Only Gujarat

National TOP STORIES

હાય રે નસીબ…જન્મતા જ દીકરી થઈ ગઈ માતાથી અલગ…આ રીતે જોયો મમ્મીનો ચહેરો

ઔરંગાબાદ: કોરોના વાયરસને લઇને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં કોરોના સંક્રમણ વચ્ચે એક માતાની મમતા પણ આવી ગઇ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલમાં એક કોરોના સંક્રમિત મહિલાએ વીડિયો કોલની મદદથી પોતાની દીકરી સાથે વાત કરી.

કોરોનાથી સંક્રમિત થવાના કારણે માતા અને દીકરી બંનેને હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવી છે. અહીં ભરતી થવાના કારણે મહિલા પોતાની દિકરીને જોઇ શકતી ન હતી. હોસ્પિટલ સ્ટાફે માતા-દીકરીને મળાવવા માટે વીડિયો કોલની વ્યવસ્થા કરાવી હતી. જિલ્લા સિવિલ સર્જન ડોક્ટર સુંદર કુલકર્ણીએ આ વાતની જાણકારી આપી હતી.

ડોક્ટરોએ જણાવ્યું કે મહિલાની સફળતાપૂર્વક ડિલેવરી કરવામાં આવી હતી પરંતુ માતા કોરોના પોઝિટિવ હોવાને કારણે બાળકીને તેનાથી અલગ કરી દેવામાં આવી છે. મહિલાને કોરોના વોર્ડમાં એડમિટ કરવામાં આવી અને બાળકીને સામાન્ય વોર્ડમાં.

તેઓએ જણાવ્યું કે કોરોના સંક્રમિત મહિલા દ્વારા બાળકીને જન્મ આપ્યાની દેશમાં બીજી ઘટના છે અને ચીન, લંડન, ઓસ્ટ્રેલિયા અને મુંબઇ બાદ દુનિયાની પાંચમી ઘટના છે.

You cannot copy content of this page