છું કે મેં એવો નિર્ણય લીધો છે કે હું આઇએએસના પદ પરથી રાજીનામું આપીશ. અત્યારે ચંદીગઢમાં કર્ફ્યુ લાગુ છે આ કારણે હું તથા મારી બહેન રીમા નાગર ચંદીગઢથી બહાર નીકળી શકીશું નહીં. ચંદીગઢથી આગળ ગાઝિયાબાદ સુધી રસ્તો બંધ છે. લોકડાઉન તથા કર્ફ્યુ ખુલ્યા બાદ હું મારા કાર્યાલયમાં રાજીનામું આપી સરકારના નિયમાનુસાર અનુમતી લઇ હું તથા મારી બહેન રીમા નાગર પરત પૈતૃક શહેર ગાઝિયાબાદ આવશું. અમે તમારા આશિર્વાદ અને સાથના આભારી રહીશું.’

IAS રાની નાગરે વર્ષ 2018માં એ સીનિયર આઇએએસ પર દુર્વ્યવહારનો આરોપ લગાવી ચર્ચામાં આવી ચૂકી છે. આ મામલાએ ભારે ચગ્યો હતો. એટલું જ નહીં તે એક કેબ ડ્રાઇવર પર અભદ્રતાનો આરોપ લગાવીને પણ ચર્ચામાં આવી હતી. તો સિરસા જિલ્લામાં એસડીએમ હતી ત્યારે પોતાના જીવને ખતરો હોવાનું પણ જણાવ્યું હતું.

You cannot copy content of this page